1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય, 10 વર્ષ કે તેનીથી જુના 13,988 કેસોની બે મહિનામાં સુનાવણી કરાશે
ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય, 10 વર્ષ કે તેનીથી જુના 13,988 કેસોની બે મહિનામાં સુનાવણી કરાશે

ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય, 10 વર્ષ કે તેનીથી જુના 13,988 કેસોની બે મહિનામાં સુનાવણી કરાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાઈકોર્ટ સહિતની કોર્ટોમાં ઘણાબધા કેસો વર્ષેથી પડતર છે. ત્યારે વિવિધ કેસોના અરજદારોને સમયસર યોગ્ય ન્યાય મળી રહે જરૂરી છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને સ્ટેન્ડિંગ કમિટીના જજો દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આગામી બે માસમાં જૂના કેસોની સુનાવણી હાથ ધરાશે. વર્ષો જુના પડતર કેસોની સંખ્યા 13,988 જેટલી છે. જેની સુનાવણીની તારીખ 1 સપ્ટેમ્બરથી 27 ઓક્ટોબર સુધીમાં આપવામાં આવી છે. આ તમામ કેસ ત્રણ તબક્કામાં ડિવાઇડ કરાયા છે. જેમાં 5 વર્ષથી ઓછા સમયના, 5થી 10 વર્ષ જૂના અને 10 વર્ષ કરતાં વધુ જૂના કેસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા 10 વર્ષ કે તેથી જુના કેસોની બે મહિનામાં સુનાવણી હાથ ધરીને ન્યાય મળે તે રીતે કેસનો યોગ્ય નિકાલ કરાશે. વર્ષો જુના 13,988 જેટલા કેસ તારવવામાં આવ્યા છે.  નવી વ્યવસ્થા મુજબ હવે દરેક પડતર કેસની આગામી લિસ્ટિંગની તારીખ ફરજિયાતપણે આપવામાં આવશે. જો તારીખ ફાળવવાની રહી જાય તો કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમથી  કેસોમાં ઓટોમેટિક નવી તારીખ અપાશે. જૂના કેસોને પ્રાથમિકતા આપવા તેને ત્રણ ભાગમાં વિભાજિત કરાયા છે. જે મુજબ 10 વર્ષથી જૂના કેસોને અત્યંત જૂના કેસ ગણવામાં આવશે. 5થી 10 વર્ષ સુધીના કેસોને જૂના કેસો તરીકે ગણવામાં આવશે. જ્યારે 5 વર્ષ સુધીના કેસોને બહુ જૂના નહીં તેવા કેસ ગણવામાં આવશે. લિસ્ટેડ ન હોય તેવા કેસો જેને 10 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોય તો તેને બે મહિનાની અંદરની તારીખ ફાળવાશે. 5થી 10 વર્ષના સમયગાળાના કેસોને બેથી ચાર મહિનાની અંદરની તારીખ ફાળવાશે. જ્યારે 5 વર્ષ કરતાં ઓછા સમયના કેસોને ચારથી છ મહિનાની તારીખ ફાળવાશે. કોર્ટે જે કેસોને આગામી લિસ્ટેડ તારીખ ન આપી હોય, આગામી મુદતની તારીખ ન અપાઈ હોય, કોર્ટ માસ્ટર દ્વારા સિસ્ટમમાં તારીખ ન નખાઈ હોય તેવા સંજોગોમાં 10 વર્ષથી વધુ જૂના કેસોને 7 દિવસની અંદરની તારીખ અપાશે, 5થી 10 વર્ષ સુધીના જૂના કેસોને 8થી 14 દિવસની અંદર તારીખ અપાશે. પાંચ વર્ષની અંદરના કેસોને 15થી 21 દિવસની અંદરમાં તારીખ અપાશે. જે કેસો એકબીજા સાથે સંકળાયેલા હોય તેવા કેસોને સમાન તારીખ અપાશે. મુખ્ય કેસ સાથે વચગાળાની અરજીઓની તારીખ અપાશે. જામીન અને ક્વોશિંગ પિટિશનનું ઓટોલિસ્ટિંગ થાય જ છે. તે સિવાયના કેસ ફાઈલ થયે ચાલુ દિવસોમાં ચોથા દિવસથી સિસ્ટમ જનરેટેડ તારીખ મળશે. કોર્ટના હુકમથી પહેલાં પણ કેસ લિસ્ટ થઈ શકશે.

સૂત્રોના કહેવા મુજબ  સ્પેશિયલ બેંચોને સોંપાયેલા કેસ શુક્રવારે નક્કી કરાશે. ‘નોટ બીફોર મી’ કરાયેલા કેસ ન્યાયિક વિભાગને મોકલાશે. જૂના કેસોની તારીખ અંગે સંલગ્ન વકીલોને ઇ-મેઇલથી જાણ કરાશે. હાઇકોર્ટની ઓનલાઈન ઉપલબ્ધ સુવિધાઓમાં કોર્ટ દ્વારા અપાયેલી તારીખ અને સિસ્ટમ જનરેટેડ તારીખ જુદા-જુદા રંગોમાં દર્શાવાશે. નક્કી તારીખથી પહેલાં હિયરિંગ રાખવા ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ સિસ્ટમમાં હસ્તક્ષેપને પરવાનગી નહીં મળે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code