1. Home
  2. Tag "Granted Schools"

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં હજારો જગ્યાઓ ખાલી, શાળા સંચાલકો હવે હાઈકોર્ટના શરણે જશે

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો, કર્મચારીઓ વગેરેની અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં ભરવામાં આવતી નથી. ઉપરાંત શિક્ષણ વિભાગના અધિકારીઓ ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી રહ્યા છે. ત્યારે શાળા સંચાલકોએ  ગુજરાત સરકાર સામે બાંયો ચઢાવી છે. શાળા સંચાલકોએ કહ્યું હતું કે, અમારા પડતર પ્રશ્નોનું ત્વરિત યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોના પ્રશ્નો ઉકેલવાની માગણી પણ સરકાર મચક આપતી નથી

ગાંધીનગરઃ રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોના પડતર 23 જેટલા પ્રશ્નો વણઉકેલ્યા રહ્યા હતા. જેમાં શિક્ષકોના પ્રશ્નોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવી, શાળાઓમાં તાકિદે આચાર્યોની ભરતી કરવા સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષકોના મંડળ દ્વારા અગાઉ શિક્ષણ વિભાગને અનેક વાર રજુઆતો અને આવેદનપત્ર આપવા છતાં પ્રશ્નો ઉકેલાયા નથી. આથી ગ્રાન્ટેડ માધ્યમિક અને […]

ગુજરાતમાં સરકારની અણઘડ નીતિને કારણે ગ્રાન્ટેડ શાળાઓની કફોડી સ્થતિઃ શાળા સંચાલકો

અમદાવાદઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની અણઘડ નીતિને કારણે ગ્રાન્ટેડ શાળાના સંચાલકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઘણી બધી ગ્રાન્ટેડ શાળાઓ તાળા લાગી ગયા છે. બીજીબાજુ ખાનગી શાળાઓ વધતી જાય છે. ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકો અને આચાર્યની ભરતી થતી નથી, મોટાભાગની શાળાઓ પ્રવાસી શિક્ષકોથી ચાલે છે. હાલ 20 ટકા નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે, એમાં […]

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓની સળંગ નોકરી ગણવા સ્કુલ સંચાલકોની રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં  ગ્રાન્ટેડ શાળાઓમાં નોકરી કરતા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ અનેક જગ્યાએ તૂટક તૂટક નોકરી કરી છે, તો આવા કર્મચારીઓની તૂટક નોકરી સળંગ ગણવામાં આવે તેવી શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગ સમક્ષ રજુઆત કરી છે. અને આવા કર્મચારીએની સળંગ નોકરી ગણવામાં આવે તો સ્કૂલને અનુભવી શિક્ષક અને સ્ટાફ મળી રહેશે. રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ […]

ક્યાંથી ભણશે ગુજરાત, ગ્રાન્ટેડ શાળાઓમાં 3000થી વધુ આચાર્યોની જગ્યાઓ ખાલી, CMને રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે શિક્ષણ વિભાગ છેલ્લા ઘણા સમયથી નિરસ બન્યુ છે. ગ્રાન્ટેડ શાળાઓને વર્ગ વધારવાની મંજુરી પણ આપવામાં આવતી નથી. સરકારના ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે ઓરમાયા વર્તનને લીધે હવે શાળા સંચાલકો પણ કંટાળી ગયા છે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 3000 આચાર્યોની જગ્યા ખાલી પડી છે. શિક્ષણ વિભાગ દ્વારા 5 વર્ષથી HMATની પરીક્ષા લેવામાં આવતી નથી. […]

ગુજરાતમાં ગ્રાટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓને સાતમા પગાર પંચના બાકી હપતા હજુ ચુકવાયા નથી

અમદાવાદઃ રાજ્યના ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાના વિવિધ પ્રશ્નો અંગે સરકારને રજુઆતો કરી રહ્યા છે. ગ્રાન્ટેડ શાળાના સંચાલકો પણ સરકારની નીતિરીતિથી પરેશાન છે. ઘણા સંચાલકોએ તો શાળાઓ બંધ કરવા પણ સરકારમાં અરજી કરી દીધી છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓને હજુ સાતમા પગાર પંચના બાકી હપતા ચુકવાયા નથી. આથી શિક્ષક સંઘ મહામંડળે સરકારમાં રજુઆત […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના ફિક્સ પગારના શિક્ષકોની પાંચ વર્ષની સેવાઓ સળંગ ગણાશે

ગાંધીનગરઃ રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે તે માટે શિક્ષણના તથા શિક્ષકોની સેવાઓના હિતમાં રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો લીધો છે. જેમાં ફિક્સ પગારમાં નિમણૂંક પામેલ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની પાંચ વર્ષની સેવાઓ સળંગ ગણવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વર્ષોથી પડતર એવા મોટા ભાગના તમામ પ્રશ્નનો નિકાલ લાવવાનો શિક્ષક અને વિદ્યાર્થીના […]

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધો. 11માં 4494 વર્ગખંડની ઘટ હોવાથી પ્રવેશનો પ્રશ્ન મુશ્કેલ બનશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. એટલે તમામ વિદ્યાર્થીઓ ધો.11 અને ડિપ્લોમાંના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લાયક બન્યા છે. પણ પ્રશ્ન એ ઊભો થયો છે કે, ધો10માં માસ પ્રમોશન મેળવેલા તમામ વિદ્યાર્થાઓને ધો.11 માં સમાવી કેવી રીતે શકાશે. ધોરણ 11માં પ્રવેશ માટે મુશ્કેલીઓ વધી શકે છે. શિક્ષણ વિભાગે રાજ્યની દરેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code