1. Home
  2. Tag "Govt"

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થતાં આજથી ત્રણ દિવસ ઊજવણી કરાશે

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની  સરકારનું 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. જેની ઊજવણી  શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ત્રણ  દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નવા પ્રોજેક્ટ ખાતમુહૂર્ત અને કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે. જ્યારે તમામ મંત્રીઓને જિલ્લાના વિવિધ વિસ્તારમાં મોકલીને અનેક કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. […]

ગુજરાત સરકારમાં 3.50 લાખ કર્મચારીઓની જગ્યાઓ ખાલી હોવા છતાં કેમ ભરાતી નથીઃ આપ’

અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારીનો વિકટ પ્રશ્ન છે. ત્યારે આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી પહેલા જ સરકારમાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં કેમ ભરાતી નથી એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. આપ’ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે જણાવ્યું હતું કે, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ 10 લાખ લોકોને રોજગાર આપવાની વાત કરી છે. ત્યારે ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું […]

બિસ્માર માર્ગો અને રખડતા ઢોરોના ત્રાસ મામલે હાઈકોર્ટની સરકારને ટકોર

અમદાવાદઃ રખડતા ઢોરોના ત્રાસ અને બિસ્માર માર્ગોના મુદ્દે હાઈકોર્ટમાં શરૂ થયેલી અરજીની સુનાવણીમાં સરકારે વધુ સમયની માંગણી કરી હતી. જો કે, રાજ્યની વડી અદાલતે લાંબી મુદત આપવાનો ઈન્કાર કરીને આકરી ટકોર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, ચોમાસાના લીધે રસ્તાઓની સાચી સ્થિતિ ખબર પડશે, સત્તાધીશો અસરકારક કામગીરી કરે તે પણ જરુરી છે. કેસની હકીકત અનુસાર […]

કોરોના મહામારી મુદ્દે ગ્રામીણ વિસ્તારમાં વધારે ધ્યાન આપવાની જરૂરઃ હાઈકોર્ટે કરી ટકોર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી મુદ્દે હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ હતી. જેની સુનાવણી હાથ ધરવામાં આવતા હાઈકોર્ટે રાજ્ય સરકારેને રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે વેધક સવાલ કર્યાં હતા. આ ઉપરાંત સારવાર, દવા કે ડોકટરના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધે તે ચલાવી લેવાશે નહીં તેવી હાઇકોર્ટે ટકોર કરી હતી. ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટની સુઓમોટો ઓનલાઈન સુનાવણી શરૂ કરવામાં આવી […]

ગુજરાતના ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યુ યથાવતઃ સમયમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ સતત ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રાખીને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાતના 12થી સવારના 6 કલાક સુધી હવે કર્ફ્યુનો અમલ થશે. આગામી તા. 28મી ફેબ્રુઆરી સુધી અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના કોરોના કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code