1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત પોલીસના ત્રિનેત્ર ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને નેશનલ E-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ
ગુજરાત પોલીસના ત્રિનેત્ર ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને નેશનલ E-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ

ગુજરાત પોલીસના ત્રિનેત્ર ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને નેશનલ E-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ દળના VISWAS પ્રોજેકટ અંતર્ગત કાર્યરત કરાયેલા ત્રિનેત્ર-ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (i3C) ને ભારત સરકારના નેશનલ ઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડનું ગૌરવ સન્માન મળ્યું છે.

જમ્મુ ખાતે યોજાયેલી રપમી નેશનલ કોન્ફરન્સ ઓન ઇ-ગર્વનન્સમાં ગુજરાત પોલીસ દળને નેશનલ એવોર્ડ ફોર ઇ-ગર્વનન્સ સ્કીમ 2021-22 અન્વયે એકસલન્સ ઇન એડોપ્ટીંગ ઇમર્જીંગ ટેક્નોલોજીસ કેટેગરીમાં આ એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ એવોર્ડ અને પ્રશસ્તિ પત્ર ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસની ગૌરવગાથામાં આ વધુ એક સિદ્ધિ મેળવવા માટે પોલીસતંત્રની કર્તવ્યનિષ્ઠા તથા ફરજપરસ્તીને અભિનંદન પાઠવી બિરદાવી હતી.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, VISWAS Project અંતર્ગત 34 જિલ્લાના મુખ્ય મથકો, 6-પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા મળી કુલ 41-શહેરોમાં ટ્રાફિક જંકશન, એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને અન્ય સ્ટ્રેટેજિક સ્થળોએ 7000+ CCTV કેમેરા લગાવી, સંબંધિત જિલ્લાના “નેત્રમ” (District Level Command & Control Centre) સાથે point to point connectivity થી જોડવામાં આવ્યા છે અને તમામ જિલ્લાઓના ‘નેત્રમ’ ને ગાંધીનગર સ્થિત Trinetra સાથે integrate કરવામાં આવેલ છે.  આ ઉપરાંત 684-પોલીસ સ્ટેશનો ખાતે સ્થાપિત કરેલ 10.000-બોડી વોર્ન કેમેરા અને 15-ડ્રોન બેઇઝ્ડ કેમેરા સિસ્ટમને પણ ત્રિનેત્ર સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવેલા છે. એટલું જ નહિ, ત્રિનેત્ર ખાતે સી.સી.ટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા તથા ડ્રોન કેમેરાની લાઇવ વિડીયો  ફીડ જોઇ શકાય છે.

ત્રિનેત્ર ખાતે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના ભાગરૂપે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નાઇઝેશન, રેડ લાઇટ વાયોલેશન ડિટેકશન, ઇલ લીગલ પાર્કીંગ ડિટેકશન, રોંગ વે ડિટેકશન, ક્રાઉડ ડિટેકશન, પીપલ કાઉન્ટીંગ, કેમેરા ટેમ્પરીંગ વગેરે પ્રસ્થાપિત કરવામાં આવેલા છે. ત્રિનેત્ર અને 34 નેત્રમ ખાતે 266 સિનિયર અને જુનિયર ઇજનેરો તથા તાલીમ મેળવેલા પોલીસ અધિકારીઓને તૈનાત કરી તેમને વિવિધ કામગીરી માટે SOP આપવામાં આવેલી છે. ત્રિનેત્ર’ને આ અગાઉ 2022માં પોલીસ એન્ડ સેફ્ટી કેટેગરીમાં સ્કોચ ગોલ્ડ એવોર્ડ, 2021માં પ્રોજેક્ટ ઓફ ધ ઇયર કેટેગરીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ યુ.એસ.એ નો રનર અપ એવોર્ડ તેમજ 2021માં જ સેઇફ સિટી કેટેગરીનો સ્માર્ટ સિટીઝ ઇન્ડીયા એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. આ ઉપરાંત 2020માં ડિઝીટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ કેટેગરીમાં ગર્વનન્સ નાઉ ઇન્ડીયા પોલીસ એવોર્ડ અને 2019માં સ્કોચ ગોલ્ડ એવોર્ડ પણ ગુજરાત પોલીસને ત્રિનેત્ર માટે મળેલા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code