1. Home
  2. Tag "government"

ગુજરાતમાં મિલ્કતોના પારિવારિક વિવાદોમાં હવે સરકાર મધ્યસ્થીની ભૂમિકા નિભાવશે

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોના તમામ પ્રકારના કૌટુંબિક વિવાદોનું સુખમય નિરાકરણ આવે અને કોર્ટ કચેરી ના ધક્કા બચે તે હેતુથી રાજ્યના તમામ જિલ્લા અને તમામ તાલુકા કક્ષાએ 7 સભ્યોની કમિટીને કૌટુંબિક વિવાદોનો સુખદ ઉકેલ લાવશે. આ અંગે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં 2 કરોડની જોગવાઈ સાથે સમજણનું સરનામું […]

નાના ભૂલકોને જ્ઞાન સાથે ગમ્મત કરી શકે તેવા ચિત્રો-ચાર્ટ સાથે ઉભી કરાઈ સ્માર્ટ આંગણવાડીઓ

અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણમાં સુધારા માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ઉંચી ફી વસુલતી ખાનગી શાળાઓ છોડીને લાખો વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો છે. આ ઉપરાંત આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને સુંદર વાતાવરણ મળી રહે તે માટે સ્માર્રટ આંગણવાડી કેન્દ્રો ઉભા કરવામાં આવી રહ્યાં છે. જૂનાગઢના ભેંસાણ અને વિસાવદરમાં […]

સરકારે 500 કરોડની સહાય જાહેર કરી પણ ફદીયું ય આપ્યું નથી, ગૌ શાળા, પાંજરાપોળની હાલત કફોડી

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ ઘાસચારા અને પાણીની તંગીમાં આંકરો ઉનાળો પસાર કર્યો છે. સરકારે મહિનાઓ પહેલા પાંજરોપોળ અને ગૌશાળાઓ માટે રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરી હતી. પણ આજસુધી સરકારે ફદીયું પણ આપ્યું નથી. બીજુબાજુ સરકારે સહાય જાહેર કર્યા બાદ પાંજરોપોળો અને ગૌ શાળાઓને દાનવીરો દ્વારા મળતું ડોનેશન પણ બંધ થઈ ગયું […]

સરકાર સાથે ટ્વિટરનો પંગો: કંપની પહોંચી કોર્ટમાં,કહ્યું 1400 એકાઉન્ટ અને 175 ટ્વિટ દૂર કરવાનો આદેશ ‘ખોટો’ બતાવ્યો

સરકાર સાથે ટ્વિટરનો પંગો કંપની પહોંચી કોર્ટમાં કહ્યું 1400 એકાઉન્ટ અને 175 ટ્વિટ દૂર કરવાનો આદેશ ‘ખોટો’ બતાવ્યો સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે તેના પ્લેટફોર્મ પરથી વાંધાજનક સામગ્રી હટાવવાના ભારત સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે.એવી જાણકારી સામે આવી છે કે,ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ ફેબ્રુઆરી 2021 અને 2022 વચ્ચે ટ્વિટર પર એકાઉન્ટ્સ અથવા ટ્વિટ્સને […]

ગુજરાતમાં પ્રિ-પ્રાયમરી સ્કુલ શરૂ કરવા માટે સરકારની મંજુરી લેવી પડશે, ફી પણ સરકાર નક્કી કરશે

અમદાવાદઃ રાજ્યમાં પ્રિ-પ્રાયમરી સ્કુલો મંજુરી વિના આડેધડ ચાલી રહી છે. જુનિયર અને સિનિયર કેજીમાં તો મનમાની ફી વસુલ કરવામાં આવતી હોય છે. તેમજ સરકારના નિયમોનું પાલન કરવામાં આવતુ નથી. ત્યારે હવે  ન્યુ એજ્યુકેશન પોલીસી લાગુ કરવાના ભાગ રૂપે પ્રી-પ્રાઈમરી સ્કૂલોના નિયમન અને મંજૂરી માટે સમગ્ર રાજ્યમાં પ્રી-સ્કૂલ રેગ્યુલેટરી ઓથોરિટી અમલી કરાશે. આવનારા સમયમાં સ્કૂલોની માફક […]

3 શહેરની ખાનગી સોસાયટીઓમાં વિકાસ કાર્યો માટે સરકારની કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી

અમદાવાદઃ રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નગરજનોને પોતાના રહેણાકની ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી વિવિધ કામો હાથ ધરવા રાજ્ય સરકાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નાણાંની ફાળવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને આ યોજના અંતર્ગત રૂ. 5.62 કરોડની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ અંગેની […]

ઘઉંના નિકાસની પ્રતિબંધના નોટીફિકેશનમાં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપી

નવી દિલ્હીઃ સરકારે ઘઉંની નિકાસને પ્રતિબંધિત કરવા અંગેના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT), ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા જારી કરાયેલા તેના 13મી મેના આદેશમાં થોડી છૂટછાટ જાહેર કરી છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં પણ ઘઉંના કન્સાઈનમેન્ટને તપાસ માટે કસ્ટમ્સને સોંપવામાં આવ્યા છે અને 13 મે 2022ના રોજ અથવા તે પહેલાં તેમની સિસ્ટમમાં […]

સરકારમાં તાકાત તો તાજમહેલને મંદિર બનાવી બતાવે : મહેબુબા મુફતીની ગર્ભીત ધમકી

નવી દિલ્હીઃ આગ્રામાં તાજમહેલને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકરી રહ્યો છે અને આ વિવાદમાં હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મબેબૂબા મુફતીએ ઝુકાવ્યું છે અને ભાજપ સરકાર અને હિન્દુ સંગઠનોને ગર્ભીત ધમકી આપતા કહ્યું કે, જો તમારામાં હિંમત હોય તો તાજમહેલને મંદિર બનાવીને બતાવો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેબુબા મુફતીએ ભાજપ સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવી […]

નવી દિલ્હીઃ વિકલાંગ બાળકને ફ્લાઈટમાં ન બેસાડવા મુદ્દે સરકારે નારાજગી વ્યક્ત કરી, તપાસના આદેશ

નવી દિલ્હીઃ ખાનગી એરલાઈનના કર્મચારીઓએ રાંચી એરપોર્ટ પર એક વિકલાંગ બાળકને પ્લેનમાં બેસતા અટકાવ્યો હતો. એરલાઈન્સએ બચાવ કરતા કહ્યું હતું કે, બાળક પ્લેનમાં મુસાફરી કરતા નર્વસ હતો. આ ઘટના સામે આવ્યા બાદ એવિએશન રેગ્યુલેટર DGCAએ આ મામલે તપાસ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે ગંભીર નોંધ લીધી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય […]

ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ગરમીનો પારો 50 ડીગ્રી પહોંચવાની આગાહીઃ એડવાઈઝરી જાહેર કરાઈ

નવી દિલ્‍હીઃ દેશમાં ઉનાળાના આરંભ સાથે જ ઉત્તરભારતના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરો અને નગરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન આ વર્ષે ઉત્તર ભારતના કેટલાક નગરોમાં તાપમાનનો પારો 50 ડીગ્રી ઉપર પહોંચવાનો અંદાજ છે. દેશના વિવિધ રાજ્યોમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code