1. Home
  2. Tag "Gujarat BJP"

સુરતઃ સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા ભાજપના મંત્રીઓ-પદાધિકારીઓનું સન્માન VIDEO

સુરત, 3 જાન્યુઆરી, 2026 – Samast Leuva Patidar Committee ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ, સુરત દ્વારા મોટા વરાછા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં રાજય સરકારના વિવિઘ મંત્રીઓનો તેમજ ભાજપના નવનિયુકત પ્રદેશ પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ […]

બગદાણા ઘટના અંગે કોંગ્રેસના આક્ષેપ ભાજપે ફગાવ્યાઃ જુઓ વીડિયો

ભાવનગર, 2 જાન્યુઆરી, 2026 – Bagdana incident મહુવાના બગદાણામાં યુવાન નવનીત બાલધિયા પર થયેલા હિચકારા હુમલાની ઘટનાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. આ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે અને કોંગ્રેસના આક્ષેપનો ભાજપના મુખ્ય પ્રવક્તાએ જવાબ આપ્યો છે. બીજી તરફ પૂર્વ મંત્રીઓ અને કોળી સમાજના અગ્રણીઓ પીડિતના ખબર-અંતર પૂછવા મહુવાની હનુમંત હોસ્પિટલે દોડી આવ્યા હતા. […]

બનાસકાંઠા, મહેસાણા સહિત કેટલાક જિલ્લામાં ભાજપના જિલ્લા પ્રમુખો રિપિટ કરાયા

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા શહેર અને જિલ્લાના પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે ગિરીશ રાજગોર, ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલ, નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહ અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલા રિપીટ કરાયા છે. જ્યારે વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો. જયપ્રકાશ સોની, ભાવનગર શહેર […]

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : ૨ થી ૩૦૩ બેઠકો સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક

પ્રશાંત વાળા, પૂર્વ પ્રદેશ કન્વીનર – ભાજપ મીડિયા સેલ- ગુજરાત ૨૦૧૯ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત બીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું.૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા […]

ગુજરાત ભાજપના તમામ ઉમેદવારોને વિવાદાસ્પદ ટીપ્પણીથી દૂર રહેલા હાઈકમાન્ડે આપી સુચના

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી આગામી તા.7મીમે નારોજ યોજાશે. ભાજપએ તમામ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. અને ઉમેદવારો સભાઓ યોજીને પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે. ઘણીવાર ઉમેદવારો ભારે ઉત્સાહમાં કે જોશમાં આવી જઈને વિવાદાસ્પદ ટીપ્પણી કરતા હોય છે. તાજેતરમાં રાજકોટના લોકસભાની ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી એવા પરશોત્તમ […]

રાજસ્થાન, M P સહિત ત્રણ રાજ્યોની ચૂંટણીમાં વિજય થતાં ગુજરાત ભાજપે હર્ષોલ્લાસ મનાવ્યો

અમદાવાદઃ દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ અને તેલંગાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢમાં બહુમતી સાથે વિજય થતાં ગુજરાતમાં ભાજપ દ્વારા તમામ જિલ્લાઓમાં ફટાકડાં ફોડીને કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવ્યો હતો. અમદાવાદમાં ભાજપના વિજયોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા અમદાવાદમાં ભાજપ કાર્યાલયે ઊજવણી કરવામાં […]

લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપની તૈયારીઓ, પ્રદેશ પ્રમુખ અને CM જિલ્લાવાર પ્રવાસ કરશે

ગાંધીનગર:  લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે ભારતિય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં એક વર્ષ સુધી વિવિધ કાર્યક્રમો આપીને કાર્યકર્તાઓને દોડતા રાખવાનું આયોજન છે. ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જંગી લીડથી જીતવાની રણનીતિ ઘડી કાઢી છે. સતત ત્રીજી વખત તમામ 26-26 લોકસભા બેઠકો પર વિરોધી […]

ગુજરાત ભાજપના તમામ સાંસદોને દિલ્હીનું તેડું, MPs સાથે CM પણ પહોંચ્યા દિલ્હી

ગાંધીનગરઃ દેશમાં લોકસભાની ચૂંટણીને હવે એકાદ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ ગઈ વખતની જેમ તમામ 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે. દરમિયાન ગુજરાત ભાજપના તમામ સાંસદોનો આજે દિલ્હીથી તેડું આવ્યું હતુ.. જેથી  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાજપના સાંસદોની  આખી ટીમને લઈને દિલ્હી […]

ગુજરાત ભાજપ દ્વારા મહેસાણા, બોટાદ અને ભાવનગરના નવા પ્રમુખોની નિમણૂંકો કરાશે

ગાંધીનગરઃ  ગુજરાત પ્રદેશ ભાજપમાં જ આંતરિક વિખવાદ અને ફરિયાદોને પગલે સંગઠનમાં ફેરફારનો સિલસિલો યથાવત છે. ભાજપના સંગઠનમાં સતત ફેરફાર થઈ રહ્યાં છે. ચૂંટણી બાદ પ્રદેશ ભાજપમાં જિલ્લા અને શહેર સંગઠનોમાં ફેરફારનો દોર યથાવત છે. એક સાથે ચાર જિલ્લા અને શહેરોના પ્રમુખોના રાજીનામાં બાદ નવી નિમણૂકો કરાશે જેમાં. મહેસાણા, બોટાદ, ભાવનગર જિલ્લા અને શહેરના પ્રમુખોની સત્વરે […]

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાત ભાજપના સંગઠન ફેરફારની શક્યતા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને સત્તાના સૂત્રો ફરીવાર સંભાળ્યા છે. ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ છે, ત્યારે ચૂંટાયેલી ઘણા ધારાસભ્યો પણ સંગઠનમાં હોદ્દાઓ સંભાળી રહ્યા છે. તેમને રૂખસદ આપીને અન્ય કાર્યકર્તાઓને સંગઠનમાં સમાવેશ કરવામાં આવશે. ભાજપની રાષ્ટ્રીય કારોબારી હાલ દિલ્હીમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ કારોબારીમાં હાજરી આપવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code