1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં કલા મહાકૂંભમાં 4000 કલાકાર સ્પર્ધકોનો જમાવડો, 37 કૃતિઓનું પ્રદર્શન

ગાંધીનગરના ટાઉનહોલ અને ગોપાલક વિદ્યા સંકૂલમાં કલા મહાકૂંભનું આયોજન મહોત્સવમાં વકૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, સુગમ સંગીત, લોકનૃત્ય સહિત કૃતિઓ યોજાશે રાજ્યકક્ષાના વિજેતાઓને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે ગાંધીનગરઃ  ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાનો કલા મહાકુંભનો ગાંધીનગરમાં પ્રારંભ થયો છે. આ કાર્યક્રમનું તા. 20 માર્ચ સુધી ટાઉનહોલ અને […]

ગાંધીનગરઃ સ્વર્ણિમ ગુજરાત ક્રિકેટ લીગ 2.0 નો પ્રારંભ, વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ વચ્ચે ક્રિકેટ મેચ યોજાશે

અમદાવાદઃ ગાંધીનગરના કોબા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0 નો પ્રારંભ કરાવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રેરણાથી બીજી વખત યોજાઈ રહેલી આ લીગ 17થી 20 માર્ચ સુધી ચાલશે. જેમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. પ્રથમ દિવસે બનાસ ટીમ અધ્યક્ષ શંકર ચૌધરી ઇલેવન તરીકે અને નર્મદા ટીમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ […]

ગાંધીનગરમાં કાર લઈને જોખમી સ્ટંટ કરતા 5 યુવાનો, પોલીસે 3ની ધરપકડ કરી

ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન રોડ પર પાંચ યુવકોએ જોખમી સ્ટંટ કર્યા હતા સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં પોલીસે કાર્યવાહી કરી હજુ બે આરોપી યુવાનો ફરાર ગાંધીનગરઃ આજકાલ સોશિયલ મિડિયાના જમાનામાં રિલ મુકવા માટે યુવાનો સ્ટેટબાજી કરતા હોય છે. અને એનો વિડિયો સોશિયલ મિડિયામાં અપલોડ કરતા હોય છે. ત્યારે ધુળેટીના દિવસે કેટલાક યુવકોએ કરેલી […]

ગાંધીનગર ખાતે ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધાનો પ્રારંભ

13 રાજ્યો, 12 રિજિયોનલ સ્પોર્ટ્સ બોર્ડ સહિત 409 ખેલાડીઓ સહભાગી થશે સચિવાલય જીમખાનામાં ત્રિદિવસીય તરણ સ્પર્ધાનો પ્રારંભ ગુજરાત સરકાર દ્વારા અગાઉ 6 વખત તરણ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ  કમલ દયાણીના હસ્તે ત્રિદિવસીય ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, 2024-25’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સચિવાલય કલ્યાણ સમિતિ અંતર્ગત […]

સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા લોકોના અભિપ્રાયો જાણવા ખુબ જરૂરી: રંજના દેસાઈ

ગાંધીનગર ખાતે સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાઈ સમાન સિવિલ કોડ અંગે ગાંધીનગરવાસીઓના અભિપ્રાય લેવાયા નાગરિકોના અભિપ્રાયોના અભ્યાસ બાદ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરાશે. ગાંધીનગરઃ સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે સર્કિટ હાઉસ, ગાંધીનગર ખાતે સમાન સિવિલ કોડ સમિતિની ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સાથે […]

ગાંધીનગરમાં નિવૃત ન્યાયમૂર્તિ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને UCC સમિતિની બેઠક મળી

સમાન સિવિલ કોડ અંગે મંતવ્યો રજૂ કરવા ઓનલાઇન પોર્ટલhttp://uccgujarat.in લોન્ચ લોકોનેUCC અંગે સૂચનો મોકલી આપવા સમિતિના અપીલ ધાર્મિક સંસ્થાઓ,રાજકીય પક્ષો પાસેથી મંતવ્યો મેળવાયા ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે નિવૃત ન્યાયમૂર્તિ રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને UCC સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં UCC સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતના રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પૂર્વે ગુજરાતના […]

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક

જુનાગઢ મહાપાલિકા સહિત 68 નગરપાલિકાના પ્રમુખો હોદ્દેદારોના નામ ફાયનલ કરાયા, આવતી કાલે સ્થાનિક સ્તરે નામો જાહેર કરવામાં આવશે નિરીક્ષકોના રિપોર્ટના આધારે નામોની ચર્ચા કરવામાં આવી ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જુનાગઢ મ્યુનિ.કોર્પોરેશનના મેયર સહિત પદાધિકારીઓ તેમજ 68 […]

ગાંધીનગર ખાતે IITE ના સાતમા પદવીદાન સમારોહમાં 3010 વિદ્યાર્થીઓને પદવી એનાયત

વિકસીત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છેઃ પાનસેરિયા કર્મયોગી શિક્ષક જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે વિદ્યાર્થીના જીવન ઘડતરના પાયામાં શિક્ષક દ્વારા અપાયેલું જ્ઞાન છે ગાંધીનગરઃ  શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને  ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન- IITEનો  સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં IITEના 3010  વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે […]

ગાંધીનગરમાં મ્યુનિ.કોર્પોરેશન ઢોર પકડ પાર્ટીના બંદોબસ્ત માટે એક કરોડ ખર્ચશે

ઢોર પકડ પાર્ટીની સુરક્ષા માટે એસઆરપીનો બંદોબસ્ત લેવાશે મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ ખર્ચની મંજુરી આપી બે વર્ષમાં બંદોબસ્ત પાછળ રૂપિયા એક કરોડનો ખર્ચ કરાશે ગાંધીનગરઃ શહેરમાં રખડતા ઢોર પકડતા મ્યુનિના કર્મચારીઓ પર માલધારીઓ દ્વારા હુમલાના બનાવો બનતા હોય છે. દર વખતે ઢોર પકડ પાર્ટીને પોલીસ રક્ષણ આપવામાં આવતું હોય છે. હવે એસઆરપીના જવાનોની મદદ લેવામાં આવશે. […]

ગાંધીનગરમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર બે લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા

એએસઆઈ નાણાકીય ગેરરીતિની અરજીની તપાસ કરી રહ્યા હતા ફરિયાદીને હેરાન ન કરવા અને ગુનોં દાખલ ન કરવા લાંચ માગી હતી એસીબીની ટ્રેપમાં ASI અશોક ચૌધરી રંગેહાથ પકડાયા ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચ માગવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક કેસ નોંધાયો છે. શહેરના સેકટર – 7 પોલીસ મથકના આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અશોક બેચરભાઇ ચૌધરીને અરજીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code