1. Home
  2. Tag "government"

લો બોલો, રાજ્યની 3065 ખાનગી પ્રાથમિક શાળામાં 7098 શિક્ષકો યોગ્ય લાયકાત વિનાના !

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કૂલોમાં સંતાનોને ભણાવવામાં વાલીઓમાં ક્રેઝ વધ્યો છે. બીજી તરફ રાજ્યમાં બીલાડીની ટોપની જેમ ખાનગી શાળાઓ ખુલવા લાગી છે. દરમિયાન વિધાનસભામાં સરકારે ખાનગી પ્રાથમિક શાળાઓને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજ્યની 3065 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓમાં 7098 જેટલા શિક્ષકો યોગ્ય લાયકાત વિના ભણાવતા હતા. ગુજરાત વિધાનસભામાં એક સવાલના જવાબમાં સરકારે […]

ગુજરાતમાં બે વર્ષમાં 10 બજાર સમિતિને રૂ. 339 લાખની સહાય ચુકવાઈ

અમદાવાદઃ ગુજરાતમાં બે વર્ષના સમયગાળામાં 10 જેટલી બજાર સમિતિઓને રૂ. 339 લાખની સહાય ચુકવવામાં આવી છે. સરકારે પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વર્ષ 2020માં સાત બજાર સમિતિને સહાય ચુકવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યાં હતા. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોને બજાર સમિતિઓને સહાયને લઈને સવાલ કર્યો હતો. તેના જવાબમાં સહકાર […]

સરકારે છેલ્લા 5 વર્ષમાં જાહેર ક્ષેત્રની 6 ડિફેન્સ કંપનીઓની હિસ્સેદારી વેચી આટલા કરોડ એકત્ર કર્યા

સરકારે છેલ્લા 5 વર્ષમાં જાહેર ક્ષેત્રની 6 ડિફેન્સ કંપનીઓની હિસ્સેદારી વેચી સરકારે પોતાની હિસ્સેદારી વેચીને 26,457 કરોડ રૂપિયા એકત્ર કર્યા હિંદુસ્તાન એરેનોટિક્સ લિમિટેડમાં પોતાની હિસ્સેદારી વેચીને સરકારે 14,184.70 કરોડ રૂપિયા એકત્ર કર્યા સરકારે છેલ્લા 5 વર્ષોમાં 6 ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ એટલે કે રક્ષા જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં પોતાની હિસ્સેદારી વેચીને 26,457 કરોડ રૂપિયા એકત્ર કર્યા […]

કોરોનાનું ગ્રહણઃ ગુજરાતમાં 2200થી વધારે ઉદ્યોગો બંધ હાલતમાં !

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર પડી હોવાનું જાણવા મળે છે. જ્યારે લોકો ફરીથી બેઠા થાય તે માટે સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ગુજરાતમાં લગભગ 2203 જેટલા ઉદ્યોગો બંધ હાલતમાં હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં સૌથી વધારે 229 જેટલા ઉદ્યોગો બંધ થયાનું જાણવા મળે છે. બીજી તરફ મંદીનો સામનો કરતા ગુજરાતમાં […]

ગુજરાતમાં ખનીજ માફિયા બેફામઃ બે વર્ષમાં રૂ. 212 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યાં છે. દરમિયાન ખનીજ ચોરીનો મુદ્દો ગુજરાત વિધાનસભાની અંદર ગુંજ્યો હતો. વિપક્ષે ખનીજ ચોરી મામલે સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સરકારે જણાવ્યું હતું કે, બે વર્ષમાં રૂ. 212 કરોડની ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા બે વર્ષના સમયગાળામાં ખનીજ ચોરી ઝડપી લેવા માટે 298 જેટલા […]

સરકારનું આકરુ વલણઃ ભારતમાં સોશિયલ મીડિયાએ નિયમોનું પાલન કરવુ પડશે

દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે અને આંદોલન કરી રહ્યાં છે. આ આંદોલનમાં સોશિયલ મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. દરમિયાન સોશિયલ મીડિયા કંપનીઓને ચેતવણી આપી છે. ફેક ન્યૂઝ અને ભડકાઉ સામગ્રી શેર કરવામાં આવશે તો આવા પ્લેટફોર્મ સામે સરકાર કાર્યવાહી કરશે. કેન્દ્રના મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ટ્વિટર અને ફેસબૂક […]

ગુજરાતમાં ધો-9થી 12ના વર્ગો શરૂ થયા બાદ હવે કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટતા હવે સ્કૂલ-કોલેજોમાં વર્ગો શરૂ કરવાની દિશામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આગામી તા. 8મી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શાળા-કોલેજોમાં કોવિડ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંકટ થોડુ હળવુ થતા સરકાર દ્વારા સ્કૂલોમાં ધો-10 […]

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઈલેકટ્રીક બસ દોડાવાશે, સરકારે આપી મંજૂરી

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને ઘટાડવા માટે સરકાર દ્વારા પરિવહન માટે ઈલેક્ટ્રીક બસ દોડવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં બીઆરટીએસની ઈ-બસ માર્ગો ઉપર દોડી રહી છે. હવે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પણ ઈલેકટ્રીક બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે ઇલેકટ્રીક બસ દોડાવાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. જેથી હાલ ટ્રાયલ બેઝ પર ઇલેકટ્રીક બસ સેવા શરૂ કરવામાં […]

ભારતમાં અત્યારે લોકસભા ચૂંટણી થાય છે તો ફરી એક વખત ભાજપની સરકાર બનેઃ સર્વે

દિલ્હીઃ ખેડૂત આંદોલન અને કોરોના મહામારી જેવા પડકારોનો સામનો કરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. તેમજ જો અત્યારે દેશમાં ફરીથી લોકસભાની ચૂંટણી યોજાયતો ફરી એકવાર ભાજપની સરકાર બને. આવા તારણો એક સંસ્થા દ્વારા મૂડ ઓફ ધ નેશન પોલ પરથી સામે આવ્યાં છે. જો કે, દક્ષિણ ભારત અને મુસ્લિમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી […]

ગુજરાતમાં ધો-9 તથા 11ના વર્ગ શરૂ કરવા સરકારની વિચારણા

અમદાવાદઃ ગુજરાતમાં તા. 11મી જાન્યુઆરીથી સરકારની ગાઈડલાઈન અનુસાર ધો-10 અને ધો-12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. હવે ધો-9 અને 11ના વર્ગ પણ શરૂ કરવા માટે સરકાર વિચારી રહી છે. આ અંગે બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવે તેવી શકયતા છે. સ્કૂલો કોરોના ગાઈડલાઈન અનુસાર જ શરૂ કરવામાં આવશે. કોરોના મહામારીને પગલે નવ મહિના સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code