
દેશ અને વિદેશના પ્રવાસીઓ કોરોનાની ગાઈડલાઈન અને પ્રોટોકોલનું ગંભીરતાથી કરે પાલન – પર્યટનમંત્રીના આદેશ
- કેન્દ્રીય પર્ટનમંત્રીની સલાહ
- કોરોનાના પ્રોટોકનું સખ્ત પાલન કરવું જોઈએ
- દિશાનિર્દેશને પણ અનુસરવા જોઈએ
ચીનમાં વધતા કોરોનાના કહેર વચ્ચે હવે ભારત સરકાર પણ સતર્ક બની છએ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની પણ સૂચનાઓ આપી છે ત્યારે કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે એક્સપર્ટ ગ્રૂપ સાથે બેઠક કરી હતી. PM નરેન્દ્ર મોદીએ પણ ગુરુવારે કોવિડને લઈને લેવાયેલા પગલાં અને પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી.
આ સાથૈ જ હવે કોરોનાને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ એક મીડિયા સાથેની વાતચીતમાં પ્રવાસન મંત્રીકહ્યું કે ભારતમાં વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓએ કોરોનાની માર્ગદર્શિકા અને પ્રોટોકોલનું ગંભીરતાથી પાલન કરવું જોઈએ.
આ સાથે જ તેમણે તમામ પ્રવાસીઓને ધ્યાનમાં લઈને કહ્યું કે “તમામ રાજ્ય સરકારોને લોકોને માસ્ક પહેરવા અને કોવિડ -19 પ્રોટોકૉલને અનુસરવા અને સામાજિક અંતરની માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે.”ઉલ્લેખનીય છએ કે આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે રાજ્યોને સતર્ક રહેવા અને માસ્ક-સેનિટાઈઝર અને સામાજિક અંતર વિશે જાગૃત કરવા જણાવાયું છે.