1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરો (VEC)ની હડતાળ છતાં સરકાર મચક આપતી નથી
ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરો (VEC)ની હડતાળ છતાં સરકાર મચક આપતી નથી

ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરો (VEC)ની હડતાળ છતાં સરકાર મચક આપતી નથી

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના ગાંમડાઓમાં ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરો (વીઈસી)ની છેલ્લા 31 દિવસથી ચાલી રહેલી અચોક્કસ મુદતની હડતાલ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઇ જ નિર્ણય નહી લેવાયો નથી.  ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે સામવાર સુધી કોઇ જ નિર્ણય લેવામાં નહી આવે તો વીસીઇ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરની ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ગ્રામ સાહસિકોને છેલ્લા 15 વર્ષથી કમિશન ઉપર રાખવામાં આવ્યા છે. જ્યારે હાલમાં ઓનલાઇન દરેક વસ્તુ મોબાઇલ ઉપર સરળતાથી મળી રહે છે. ત્યારે વીસીઇએની આવક ઉપર અસર પડી રહી છે. જ્યારે બીજી તરફ વધતી જતી મોંઘવારીના કારણે વસીઇએના પરિવારનું ગુજરાન ચલાવવું આર્થિક રીતે કપરૂ બની રહ્યું છે. ત્યારે છેલ્લા દોઢ દાયકાથી ફરજ બજાવતા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર)ને માસિક ફિક્સ 19500નું વેતન આપવાની માંગણી ઉઠવા પામી છે.

આ ઉપરાંત વીસીઇએની નોકરી સલામત નહી હોવાથી નોકરીની સલામતીની માંગણી કરી રહ્યા છે. જોકે પોતાની માંગણીઓના ઉકેલની માંગ સાથે રાજ્યભરના વીસીઇએ છેલ્લા 31 દિવસથી લડત આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે વીસીઇએ પોતાના પડતર પ્રશ્નો અંગે લડત આંદોલન ઉગ્ર બનાવવાનું મન બનાવી લીધું છે. ત્યારે રાજ્યભરના તમામ જિલ્લાના વીસીઇએના પ્રમુખ અને મંત્રીઓની સાથે બેઠક કરીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં વીસીઇએ પોતાની માંગણીઓ અંગે રાજ્ય સરકારને વધુ એક વખત લેખિત રજુઆત કરી છે. જોકે રાજ્ય સરકારે હડતાળ પર ઉતરેલા વીઈસી સામે કડક વલણ દાખવીને નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ કર્યો છે. તેની સામે નારાજગી ઊભી થઈ છે. અને આજે સોમવાર અંતિમ નિર્ણય લેવા સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code