1. Home
  2. Tag "Giftcity"

ગિફ્ટસિટી ખાતે પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ યોજાશે, બોલીવુડના કલાકારો ગુજરાતના મહેમાન બનશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રથમવાર ગિફ્ટસિટી ખાતે ફિલ્મફેર એવોર્ડ 2024 યોજાશે. બોલીવુડના ખ્યાતનામ કલાકારો ગુજરાતના મહેમાન બનશે અને ફિલ્મફેર એવોર્ડમાં ભાગ લેશે. ગુજરાત પ્રવાસન વિભાગના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઇવેન્ટની શરૂઆત આજરોજ મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરથી થશે, જેમાં ગુજરાત ટુરિઝમની કર્ટેન રેઝર સેરેમની થશે. તેમાં ટેકનિકલ એવોર્ડ જીતનારા કલાકરોને ફિલ્મ ફેર એવોર્ડથી સન્માનિત […]

PM મોદીએ ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફીનટેક લીડરશીપ ફોરમમાં ઉદ્યોગપતિઓને બે કલાક સાંભળ્યાં

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ભાગરૂપે 10 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લીધો હતો. આ ફોરમમાં  મુકેશ અંબાણી,  સંજય મલ્હોત્રા,  લક્ષ્મી મિત્તલ સહિત વિશ્વની 26 અગ્રણી ફીનટેક કંપનીઓના ચેરમેન તેમજ સીઈઓએ ભાગ  લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિનટેક કંપનીના પ્રમુખો પાસેથી ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય […]

ગાંધીનગરના ગિફ્ટસિટીમાં દારૂની છૂટ, અધિકૃત કર્મચારીઓ, મુલાકાતીઓ માટે લેવાયો નિર્ણય

ગાંધીનગર: પાટનગરના ગિફ્ટસિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. આથી સરકારના નિર્ણય સામે વિરોધ ઊભો થયો છે. કોંગ્રેસ દ્વારા પણ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીમાં છૂટછાટ આપવાના નિર્ણયની ટીકા કરવામાં આવી છે. ગાંધીજીના ગુજરાતમાં 1961થી દારૂબંધી છે. છતાં પણ રોજ-બરોજ લાખો-કરોડો રૂપિયાનો […]

ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવવા ગુજરાત મહત્તમ પ્રદાન આપશેઃ CM

ગાંધીનગરઃ  Ctrlsનું નવીન ‘ડેટા સેન્ટર’ ગુજરાતની ડિજિટલ ઈકોનોમીને વધુ પ્રોત્સાહિત કરી અન્ય કંપનીઓને આ ક્ષેત્રે રોકાણ માટે પ્રેરણા આપશે.વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત ઝડપી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બન્યું છે ત્યારે તેમના વડાપ્રધાન તરીકે આગામી વર્ષ 2024થી ત્રીજા કાર્યકાળમાં ભારતને વિશ્વને ત્રીજી  સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવાના લક્ષ્યાંકને સાકાર કરવામાં ગુજરાત મહત્તમ પ્રદાન […]

ગિફ્ટસિટીમાં નાણાકીય ક્ષેત્રના નિયમનકારોને પ્રોત્સાહન આપવા કેન્દ્રિય નાણામંત્રીની હિમાયત

ગાંધીનગરઃ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં શનિવારે ગિફટ સિટી, ગાંધીનગરમાં ભારતનાં પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (આઇએફએસસી)નાં વિકાસ અને વૃદ્ધિ પર નાણાં મંત્રાલય અને કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયનાં સચિવોની ટીમ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાત રાજ્ય સરકારના સહયોગથી GIFTCL દ્વારા આયોજિત આ મુલાકાતમાં ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી […]

ગાંધીનગરના ગિફ્ટસિટી વિસ્તારમાં રોડ-રસ્તાઓને રિસરફેસ અને નવા બનાવવા 26 કરોડ ખર્ચાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરની ઓળખસમાં ગિફ્ટ સિટીમાં 26 કરોડના ખર્ચે નવા રોડ બનાવવાની સાથે હયાત રોડના રિસર્ફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. ગિફ્ટ સિટીમાં નવા-નવા એકમોની એન્ટ્રી થવાની સાથે પરિવહનની સરળતા અને ઝડપ બન્ને જળવાઇ રહે તેના માટે ગિફ્ટ એસઇઝેડ લિમીટેડ દ્વારા સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં રોડ નેટવર્કને સમૃદ્ધ કરવા અને વિકસાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના […]

ગાંધીનગરના ગિફ્ટસિટીમાં 1લી ઓક્ટોબરથી બુલિયન એક્સચેન્જનો પ્રારંભ, સોનાનું ટ્રેડિંગ થશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર ઓથોરિટીના સ્થાપના દિવસ પહેલી ઓક્ટોબરથી ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થઇ રહ્યું છે. આ એક્સચેન્જને ભારતમાં સોનાની આયાત માટેનો મોટો એન્ટ્રી ગેટ માનવામાં આવી રહ્યો છે. દેશમાં સોનાનો ઉપયોગ સૌથી વધુ છે, તેથી આ એક્સચેન્જને મોટું પગલું કહેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીપદે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code