1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલબસના ટાયર રોડમાં ખૂંપી ગયા

ગાંધીનગરના સેકટર 29ના રિંગ રોડ પર બન્યો બનાવ, પાટનગરમાં પણ રોડના હલકા કામ સામે સવાલો ઊઠ્યા, બાળકોને સહીસલામત બસમાંથી ઉતારી લેવાયા ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદમાં નવા જ બનાવેલા પુલ, અને રોડ રસ્તાઓ નબળા બાંધકામને લીધે તૂટી જવાના અનેક બનાવો બન્યા છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં હવે રોડ બેસી જવાની કે ભૂવા પડવાની ઘટનાઓ બની રહી છે. ગાંધીનગર […]

‘ડેમોક્રેસી ઈન એક્શન : એ કેસબૂક ઑન ઈન્ડિયન ઈલેક્શન્સ’નું રાજ્યપાલના હસ્તે વિમોચન

અમદાવાદઃ ‘ડેમોક્રેસી ઈન એક્શન : એ કેસબૂક ઑન ઈન્ડિયન ઈલેક્શન્સ’ પુસ્તકનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના ડાયરેક્ટર પ્રોફેસર ડૉ. એસ. શાંતાકુમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર અનામિકા શુક્લ અને અભિલાષ અરુણ સપ્રે  લિખિત આ અંગ્રેજી પુસ્તકમાં ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે થયેલા કેસો અને ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલા આખરી […]

ગાંધીનગર જિલ્લા પંચાયત બિલ્ડિંગના છતના પોપડા પડ્યાં

જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ 40 વર્ષ જુનું છે, બિલ્ડિંગ જર્જરિત હોવાનો રિપોર્ટ છતાંયે કચેરી અન્યત્ર ખસેડાતી નથી, કર્મચારીઓમાં ભયનો માહોલ ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ ચાર દાયકા જુનું છે. અને છેલ્લા કેટલાક સમયથી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. અગાઉ પણ બિલ્ડિંગના છતમાંથી પોપડા પડવાના બનાવો બન્યા છે. ત્યારે ફરીવાર જિલ્લા પંચાયતના વિકાસ શાખામાં પોપડા પડતા એક […]

ગાંધીનગરમાં સંત સરોવરના ત્રણ દરવાજા ખોલાયા, સાબરમતી નદીમાં 1097 ક્યુસેક પાણી છોડાયું

સંત સરોવરમાં પ્રતિ કલાક 2095 ક્યુસેક પાણીની આવક, ધોળશ્વર, રાંદેસણ, રાયસણ, ભાટ, કોટેશ્વર સહિતના ગામોને પણ એલર્ટ કરાયા, સંત સરોવરમાં જળસપાટી 55.40 મીટરે પહોંચી ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં પણ છેલ્લા બે-ત્રણ દિવસમાં સારોએવો વરસાદ પડ્યો છે. અને સાબરમતી નદીના ઉપવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પણ નવા નીર આવ્યા છે. ગાંધીનગરના સંત સરોવર […]

ગાંધીનગરમાં સંત સરોવર છલોછલ ભરાવાની તૈયારીમાં, 14 ગામોને એલર્ટ કરાયા

ઉપરવાસમાં વરસાદને કારણે સંત સરોવરમાં પાણીની સપાટી વધી, સરોવરમાં પ્રતિ કલાકે 2095 ક્યુસેક પાણીની આવક, ગાંધીનગરઃ શહેરના સાબરમતી નદી અને સંત સરોવરમાં પાણીની ભારે આવક થતાં તેના કમાન્ડ એરિયામાં આવતાં 14 ગામોમાં ગાંધીનગર મામલતદાર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંત સરોવર છલોછલ છલકાવવાની તૈયારીમાં છે. નદીકાંઠાના ગામોમાં કોઈ દુર્ધટના ન સર્જાય તેને લઈને […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં મુલાકાતીઓને સિંહ દર્શનનો લાભ ક્યારે મળશે

ગત માર્ચ મહિનામાં જુનાગઢથી સિંહ યુગલને ઈન્દ્રોડા પાર્ક લવાયું છે વન વિભાગે સિંહ યુગલનું વસંત અને સ્વાતિનું નામકરણ કર્યું, મંત્રી પાસે સમય ન હોવાથી સિંહ દર્શનનું લોકાર્પણ કરાતું નથી ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરની શાન ગણાતા ઇન્દ્રોડા પાર્કમાં 5 મહિના પહેલા એટલે કે ગત માર્ચ મહિનામાં જૂનાગઢથી સિંહની જોડી લાવવામાં આવી હતી. પરંતુ ઈન્દ્રોડા પાર્કના મુલાકાતીઓને હજુ […]

ગાંધીનગરને 24 કલાક પાણી આપવાની યોજના સફળ થશે નહીઃ વસાહતી મહાસંઘ

મુખ્યમંત્રીને પત્ર લખીને વસાહતી સંઘે કરી રજુઆત, 24 કલાક પાણી આપવાની યોજનાનું કામ બે વર્ષે પણ પુરૂ થયું નથી, પાણીના મીટરો પણ કાટ ખાઈ ગયા ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના શહેરીજનોને 24 કલાક પાણી પુવઠો મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ 24 કલાક પાણી આપવાની યોજનામાં 2 વર્ષે પણ કામ પુરૂ થયું નથી અને […]

ગાંધીનગરમાં મોટાપાયે વૃક્ષારોપણ કરાયું, વરસાદ ખેંચાતા છોડ મુરઝાવવા લાગ્યાં

રોપાઓને ટેન્કર દ્વારા પાણી આપવું પડે તેવી સ્થિતિ, ગાંધીનગરમાં વરસાદની ઘટ, ગરમી અને હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટ્યું ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરને વધુ હરિયાળું બનાવવા માટે આ વખતે પ્રથમ વરસાદ બાદ મોટાપાયે વક્ષારોપણ કરાયું છે. હવે વરસાદ ખેંચાતા રોપેલા વૃક્ષોના છોડ કરમાઈ રહ્યા છે. મુરઝાતા છોડને બચાવવા હવે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું […]

ગાંધીનગરમાં મેટ્રો રેલની કામગીરીને લીધે ચ-2થી ચ-3 માર્ગ બંધ કરાયો

ચ-2થી ચ-3 માર્ગ એક મહિનો બંધ રહેશે, વાહનચાલકોને વેકલ્પિત માર્ગનો ઉપયોગ કરવા અપીલ, ડાયવર્ઝન સ્થળે ટ્રાફિક જવાનોને તૈનાત કરાયા ગાંધીનગર : અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે ગાંધીનગરમાં  હાલ મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના ચ-3 જંકશન ઉપર મેટ્રો રેલના બની રહેલા વળાંકને કારણે ચ-2થી ચ-3 તરફનો રોડ એક […]

ગાંધીનગરમાં રાહ જોઈ રહેલા 280 સરકારી કર્મચારીઓ મકાન ફાળવાશે

ગાંધીનગરમાં સેકટર 29માં નવનિર્મિત આવાસ ફાળવાશે, વર્ષોથી રાહ જોઈ રહેલા કર્મચારીઓને રાહત થશે, વેઈટિંગમાં પણ ઘટાડો થશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી સરકારી ક્વાટર્સ મળે તેની રાહ જોઈ રહ્યા છે. ગાંધીનગરમાં વર્ષો જુના સરકારી ક્વાટર્સ જર્જરિત બનતા તે ખાલી કરાવવામાં આવ્યા છે. અને સરકારી ક્વાટર્સ મેળવવા માટેનું વેઈટિંગલિસ્ટ ખૂબ લાંબુ છે, ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code