1. Home
  2. Tag "Gujarat High court"

ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય, 10 વર્ષ કે તેનીથી જુના 13,988 કેસોની બે મહિનામાં સુનાવણી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં હાઈકોર્ટ સહિતની કોર્ટોમાં ઘણાબધા કેસો વર્ષેથી પડતર છે. ત્યારે વિવિધ કેસોના અરજદારોને સમયસર યોગ્ય ન્યાય મળી રહે જરૂરી છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને સ્ટેન્ડિંગ કમિટીના જજો દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આગામી બે માસમાં જૂના કેસોની સુનાવણી હાથ ધરાશે. વર્ષો જુના પડતર કેસોની સંખ્યા 13,988 જેટલી […]

ગટરમાં સફાઈ કામદારોના મોતમાં વળતર સહિતના મુદ્દે એફિડેવિટ રજુ કરવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ ગુજરાતમાં ગટરમાં સફાઈ કરવા ઉતરેલા સફાઈ કામદારોના મોતમાં વળતર ચુકવવાના મુદ્દે તેમજ શારિરીક રીતે થતું ગટર સફાઈ કામને બદલે મશીનથી ગટરની સફાઈ કરવા સહિતના મુદ્દે માનવ ગરિમા સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી રિટની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્યના અર્બન ડેવલપોમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરીને સોગંદનામું ફાઈલ કરવા આદેશ કર્યો હતો. આ કેસની વધુ સુનાવણી […]

દિલ્હીના CM કેજરિવાલને માનહાની કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી ના મળી રાહત

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહની સામે ફોજદારી માનહાનિના કેસમાં ચાલી રહેલા ટ્રાયલ પર વચગાળાના સ્ટેની અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ સમીર જે દવેની બેન્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગેના તેમના કટાક્ષ અને અપમાનજનક નિવેદનો બદલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના કેસમાં મેટ્રોપોલિટન […]

રાહુલ ગાંઘીને ઝટકો – ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતાની માનહાનિ કેસ બાબતે સજા પર રોક લગાવવાની અરજી ફગાવી

  દિલ્હીઃ- આજરોજ 7 જુલાઈએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની કોર્ટમાં માનહાનિ કેસ મામલે સુવાણ હતી જેમાં રાહુલ ગાંઘીએ માનહાનિ કેસમાં પોતાની સજા પર રોક લગાવવા મામલે અરજી કરી હતી જો કે હવે રાહુલ ગાંઘીને આ મામલે મોટો ઝટકો લાગ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની માંગ કરતી અરજીને ફગાવી  […]

ગુજરાત હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને વચગાળાની રાહત ન મળી, માનહાની કેસમાં ચુકાદો અનામત

અમદાવાદઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં સુનાવણી થઈ હતી. કોર્ટે, તેને વચગાળાની રાહતનો ઇનકાર કરતી વખતે, દોષિત ઠરાવવાની તેમની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટે કહ્યું કે કેસની અંતિમ સુનાવણી પૂરી થયા બાદ જ અંતિમ ચુકાદો આપવો યોગ્ય રહેશે. જસ્ટિસ હેમંત પ્રચ્છકે […]

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અપીલ પર ગુજરાત હાઈકોર્ટ આજે સુનાવણી કરશે

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ 29 એપ્રિલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની “મોદી અટક” ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા પર સ્ટે ન આપવાના સુરત સેશન્સ કોર્ટના આદેશને પડકારતી અપીલ પર સુનાવણી કરશે. હાઈકોર્ટના નવા ન્યાયાધીશો આ અપીલની સુનાવણી કરશે. હાઈકોર્ટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી કારણ યાદી મુજબ 29 એપ્રિલે રાહુલ ગાંધીની અપીલ પર જસ્ટિસ હેમંત પી. […]

ગુજરાત હાઈકોર્ટના આદેશથી આખો દેશ સ્તબ્ધ,કેજરીવાલે ફરી PM મોદીની ડિગ્રી પર કર્યા પ્રહાર

દિલ્હી : રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીની શૈક્ષણિક લાયકાત પર ફરી હુમલો કર્યો છે. તેમનું કહેવું છે કે જે લોકોને પીએમ મોદીની શૈક્ષણિક લાયકાત વિશે જાણવાનો અધિકાર છે તેઓ ગુજરાત હાઈકોર્ટના નિર્ણયથી “સ્તબ્ધ” છે. ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના સાત વર્ષ જૂના આદેશને ફગાવી દીધો હતો, જેમાં ગુજરાત યુનિવર્સિટીને કેજરીવાલને મોદીની […]

ગીરનાર પર્વત ઉપર ગંદકી કરનાર સામે દંડાત્મક અને કાયદાકીય કાર્યવાહી કરાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ જૂનાગઢના ગીરનાર પર્વત ઉપર ગંદકીને લઈને રાજ્યની વડી અદાલતે નારાજગી વ્યક્ત કરી છે. હવે ગીરનાર પર્વત ઉપર મંદિરની આસપાસ ગંદકી કરનારની સામે દંડાત્મક કાર્યવાહી કરવા ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પર્વત ઉપર ગંદકીને અટકાવવા માટે 100 પગથિયાના અંતરે પોલીસ કર્મચારી અને સફાઈ કર્મચારી તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત ડસ્ટબિન […]

નદીઓના પ્રદુષણ મામલે કોર્ટે નારાજગી વ્યક્ત કરી GPCBને એક્શન ટેકન રિપોર્ટ રજુ કરવા નિર્દેશ

અમદાવાદઃ રાજ્યની નદીઓમાં પ્રદુષણ મુદ્દે રાજ્યની વડી અદાલતે નારાજગી વ્યક્ત કરીને જીપીસીબીની ઝાટકણી કાઢી હતી. જેથી સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને હાઈકોર્ટે જીપીસીબીને એક્શન ટેકન રિપોર્ટ ફાઈલ કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ આ અંગે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. કેસની હકીકત અનુસાર નદીઓમાં પ્રદુષણને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ હતી. બીજી તરફ અમદાવાદની મધ્યમાથી નીકળતી સાબરમતી નદીમાં […]

ગુજરાત હાઈકોર્ટઃ નવનિયુક્ત પાંચ ન્યાયાધીશોએ શપથ ગ્રહણ કર્યાં

અમદાવાદઃ ગુજરાતની વડી અદાલત ખાતે નવનિયુક્ત પાંચ જજીસનો શપથગ્રહણ સમારોહ યોજાયો. કાર્યકારી ચીફ જસ્ટિસ એ. જે. દેસાઇ એ નવનિયુક્ત તમામ ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં નવનિયુક્ત ન્યાયાધીશ સુસાન વેલેન્ટાઈન પિન્ટો, હસમુખ સુથાર, જિતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે અને દિવ્યેશ જોશીએ શપથ ગ્રહણ કર્યા હતા. આ  શાપથગ્રહણ સમારોહમાં રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, એડવોકેટ જનરલ  કમલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code