1. Home
  2. Tag "government"

માલદિવ્સના વિદેશમંત્રીએ કહ્યું તેમના મંત્રીઓ દ્વારા કરાયેલી ટિપ્પણીઓ તેમની સરકારનું વલણ નથી, કાર્યવાહી કરી છે

ભારતે ગુરુવારે માલદીવને યાદ અપાવ્યું કે તે તેના દેશના વિકાસમાં કેવી રીતે મદદ કરી રહ્યું છે. ભારતની યોજનાઓથી માલદીવના લોકોના જીવનમાં કેટલો ફાયદો થયો છે. ભારતે તેમના જીવનની ગુણવત્તામાં સીધું યોગદાન આપ્યું છે. આ માળખાકીય પ્રોજેક્ટ્સ અને સામાજિક પહેલથી લઈને તબીબી અને આરોગ્ય સુવિધાઓ સુધીની છે. આ વાત ભારતના વિદેશ મંત્રીએસ. જયશંકરેગુરુવારે નવી દિલ્હીમાં યોજાયેલી […]

સરકાર ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સમાપ્ત કરી શકે છે સબસિડી, રિપોર્ટમાં દાવો

ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સબસિડી થોડાક અઠલાડિયામાં સમાપ્ત થવાની સંભાવના છે. કેમ કે સરકાર ફાસ્ટર એડોપ્શન એન્ડ મૈન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હિકલના ત્રીજા ચરણ એટલે ફેમ3ને લાગૂ કરવાના મૂડમાં નથી. આ વર્ષની શરૂઆતમાં સરકારે પહેલાથી સબસિડી ઓછી કરી દીધી છે. જેના લીધે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગમાં ઘટાડો થયો હતો. માંગ હવે સ્થિર થઈ રહી હોવાનું જણાય છે, જેના […]

આ લોન એપથી રહો દૂર, બની શકો છો ઠગાઈનો ભોગ, સરકારે આપી ચેતવણી

નવી દિલ્હીઃ સાઈબર દોસ્તએ એક્સ પર એક પોસ્ટ કરતા કહ્યુ કે ફિન સ્કોર ક્રેડિટ સ્કોર મેનેજર એપથી દૂર રહો. આ એક ફર્જી એપ છે અને તેમાં વિદેશી નિવેશની સંભાવના છે. આ એપથઈ કોઈપણ પ્રકારની લોન ના લેવી અને ના ક્રેડિક સ્કોર ચેક કરાવો. ભારતમાં નકલી ઇન્સ્ટન્ટ લોન એપ્સનું માર્કેટ પૂરૂ થતું નથી. નકલી લોન એપ્સને […]

ચોરી ના થઈ જાય ફોનનો તમામ ડેટા, ખતરામાં કરોડો યુઝર્સ, સરકારે કહ્યું- તરત કરો આ કામ

ગુગલ ક્રોમનો ઉપયોગ કરતા કરોડો લોકો ખતરામાં છે. ભરત સરકારે તેને લઈ ચેતવણી કરી છે. કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમએ ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરના કેટલાક વર્ઝનમાં જોવા મળેલી સુરક્ષા ખામીઓને લઈને ચેતવણી આપી છે. હેકર્સ આ કમજોરીઓનો ફાયદો ઉઠાવી તમારી સિસ્ટમનો ડેટા નિકાળી શકે છે. આ ડેટામાં લોગીન ક્રેડેશિયલ અને ફાઈનેંશિયલ ડિટેલ્સનો સમાવેશ થાય છે. WINDOWS […]

સંદેશખાલી કેસમાં CBIના રિપોર્ટની હાઈકોર્ટે કરી સમીક્ષા, સરકારને તપાસમાં સહયોગ કરવા નિર્દેશ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપી હતી. હવે સીબીઆઈએ તપાસનો પ્રાથમિક અહેવાલ હાઈકોર્ટમાં સુપરત કર્યો છે, જેના પર કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે. ચીફ જસ્ટિસ ટીએસ શિવગન્નમ અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્ય સાથે સીબીઆઈ રિપોર્ટની સમીક્ષા કરી […]

ગેરકાયદે સટ્ટાબાજી અને ગેમ્બલીંગ એપ્સથી સરકારને વર્ષે 20 હજાર કરોડથી વધુનું નુકશાન

નવી દિલ્હીઃ સરકારી તિજોરીને ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગારમાં સંડોવાયેલી વિદેશી કંપનીઓ પાસેથી ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના રૂપમાં દર વર્ષે 2.5 બિલિયન ડોલર (રૂ. 20,897.08 કરોડ)નું મોટું નુકસાન થઈ રહ્યું છે. ગેમિંગ ઈન્ડસ્ટ્રી બોડી ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશન (AIGF) એ આવા ગેરકાયદે વિદેશી પ્લેટફોર્મ પર અંકુશ લાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ […]

હાથ પર હાથ રાખીને બેસી શકીએ નહીં, સરકારના ક્યાં કામથી નારાજ છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી. આર. ગવઈ?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ અને કોલેજિયમમમાં સામેલ જસ્ટિસ બીઆર ગવઈએ શુક્રવારે કહ્યુ છે કે સરકારની નીતિઓની સમીક્ષા કરવામાં અદાલતની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેવામાં જો કાર્યપાલિકા પોતાના કર્તવ્યોનું પાલન કરવામાં નિષ્ફળ રહે છે, તો અદાલત હાથ પર હાથ રાખીને બેસી શકે નહીં. જસ્ટિસ ગવઈએ હાર્વર્ડ સ્કૂલમાં આયોજીત એક સભામાં પોતાના સંબોધનમાં આ વાત […]

સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે રવિવારે વાટાઘાટોનો નવો રાઉન્ડ યોજાશે

નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું છે કે ખાતર, પાણી, MSP, બેંકો પાસેથી લોન અને વળતરના સંદર્ભમાં નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં જેટલું કર્યું છે તેનાથી વધુ કોઈ સરકારે ખેડૂતો માટે કર્યું નથી. દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે ખેડૂતોના સંગઠનોને વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું […]

પીએમ મોદીએ ભાજપના અધિકારીઓને આપ્યો મંત્ર,સરકારના કામને લોકો સુધી લઈ જવાનો આપ્યો સંદેશ

દિલ્હી:આગામી વર્ષની લોકસભા માટે કાર્યક્રમોની રૂપરેખા અને સંગઠનાત્મક તૈયારીઓની સમીક્ષા કરવા માટે શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બે દિવસીય બેઠક શરૂ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંધ બારણે બેઠકને સંબોધી હતી. પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ બેઠકમાં શું કહ્યું તે અંગે પાર્ટી દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ સૂત્રોએ જણાવ્યું કે,પાર્ટીના […]

સરકારના સહકારથી યુવા શક્તિ વિકસિત ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code