1. Home
  2. Tag "Gujarat police"

ગુજરાત પોલીસના ત્રિનેત્ર ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને નેશનલ E-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ દળના VISWAS પ્રોજેકટ અંતર્ગત કાર્યરત કરાયેલા ત્રિનેત્ર-ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (i3C) ને ભારત સરકારના નેશનલ ઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડનું ગૌરવ સન્માન મળ્યું છે. જમ્મુ ખાતે યોજાયેલી રપમી નેશનલ કોન્ફરન્સ ઓન ઇ-ગર્વનન્સમાં ગુજરાત પોલીસ દળને નેશનલ એવોર્ડ ફોર ઇ-ગર્વનન્સ સ્કીમ 2021-22 અન્વયે એકસલન્સ ઇન એડોપ્ટીંગ ઇમર્જીંગ ટેક્નોલોજીસ કેટેગરીમાં આ એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યું […]

શહિદોનું બલીદાન આપણને દેશ પ્રત્યે ફરજ નિષ્ઠા અને દેશ પ્રથમનો સંદેશ આપે છેઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ પોલીસ અકાદમી કરાઇ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 21 ઓક્ટોબરના દિને પોલીસ શહિદ સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં  શહિદ પોલીસ કર્મીઓને ભાવસભર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ દેશમાં સામાજિક સુરક્ષા અને શાંતિ માટે ફરજ બજાવતા જીવ ગુમાવનાર તમામ પોલીસ કર્મીઓને દિલથી સલામ કરીને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ આપી […]

ગુજરાત પોલીસમાં સીધી ભરતીના 46 પીઆઈનો દીક્ષાંત સમારોહ CMની ઉપસ્થિતિમાં યોજાયો

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં  કરાઈ ખાતે પોલીસ અકાદમીમાંથી સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી પોલીસબેડામાં સેવારત થવા જઈ રહેલા 46 પોલીસ ઇન્સ્પેક્ટરની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. મુખ્યમંત્રીએ આ નવ નિયુક્ત અફસરોમાં 14 જેટલી બહેનો, 3 ડોક્ટર, 25 ઈજનેર અને 3 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે તેમને પણ બિરદાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે. રાજ્યના […]

ગુજરાત પોલીસને ઇન્ટરપોલની મદદથી ચાર વોન્ટેડ ગુનેગારોને વિદેશમાંથી પકડવામાં સફળતા મળી

ગાંધીનગરઃ  દુનિયામાં 195 સભ્ય દેશો ધરાવતી વિશ્વની સૌથી મોટી પોલીસ સંસ્થા ઇન્ટરપોલની ચાર દિવસીય 90મી જનરલ એસેમ્બલી, 18 થી 21 ઓક્ટોબર, 2022 દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાશે. 1949માં ભારત ઇન્ટરપોલમાં જોડાયું હતું અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી સમયે આ કાર્યક્રમની યજમાની ભારતને મળી એ ગૌરવપૂર્ણ બાબત છે. ચાર દિવસ સુધી વિશ્વભરનું પોલીસ નેતૃત્વ ભારતમાં […]

હર્ષ સંઘવીએ CIIની યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ 2.0 સમિટમાં કહી આ મહત્વ વાત

અમદાવાદઃ હર્ષ સંઘવીએ CIIની યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ સમિટ 2.0ને સંબોધતા કહ્યું કે, દરેક લોકો જે રીતે કામ કરે છે તેમાં કામમાં તે લોકો લીડર હોય છે જ, પરંતુ બસ તેને જોવાની જરૂર છે. માત્ર રાજનીતિમાં જોડાયેલા લોકો જ નેતા હોય તેવુ નથી હોતુ, અને જે લોકો માને છે કે રાજનીતિ ખરાબ વસ્તુ છે એટલી […]

ગુજરાત પોલીસે છ મહિનામાં 4 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું : હર્ષ સંઘવી

અમદાવાદઃ ગુજરાત પોલીસે છેલ્લા છ માસમાં 4,000 કરોડથી વધુનું  ડ્રગ્સ જપ્ત કર્યું છે. ગુજરાતના પોલીસકર્મીઓ રાજ્યના નાગરિકો અને યુવાનોની ચિંતા કરે છે કે તેઓ વ્યસનના ખોટા માર્ગે ન જાય તે માટે અથાક પ્રયત્ન કરે છે, જે ખરેખર સરાહનીય છે. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ પોલીસ દ્વારા શરૂ […]

ગુજરાત પોલીસ પર આપ પાર્ટીએ લગાવ્યો ખોટો આરોપ,પોલીસે કર્યો આરોપને લઈને ખુલાસો

રાજકોટ : પંજાબ કેટલીક વસ્તુ કેટલીક હદે મફત અને ફ્રી આપવાની જાહેરાત કરીને જીત મેળવ્યા પછી હવે આપ પાર્ટી ગુજરાત પર નજર કરીને બેઠી છે. ગુજરાતમાં હવે આપ પાર્ટી પોતાનું દમખમ વધારવા માટે રાજ્યની પોલીસને પણ છોડે તેમ નથી ત્યારે ગુજરાત આપ દ્વારા પોલીસ પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો, અને તેનો વળતો અને સાચો જવાબ પણ […]

ગુજરાત પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવમાં ફરાર 45 આરોપીને મહિનામાં ઝડપી લેવાયાં

અમદાવાદઃ રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ વધતું જતું હોવાથી તેમજ ગંભીર ગુનાઓના આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી આવા આરોપીને પકડવા માટે ડીજીએ સુચના આપતા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ યોજાઈ હતી.  જેમાં  28 દિવસમાં ગંભીર ગુનામાં ફરાર 45 આરોપીને ઝડપી લેવાયા હતા. તેમજ ગુનેગારો ઉપર લગામ લાવવા, ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળોના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ ઉપર […]

પાટણ LCB અને SOG પોલીસની ટીમે લુંટારૂ ટોળકીને ઝડપી

પાટણ LCB અને SOG પોલીસની ટીમે લુંટારૂ ટોળકીને ઝડપી ઇડરના આંગડીયા પેઢીના માણસોને બંદુક બતાવી ચલાવી હતી લુંટ આંગડીયા પેઢીમાં લુંટ ચલાવનારા શખ્સો ઝડપાયા લૂંટારુઓને મુદ્દામાલ સાથે સિદ્ધપુર પોલીસને સોંપાયા પાટણ: ઈડરની આંગડીયા પેઢીમાં લુંટ ચલાવનારા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પાટણ LCB અને SOG પોલીસની ટીમે લુંટારૂ ટોળકીને ઝડપી પાડી હતી. આંગડીયા પેઢી લુંટમાં સંડોવાયેલા […]

દુષ્કર્મ બાદ પીડિતાનો આપઘાતઃ પોલીસે 200 શંકાસ્પદોની કરી પૂછપરછ

અમદાવાદઃ વડોદરામાં યુવતી ઉપર બે વ્યક્તિઓએ દુષ્કર્મ આચર્યા બાદ પીડિતાએ વલસાડમાં ટ્રેનમાં આત્મહત્યા કરી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા બંને આરોપીઓને ઝડપી લેવા માટે વડોદરા પોલીસ, રેલવે પોલીસ, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ અને એફએસએલ સહિતની એજન્સીઓ તપાસ કરી રહ્યાં છે. દરમિયાન પોલીસે સમગ્ર પ્રકરણમાં 150થી વધારે શંકાસ્પદોની પોલીસે પૂછપરછ કરી છે. તેમજ રેલવે આઈજી સુભાષ ત્રિવેદીએ ગમતરીના દિવસોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code