અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટના ટોઈલેટમાંથી 4.26 કરોડનું સોનું જપ્ત કરાયું
અમદાવાદ, 13 જૂન 2026: અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી અમદાવાદ આવેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાંથી કસ્ટમ્સ અધિકારીઓએ રૂપિયા 4,26,89,325ની કિંમતનું વિદેશી મૂળનું સોનું ઝડપી પાડ્યું છે. દાણચોરોએ કસ્ટમ્સની નજરમાંથી બચવા માટે સોનાને વિમાનની અંદર અત્યંત શાતિર રીતે છુપાવ્યું હતું. કસ્ટમ્સ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, […]


