1. Home
  2. Tag "Gandhinagar District"

ગાંધીનગર જિલ્લામાં મંજુરી વિના બોર – કૂવા બનાવાશે તો ફોજદારી કાર્યવાહી કરાશે,

ગાંધીનગરઃ રાજ્યમાં બોર-કૂવા બનાવવા માટે સરકારની મંજુરી લેવી જરૂરી છે. અને તેના માટે માર્ગદર્શિકા પણ બનાવવામાં આવી છે. દેશમાં ખૂલ્લા બોરમાં બાળકો પડી જવાના બનાવો વધા રહ્યા છે. ત્યારે આવા બનાવો બનતાં અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે પણ માર્ગદર્શિકા આપી છે. જેના પગલે ગાંધીનગર જિલ્લામાં પરવાનગી વિના બોર કૂવો બનાવનારા સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ […]

ગાંધીનગર જિલ્લામાં છેલ્લાં ત્રણ મહિનામાં 173 માર્ગ અકસ્માતના બનાવમાં 63 લોકોનાં મોત

ગાંધીનગરઃ જિલ્લામાં દિનપ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. વધતા જતાં માર્ગ અકસ્માતોનાં બનાવોને અંકુશમાં લાવવા માટે સમયાંતરે રોડ સેફ્ટી કમિટીની બેઠક મળતી હોય છે. જે અન્વયે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં છેલ્લા ત્રણ મહિનામાં 173 માર્ગ અકસ્માતના બનાવોમાં 63 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ 110 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાના આંકડા જાહેર કરાયા […]

ગાંધીનગર જિલ્લામાં સપ્ટેમ્બરમાં મુદત પુરી થતી હોય તેવી ગ્રામ પંચાયતોની યાદી બનાવાશે

ગાંધીનગરઃ જિલ્લાની 90 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવા માટે વહીવટી તંત્રને સૂચના અપાઈ છે, જેમાં 30 સપ્ટેમ્બર સુધીમાં મુદત પૂરી થતી હોય કે પૂરી થયેલી હોય તેવી ગ્રામ પંચાયતોની વોર્ડ અને બેઠકો મુજબ મતદારયાદી તૈયાર કરવાના આદેશો ચૂંટણી પંચે કર્યો છે. આથી ગ્રામ પંચાયતની ચૂંટણી સપ્ટેમ્બર, 2022 પછી યોજાશે, તેમ લાગી રહ્યું છે. એપ્રિલ, […]

ગાંધીનગર જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટી કચેરીઓમાં દસ્તાવેજોનો ભરાવો, બાર એસો.ની રજુઆત

ગાંધીનગરઃ  જિલ્લા કલેક્ટર કચેરી સ્થિત સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં વેચાણ દસ્તાવેજોના ભરાવા સામે ગાંધીનગર બાર એસોસિએશને રજુઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી. અરજદારો અને તેમના વકિલોને ફોર્મ 43 મુજબ માગેલી નકલો સમય મર્યાદામા મળતી નથી. પરિણામે વકીલોને અપીલ અને રિવિઝન કરવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે પ્રાંત અધિકારી દ્વારા તકરારી […]

મહેસુલ મંત્રીની સરપ્રાઈઝ વિઝિટ બાદ ગાંધીનગર જિલ્લાના 11 નાયબ મામલતદારોની બદલીઓ

ગાંધીનગરઃ રાજ્યના મહેસુલ વિભાગમાં સૌથી વધુ ભષ્ટાચારની ફરિયાદો મળતી હોય છે. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ફરિયાદો મળતા જ ઓચિંતી કલેકટર કચેરીઓની સરપ્રાઈઝ મુલાકાત લઈ રહ્યા છે. તાજેતરમાં મહેસુલ મંત્રીએ ગાંધીનગર કલેકટર કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. ત્યારે નાયબ મામલતદાર ઈશ્વર દેસાઈની જગ્યાએ નિવૃત તલાટીને સરકારી કામકાજ કરતા રંગેહાથ ઝડપી લીધા હતા. આ ઘટનાનાં ઘેરા […]

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 14 સરકારી પ્રાથમિક શાળાને ખંભાતી તાળાં લાગ્યાં

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા વધરાવાને બદલે ઘટાડવામાં આવી રહી છે. પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 14 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષણનો ખર્ચ ઘટાડવા માટે સરકાર દ્વારા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓ મર્જ કરવામાં પણ આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનો […]

ગાંધીનગર જિલ્લામાં ધોરણ-3થી 8ની વાર્ષિક પરીક્ષાનો 18મી એપ્રિલથી પ્રારંભ થશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. થમામ શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે માર્ચ-એપ્રિલ મહિનામાં પરીક્ષાની મોસમ આવશે. ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડે જાહેર કરી દીધો છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ ધો.3થી 8ની પરીક્ષા 18મી એપ્રિલથી લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની મહામારીના કારણે […]

ગાંધીનગર જિલ્લામાં 3 વર્ષમાં 1.69 લાખ દસ્તાવેજોની નોંધણી, સરકારને 1572 કરોડની આવક

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ વેપાર-ધંધા ધમધમતા થતાં રિયર એસ્ટેટમાં પણ તેજી જોવા મળી હતી. જેના લીધે દસ્તાવેજ નોંધણીની આવક વધી હતી. રાજ્યમાં દસ્તાવેજ નોંધણીની સરકારને મોટી આવક થઈ રહી છે. માત્ર ગાંધીનગર જિલ્લામાંથી સરકારને 3 વર્ષમાં 1572 કરોડથી વધુની આવક થઈ હતી. ચારેય તાલુકાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં 3 વર્ષમાં કુલ 1,69,987 દસ્તાવેજની નોંધણી […]

ગાંધીનગર જિલ્લામાં સીઝનનો 51.99 ટકા વરસાદ પડ્યો, સૌથી વધુ કલોલ તાલુકામાં 66.89 ટકા વરસાદ વરસ્યો

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગાંધીનગરનાં દહેગામ, ગાંધીનગર, કલોલ અને માણસા તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 51.99 ટકા વરસાદ નોંધાયો છે. જે પૈકી જિલ્લાના કલોલ તાલુકામાં સૌથી વધુ 66.89 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ સૌથી ઓછો ગાંધીનગરમાં 39.44 ટકા વરસાદ નોંધાયો છે. પાટનગર ગાંધીનગર શહેર […]

ભાજપના અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા પ્રમુખની સી.આર.પાટીલે કરી નિમણુંક

અમદાવાદઃ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલની નિમણુંક બાદ સંગઠનને વધારે મજબુત બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. જેથી સી.આર.પાટિલે જિલ્લા અને તાલુકાના ભાજપના પ્રમુખોની સાથે હોદ્દેદારોની પસંદગી કરી હતી. આ ઉપરાંત વિવિધ સમિતિના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી. દરમિયાન ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેરના પ્રમુખની નિમણુંક બાકી હતી. દરમિયાન આગામી દિવસોમાં ગાંધીનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code