1. Home
  2. Tag "Government of India"

ભારત સરકારે હિઝ્બ ઉત તહરિર નામના સંગઠનને આતંકી સંગઠન જાહેર કરી પ્રતિબંધ ફરમાવ્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં સક્રિય હિઝ્બ ઉત તહરિર નામના સંગઠન સામે ભારત સરકારે આકરી કાર્યવાહી કરવાની સાથે તેના પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ગૃહ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને હિઝ્બ ઉત તહરિરને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સંગઠન દેશમાં તમામ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને નવા યુવાનોને […]

‘ગરવી-ગુર્જરી’ને ભારત સરકારનું ટ્રેડમાર્ક બ્રાન્ડ પ્રમાણપત્ર મળ્યું

અમદાવાદઃ રાજ્ય સરકારે હાથશાળ તથા હસ્તકલા ક્ષેત્રે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.  ગજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. (GSHHDC)ને ભારત સરકાર તરફથી તેની બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’ માટે ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. નિગમે તેની બ્રાન્ડ તરીકે પ્રસિદ્ધ “ગરવી ગુર્જરી” માટે ટ્રેડમાર્ક પ્રમાણપત્ર મેળવીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.  ઉલ્લેખનીય છે કે, […]

બાંગ્લાદેશની પરિસ્થિતિ ઉપર ભારત સરકાર સતત નજર

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલને લઈને તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિની આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં એ […]

કાર્ગિસ્તાનમાં હિંસાઃ 3 પાકિસ્તાની વિદ્યાર્થીના મોતથી ભારત સરકાર બની એલર્ટ, ભારતીય નાગરિકોને બહાર ન નીકળવાની અપીલ

નવી દિલ્હીઃ કાર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં પણ પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોતને પગલે ભારત સરકાર પણ સાબદી બની છે, ભારત સરકાર દ્વારા હાલ બિશ્કેકની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ અહીં અભ્યાસ કરતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવાની સાથે એમ્બેસીના સતત સંપર્કમાં રહેવાની […]

ઈલેક્ટ્રીક વાહનોને લઈને સરકારે ટાસ્ક ફોર્સની રચનાની પ્રક્રિયા શરૂ કરી

નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાના પ્રયાસરૂપે, ભારત સરકારે ટાસ્ક ફોર્સની રચના કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જે ઉદ્યોગ માટે રોડમેપ તૈયાર કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય (MHI) એ પ્રક્રિયા શરૂ કરવા માટે વાહન ઉત્પાદકોને પત્ર મોકલ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, MHI આ […]

ઘરે બેઠા-બેઠા થશે ચોરી સહિતના ગુનાની પોલીસ ફરિયાદ, જાણો કેવી રીતે

ડિજીટાઈશને પ્રોત્સાહન આપનારી ભારત સરકારે ડિજિટલ પોલીસની સુવિધા પણ આપી છે પરંતુ બહુ ઓછા લોકો તેનાથી માહિતગાર છે. તમારી વચ્ચે એવા ઘણા લોકો હશે જેમને ડિજિટલ પોલીસ વિશે કોઈ જાણકારી નહીં હોય, પરંતુ તમને નવાઈ લાગશે કે ડિજિટલ પોલીસ સાઇટની શરૂઆત વર્ષ 2017માં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા ગૃહ મંત્રાલયના સહયોગથી કરાઈ હતી. આ […]

ભારત સરકારે નેપાળને 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસો ભેટમાં આપી

નવી દિલ્હીઃ ભારત સરકારે નેપાળના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અને આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતી વિવિધ સંસ્થાઓને અનુક્રમે 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસો ભેટમાં આપી. નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવ દ્વારા નેપાળ સરકારના નાણામંત્રી વર્ષા માન પુનની હાજરીમાં વાહનોની ચાવીઓ સોંપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓની નગરપાલિકાઓ અને ગ્રામીણ નગરપાલિકાઓના મેયર અને અધ્યક્ષો […]

કાશ્મીરમાં સક્રિય તહરીક-એ-હુરિયત ઉપર પ્રતિબંધના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન નારાજ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય તહરીક એ હુરિયત સંગઠન ઉપર ભારત સરકારે પ્રતિબંધ ફરમાવતા પાકિસ્તાનના પેટમાં ચુક ઉપડી છે. તહરીક એ હુરિયત સંગઠન પાકિસ્તાનના વિશ્વાસુ મનાતા સૈયદ અલી શાહ ગિલાનીનું છે. ભારતીય ગૃહ મંત્રાલયે યુએપીએ હેઠળ આ સંગઠન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. વર્ષ 2018 બાદ કાશ્મીરમાં આ એવુ આઠમું સંગઠન છે તેની ઉપર કેન્દ્ર સરકારે પ્રતિબંધ […]

ગાંધીનગર: ભારત સરકાર, ગુજરાત સરકાર, માઇક્રોન તથા ICICI બેંક વચ્ચે ટ્રસ્ટ એન્‍ડ રિટેન્‍શન એગ્રીમેન્‍ટ

અમદાવાદઃ સેમિકન્‍ડક્ટર સેક્ટરની મોટી અને અગ્રગણ્ય માઇક્રોન કંપનીના સાણંદ સેમિકન્‍ડક્ટર પ્લાન્ટની ગતિવિધિઓને વધુ ઝડપી બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે TRA (ટ્રસ્ટ એન્‍ડ રિટેન્‍શન એગ્રીમેન્‍ટ) કરવામાં આવ્યા હતા. આ એગ્રીમેન્ટ અંતર્ગત માઇક્રોનને પ્લાન્ટ કાર્યરત કરવા જરૂરી સહયોગ તેમજ નાણાં સહાય અને કેન્દ્ર-રાજ્ય સરકાર સાથેના વિભાગોની પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવામાં ગુજરાત સરકારનો સાયન્સ એન્‍ડ ટેકનોલોજી વિભાગ, […]

ચીનમાં બાળકોમાં H9N2 ના કેસો અને શ્વસન બિમારીના ક્લસ્ટરોની પરિસ્થિતિ ઉપર ભારત સરકારની સતત નજર

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ઉત્તરીય ચીનમાં બાળકોમાં H9N2 ના કેસો અને શ્વસન બિમારીના ક્લસ્ટરોના ફાટી નીકળવાના અહેવાલ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ચીનમાંથી નોંધાયેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝા કેસ તેમજ શ્વસન સંબંધી બીમારીના ક્લસ્ટરો બંનેથી ભારતને ઓછું જોખમ છે. કેટલાક મીડિયા અહેવાલોમાં ઉત્તરી ચીનમાં બાળકોમાં શ્વાસની બીમારીના કેસોના ક્લસ્ટરિંગનો સંકેત આપવામાં આવ્યો છે, જેના માટે ડબ્લ્યુએચઓએ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code