1. Home
  2. Tag "Gift city"

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડને GIFT સિટી ખાતે ઓફ-કેમ્પસ સેન્ટર સ્થાપવાની મંજૂરી મળી

નવી દિલ્હીઃ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT) નવી દિલ્હીના કેમ્પસ બહારના કેન્દ્રની સ્થાપનાને મંજૂરી આપી છે. આ કેન્દ્રની સ્થાપના UGC (ઇન્સ્ટિટ્યુશન્સ ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીઝ) રેગ્યુલેશન્સ, 2023 મુજબ કરવામાં આવશે. જાન્યુઆરી 2025માં જારી કરાયેલા લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI)માં નિર્ધારિત શરતોનું IIFT દ્વારા સફળતાપૂર્વક પાલન […]

ગિફ્ટ સિટીમાં ‘ભારતીય નવીનતા ઇકોસિસ્ટમમાં સહસંયોજનનું નિર્માણ’ વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન

ગાંધીનગરઃ ભારતના નવીનતા ક્ષેત્રને મજબૂત બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલ તરીકે, 22 માર્ચ 2025ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત GIFT સિટી ખાતે “ભારતીય નવીનતા ઇકોસિસ્ટમમાં સિનર્જીનું નિર્માણ” વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પરિષદનું આયોજન નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), DST, […]

ગિફ્ટ સિટી ભારતના ઉડ્ડયન ક્ષેત્રને સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લીઝિંગ હબ વિકસાવવા માટે વધુ આત્મવિશ્વાસ, પ્રતિબદ્ધતા, જોડાણ આપશે: નાગરિક ઉડ્ડયન મંત્રી

ગાંધીનગરઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઇસીસીઆઇ) સાથે સંયુક્તપણે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (આઇએફએસસીએ)ના સાથસહકારથી ગુજરાતના ગાંધીનગરમાં બીજી “ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ”નું આયોજન કર્યું હતું. ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામ મોહન નાયડુ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું […]

ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

PMના દૂરોગામી વિઝનથી શરૂ થયેલું ગિફ્ટ સિટી વિશ્વભરના ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું, ઇન્ટરનેશનલ એક્સચેન્જના નવા લોન્ચિંગથી વૈશ્વિક રોકાણકારોને સરળતા થશે, ગિફ્ટ સિટીમાં બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટ પણ સંચાલન  ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્સ ઓપરેશન્સનો બેલ રિંગીંગ સેરિમનીથી પ્રારંભ કરાવ્યો હતો. ગિફ્ટસિટીમાં બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ […]

ગુજરાતના GIFT સિટીમાં પેટા કંપની સ્થાપવા માટે RECને RBIની મંજૂરી

અમદાવાદઃ REC લિમિટેડને ગુજરાતનાં ગિફ્ટ સિટીમાં તેની પેટાકંપની સ્થાપવા માટે RBIની મંજૂરી મળી ગઈ છે. સરકારી માલિકીની REC લિમિટેડે કંપનીએ જણાવ્યું કે, તેને ગુજરાતનાં ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં સહાયક કંપની સ્થાપવા માટે RBIની મંજૂરી મળી ગઈ છે.  આ એકમ REC માટે નવી વ્યવસાયિક તકો ઉભી કરશે. આ ઉપરાંત દેશના ઉર્જા ક્ષેત્રના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. […]

IREDAની GIFT સિટી ઓફિસ ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે

અમદાવાદઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (આઈઆરઈડીએ)એ ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં ઓફિસ ખોલી છે, જે વિદેશી ચલણમાં ધિરાણ વિકલ્પો પ્રદાન કરવામાં નિષ્ણાત હશે. જેનાથી કુદરતી હેજિંગને સુવિધા મળશે અને ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ માટે ધિરાણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે. 17 એપ્રિલ, 2024ના રોજ અબુ ધાબીમાં વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ 2024 ખાતે આયોજિત […]

અમદાવાદઃ મેટ્રો રેલના ફેઝ-2નું કામ વધારે તેજ કરાયું, એપ્રિલમાં ટ્રાયલ રનનું આયોજન

અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલના ફેઝ-2નું કામ હાલ પુરઝડપે ચાલી રહ્યું છે અમદાવાદના સાબરમતીથી ગાંધીનગરના ગીફ્ટ સિટી સુધીના રૂટની કામગીરી ચાલી રહી છે અને આગમી દિવસોમાં તેને પૂર્ણ કર્યા બાદ આ રૂટ ઉપર આવતા વર્ષના એપ્રિલ મહિનાથી ટ્રાપલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદથી ગીફ્ટસિટી સુધી મેટ્રો રેલ દોડતી થઈ જતા અમદાવાદથી ગાંધીનગર જવામાં વધારે સરળતા […]

ભારત-ઓસ્ટ્રેલિયાના દ્વિપક્ષીય સંબંધો અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો લાભ ગુજરાતને મળશે : મુખ્યમંત્રી

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ એમપી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીના સર્વપ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સ્થપાવા જઈ રહ્યું છે. ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાના મજબૂત શૈક્ષણિક સબંધોની ઉજવણી માટે અમદાવાદ ખાતે આજે ઓસ્ટ્રેલિયાના PM, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું […]

ગિફ્ટ સિટીઃ ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટીને બ્રાન્ચ કેમ્પસ સ્થાપવાની મંજુરી મળી

અમદાવાદઃ ડીકિન યુનિવર્સિટી, જે ઑસ્ટ્રેલિયાની પ્રીમિયર યુનિવર્સિટી છે, તે GIFT-IFSC, GIFT સિટી, ગુજરાતમાં ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ (IBC) સ્થાપવા માટે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) ની મંજૂરી મેળવનારી 1લી વિદેશી યુનિવર્સિટી બની છે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2022-23માં જાહેરાત કરી હતી કે, “વિશ્વ વર્ગની વિદેશી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને GIFT […]

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી, ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર સ્થપાશે

ગાંધીનગરઃ કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે બજેટમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી અને ઈન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર સ્થાપવાની જાહેરાત ગિફ્ટસિટી હવે વૈશ્વિક ઓળખ બની જશે. વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાંથી ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે. ગિફ્ટ સિટી એક ફાઇનાન્સ ટેક સિટી તરીકેની ઓળખની સાથે હવે અભ્યાસના કેન્દ્ર પણ ગિફ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code