ગુજરાતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સુશ્રી સોનિયાબેન ગોકાણીએ શપથ લીધા
                    અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કુમારી સોનિયાબેન ગોકાણીને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લેવડાવ્યા હતા. રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના કાયદા-ન્યાય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મહાનુભાવોએ ઉચ્ચ ન્યાયાધિપતિ કુમારી સોનિયાબેન ગોકાણીને […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

