ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય વળતરના અનુદાનરૂપે રૂ. 576 કરોડની રકમ ચૂકવણીનો પ્રારંભ
સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટના અભિગમથી ગ્રામીણ વિકાસને વેગ મળ્યો, ગ્રામ પંચાયતોને સશક્ત-સમૃદ્ધ બનાવીને વિકાસમાં સહભાગી કરવાની નેમ, શ્રેષ્ઠ કામગીરી કરનારી પંચાયત સહિતની આઠ જેટલી સરકારી સંસ્થાઓનું સન્માન કરાયુ ગાંધીનગરઃમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાનરૂપે રૂ. 576 કરોડની રકમ ચૂકવણીનો પ્રારંભ રાજકોટથી કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 7 ઓક્ટોબર, 2001થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળ દાયિત્વ […]


