1. Home
  2. Tag "Geopolitics"

પરિવાર, સમાજ અને વૈશ્વિક વ્યવસ્થા પર સંવાદને પ્રોત્સાહન સાથે ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’નું સમાપન

મુંબઈ, 23 જાન્યુઆરી, 2026: Vasudhaiva Kutumbakam Ki Aur 4.0 વિદેશ મંત્રાલયના સમર્થન સાથે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજિત ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’ કોન્ક્લેવ અને પ્રદર્શનનું યાદગાર સમાપન થયું છે. આ કોન્ક્લેવ તેમજ તેની સાથે યોજાયેલા જ્ઞાનવર્ધક પ્રદર્શને હજારો મુલાકાતીઓ પર કાયમી પ્રભાવ છોડ્યો છે. જ્યોત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પહેલ અંતર્ગત નીતિ નિર્ધારકો, ન્યાયશાસ્ત્રીઓ, […]

ટેકનોલોજીના યુગમાં ભારતની ગુપ્તચર પ્રણાલીમાં મોટા ફેરફારો અનિવાર્ય: ORF રિપોર્ટ

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: ભૂ-રાજકીય અસ્થિરતા અને ઝડપથી બદલાતી ટેકનોલોજીના કારણે વિશ્વની ગુપ્તચર વ્યવસ્થા હાલમાં પરિવર્તનના મોટા તબક્કામાંથી પસાર થઈ રહી છે. આવા સમયે ભારત માટે પોતાની ગુપ્તચર ક્ષમતાઓને વધુ મજબૂત અને આધુનિક બનાવવી અત્યંત આવશ્યક છે. ‘ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન’ (ORF) ના તાજેતરના રિપોર્ટ ‘સ્વોર્ડ્સ એન્ડ શીલ્ડ્સ: નેવિગેટિંગ ધ મોડર્ન ઇન્ટેલિજન્સ લેન્ડસ્કેપ’ માં આ […]

ટ્રમ્પનું ઈરાનને અલ્ટીમેટમ: નિર્દોષો પર બળપ્રયોગ કર્યો તો ખેર નથી

વોશિંગ્ટન, 10 જાન્યુઆરી 2026: ઈરાનમાં સર્વોચ્ચ નેતા ખામેનેઈના શાસન વિરુદ્ધ છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આ કટોકટી વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સરકારને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો પ્રદર્શનકારીઓને દબાવવા માટે હિંસાનો આશરો લેવામાં આવશે, તો અમેરિકા શાંત બેસી […]

ભારત હવે ફરીથી વેનેઝુએલા પાસેથી કાચું તેલ ખરીદી શકશે: અમેરિકા

નવી દિલ્હી 09 જાન્યુઆરી 2026: ભારતની ઉર્જા સુરક્ષા (Energy Security) માટે આંતરરાષ્ટ્રીય સ્તરેથી એક ખૂબ જ મોટા અને વ્યૂહાત્મક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ભારત હવે ફરીથી વેનેઝુએલા પાસેથી કાચું તેલ (Crude Oil) ખરીદી શકશે. જોકે, આ વખતે આ સોદો સીધો નહીં, પરંતુ અમેરિકાના કડક ‘કંટ્રોલ્ડ ફ્રેમવર્ક’ […]

પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં સુરક્ષાદળો ઉપર હુમલો, 12 જવાનોના મોત

બલૂચિસ્તાનમાં આઝાદીની માંગ કરી રહેલા બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેના પર ફરી એકવાર મોટો હુમલો કરી ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે. BLA ના પ્રવક્તા ઝૈદ બલૂચે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, અલગ-અલગ વિસ્તારોમાં થયેલી હિંસક અથડામણોમાં પાકિસ્તાની સેનાના 12 સૈનિકો માર્યા ગયા છે. આ ઓપરેશન દરમિયાન BLA એ પંજગુર શહેરમાં […]

રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 4-5 ડિસેમ્બરે ભારત આવશે

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ભારત પ્રવાસની તારીખો નિશ્ચિત થઈ ગઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, પુતિન 4 અને 5 ડિસેમ્બરના રોજ ભારતના ઔપચારિક પ્રવાસે આવશે. આ દરમ્યાન તેઓ 23મી ભારત–રશિયા વાર્ષિક શિખર બેઠક (Annual Summit)માં હાજરી આપશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, પુતિન 4 ડિસેમ્બરે ભારતમાં આવશે અને એ જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

ભૌગોલિક રાજનીતિમાં સેમિકન્ડક્ટર મહત્વની ભૂમિકા ભજવશેઃ ડો.એસ.જયશંકર

નવી દિલ્હીઃ સેમિકન્ડક્ટર સેક્ટરના મહત્વને વર્ણવતા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, આવનારા સમયમાં જિયોપોલિટિક્સમાં દેશોના સમીકરણોમાં સેમિકન્ડક્ટરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. નવી દિલ્હીમાં ભારત-જાપાન ફોરમના ઉદ્ઘાટન સત્રમાં વિદેશ મંત્રીએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ‘જાપાન આજે તેના સેમિકન્ડક્ટર સેક્ટરને પુનર્જીવિત કરી રહ્યું છે અને ભારત પણ લાંબા સમયની […]

જીઑપૉલિટિક્સ અને વિશ્વમંચ પર ભારતની ભૂમિકા

(સ્પર્શ હાર્દિક) જીઑપૉલિટિક્સનો અર્થ શબ્દકોશમાં આ મુજબ છે – કોઈ દેશની ભૌગોલિક પરિસ્થિતિને લીધે નક્કી થતું રાજકારણ. પોતાનામાં અનેક વિષયો સમાવી લેતા જીઑપૉલિટિક્સના અભ્યાસમાં રાજકારણ ઉપરાંત જે-તે રાષ્ટ્ર કે પ્રાંતની ભૂગોળ, એના સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણની સમજ પણ આવશ્યક છે. માટે આ વિષયમાં રસ લેવાનું શરૂ કરનારની સમજશક્તિ પણ એ બધા વિષયોમાં સારી એવી વિકસે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code