1. Home
  2. Tag "GST"

જૂનમાં GST રેવન્યુ કલેક્શન વધ્યું,ગયા વર્ષની સરખામણીમાં 12% નો થયો વધારો

જૂન 2023માં રેકોર્ડ GST કલેક્શન 12 ટકાના વધારા સાથે રૂ. 1.61 લાખ કરોડ 1 જુલાઈ 2017 ના રોજ લાગુ કરાયો હતો GST દિલ્હી : જૂન 2023માં રેકોર્ડ GST કલેક્શન થયું છે. નાણા મંત્રાલયે કહ્યું કે જૂન 2023માં કુલ 1,61,497 કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે. જેમાં ગયા વર્ષના જૂનની સરખામણીમાં 12 ટકાનો વધારો નોંધાયો છે. […]

મે 2023 માટે રુ.1,57,090 કરોડની કુલ GST આવક એકત્રિત થઈ

દિલ્હી : મે, 2023ના મહિનામાં એકત્ર કરાયેલ કુલ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ (GST) આવક ₹1,57,090 કરોડ છે જેમાંથી CGST ₹28,411 કરોડ છે, SGST ₹35,828 કરોડ છે, IGST ₹81,363 કરોડ છે (જેમાં ₹41,772 કરોડના રોજ એકત્રિત કરવામાં આવ્યા છે. માલની આયાત) અને સેસ ₹11,489 કરોડ છે (માલની આયાત પર એકત્રિત ₹1,057 કરોડ સહિત). સરકારે IGSTમાંથી ₹35,369 કરોડ CGST અને ₹29,769 કરોડ SGSTને સેટલ કર્યા […]

અમદાવાદમાં કરોડોની જીએસટી ચોરી કેસમાં એક એકમના સંચાલક સહિત બેની ધરપકડ

અમદાવાદઃ CGST અમદાવાદ દક્ષિણ, કમિશનરેટની પ્રિવેન્ટિવ વિંગે સ્ક્રેપના વેપાર સાથે જોડાયેલા એક એકમ સામે આઠ બિન-અસ્તિત્વ ધરાવતી કંપનીઓ દ્વારા જારી કરાયેલા ઈન્વોઈસના આધારે માલસામાનની વાસ્તવિક રસીદ વિના ITCની છેતરપિંડી અંગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એકમના પ્રોપરાઈટર જયસુખભાઈ મનુભાઈ મોડાસિયા (ઉ.વ. 46) અને જીજ્ઞેશ મનસુખભાઈ પટેલ (ઉં.વ 39)એ અંદાજે રૂ. 40,76,75,677/-ની ઈનવોઈસીસમાં ઉલ્લેખિત પુરવઠા […]

ટુ-વ્હીલર વેચાણમાં થયેલા ઘટાડા વચ્ચે FADAની GST દરમાં ઘટાડો કરવાની માંગણી

નવી દિલ્હીઃ દેશમાં ઓટોમોબાઈલ ડીલરોના સંગઠન FADAએ ભારત સરકારને દ્વિચક્રી વાહનો પર લાગતો GST ઘટાડવાની માંગ કરી છે. FADAએ કહ્યું છે કે, હાલમાં ટુ વ્હીલર પર 28 ટકાના દરે GST વસૂલવામાં આવે છે. જે ઘટાડીને 18 ટકા કરવો જોઈએ. ટુ વ્હીલર પર જીએસટી ઘટાડવાની માંગ FADA દ્વારા કરવામાં આવી છે કારણ કે તાજેતરમાં સમગ્ર દેશમાં […]

ગુજરાતમાં GSTના અધિકારીઓ બોગસ પેઢી શોધવા અને કરચોરી ડામવા ધંધાના સ્થળે સર્ચ કરશે

અમદાવાદઃ ગુજરાતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની આવક વધતી જાય છે. કોરોનાકાળ બાદ જીએસટીની આવકમાં સતત વધારો થયો છે. પરંતુ સરકારના અપેક્ષાકૃત આંકડાથી આવકના આંકડા ખૂબ ઓછા હોય તમામ પ્રકારની કરચોરી ડામી દેવા આદેશો અપાયા છે. જેમાં કરચોરી બચાવવા બોગસ પેઢીઓ તેમજ ધંધાના સ્થળે સર્ચ કરવામાં આવશે. એટલે વેપારીઓ આવક છૂપાવી શકશે નહીં. ગ્રાહકોને બિલ […]

એપ્રિલ મહિનામાં GST કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચ્યું, પીએમ મોદીએ ખુશી વયક્ત કરતા કહ્યું. ‘આ અર્થતત્ર માટે સારા સમાચાર’

જીએસટીનું રેકોર્ડ કલેક્શન પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી દિલ્હીઃ- કોરોના મહામારીમાંથી ઉગર્યા બાદ ભારતની અર્થવ્યવસ્થા પાટાપર આવી ગઈ છે,આટલી કઠીનાઈ હોવા છત્તા ભારત સતત ઊભરતુ રહ્યું છે ત્યારે જો જીએસટીની વાત કરીએ એટલે કે , ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લેક્શનની તો તેમાં વધારો નોંધાયો છે. જાણકારી અનુસાર જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે 12 ટકા વધીને રુપિયા […]

દેશમાં એક વર્ષમાં રૂ. 13.82 લાખ કરાડોની પરોક્ષ કરની વસુલાત થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ (CBIC) ની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. સમીક્ષા બેઠકમાં મહેસૂલ સચિવ, સીબીઆઈસીના ચેરમેન અને સીબીઆઈસીના સભ્યો પણ હાજર રહ્યા હતા. આ વ્યાપક સમીક્ષામાં, કર સંબંધિત સુવિધાઓ, કરદાતાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ, વેપાર જગતની ફરિયાદ નિવારણ, વિવિધ કાર્યક્ષેત્રોને આવરી લેવામાં […]

દેશમાં એક મહિનામાં GST પેટે રૂ. 1.87 લાખ કરોડનું કલેક્શન

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી બાદ ભારતીય અર્થતંત્ર વેગવંતુ બન્યું હતું, જેના પગલે છેલ્લા એકાદ વર્ષથી જીએસટીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન એપ્રિલ 2023માં GST રેવન્યુ કલેક્શન રૂ. 1.87 લાખ કરોડ હતું, જે અત્યાર સુધીનો સૌથી વધુ ટેક્સ કલેક્શનનો આંકડો છે. નાણા મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તા. 20મી એપ્રિલના રોજ […]

ગુજરાતઃ ફેબ્રુઆરી મહિનામાં રૂ. 9574 કરોડ જીએસટી કલેક્શન

અમદાવાદઃ રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં સરકારને ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી પેટે રૂ. 9574 કરોડ જેટલુ કલેક્શન થયું છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે 8 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રૂ. 8873 કરોડની આવક થઈ હતી. ઘટેલી ખપત અને મંદ કન્‍ઝયુમર એકટીવીટી આ બંનેના કારણે ગુજરાતમાં ટેક્ષ કલેકશન ધીમુ થયુ છે.’ […]

DGGI અને NFSU વચ્ચે ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરીની સ્થાપના માટે સમજૂતી કરાર થયાં

અમદાવાદઃ GST ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (DGGI) અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) એ માહિતી અને જ્ઞાન, ટેકનોલોજીના આદાનપ્રદાન સાથે ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરીની સ્થાપના તથા ડિજિટલ ફોરેન્સિક્સના ક્ષેત્રમાં પ્રગતિ અને કૌશલ્ય વિકાસ માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા. એમઓયુ પર સુરજીત ભુજબલ, પ્રિ. ડાયરેક્ટર જનરલ, DGGI અને ડૉ. જે.એમ. વ્યાસ, વાઇસ ચાન્સેલર, NFSU, ગાંધીનગર દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code