1. Home
  2. Tag "Gujarat University"

યુનિ.ના માઈક્રોબાયોલોજી વિભાગમાં કોરોના માટે RT-PCR સુવિધા હોવા છતાં ટેસ્ટ કરાતા નથી

અમદાવાદઃ શહેરમાં કોરોનાના રોજ 4 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.  બીજી તરફ રેપિડ ટેસ્ટ માટેની કીટ ખુટી રહી છે. તે ઉપરાંત RT-PCR ટેસ્ટ માટે લોકોને મસમોટો ખર્ચ કરવો પડે છે. ત્યારે માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં ખંભાતી તાળા મારી દેવામાં આવ્યાં છે. જ્યાં ટેસ્ટ માટેના સાધનો પણ ધુળ ખાઈ રહ્યાં છે. જે યુનિવર્સિટીમાં માઇક્રોબાયોલોજી, લાઇફ સાયન્સ, ક્લિનિકલ […]

ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓએ 50 ટકા રોટેશન મુજબ હાજર રહી કામગીરી શરૂ કરી

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ સહિત અડધો ડઝન કર્મચારીઓ કોરોના પોઝિટિવ બન્યા હતા. જેથી યુનિવર્સિટીમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જેને કારણે 5 દિવસ સુધી યુનિવર્સિટીની કામગીરી ઓફલાઈન બંધ કરવામાં આવી હતી અને વર્ક ફ્રોમ હોમનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજથી યુનિવર્સિટીમાં 50 ટકાની કેપેસિટી સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. […]

ગુજરાત યુનિ.ના અનુસ્નાતક વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા સંઘની રજુઆત

અમદાવાદઃ કોરોનાની વકરતી જતી પરિસ્થિતિને પગલે યુનિવર્સિટીના અધ્યાપકોને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવી. ઉપરાંત અનુસ્નાતકના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ આપવાની માંગણી સાથે ગુજરાત યુનિવર્સિટી શિક્ષણ સંઘ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામં આવી હતી. કોરોનાની વકરતી સ્થિતિને પગલે આઠ મહાનગરોની શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ અપાઈ રહ્યું છે. ઉપરાંત ઓફલાઇન પરીક્ષાઓ પણ હાલ પુરતી સ્થગિત […]

ગુજરાતમાં યુનિ.ની પરીક્ષાઓ ઓનલાઈન લેવી કે ઓફલાઈનઃ યુનિવર્સિટીઓ અવઢવમાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે શિક્ષણને સૌથી વધુ અસર થઈ છે. શિક્ષણની ગાડી માંડ પાટે ચડી રહી હતી ક્યાં જ કોરોનાએ ફરીવાર માથું ઉચક્તા શિક્ષણ સંખ્યાઓ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ આપવાની ફરજ પડી રહી છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ લૉ ફેકલ્ટી […]

ગુજરાત યુનિવર્સિટીએ તા. 12મી એપ્રિલથી શરૂ થતી પરીક્ષા રાખી મોકુફ

કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય પરીક્ષાની નવી તારીખ આગામી દિવસોમાં કરાશે જાહેર અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. મેગાસિટી અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાત હાઈકોર્ટે પણ કોરોના વાયરસના વધતા કેસને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. દરમિયાન ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા. 12મી એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ મોકુફ […]

ગુજરાત યુનિ.ની મોકુફ રહેલી યુજીની પરીક્ષાઓ હવે 12મી એપ્રિલથી શરૂ થશે

કોરોનાના વધતા સંક્રમણને કારણ યુજીની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો બીજી તરફ યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-1ની પરીક્ષાઓ એપ્રિલ અંત સુધીમાં પૂર્ણ કરી દેવી પડે તેમ છે જેથી ગુજરાત યુનિ. દ્વારા હવે 12મી એપ્રિલથી પરીક્ષાઓ યોજવામાં આવશે નવી દિલ્હી: કોરોનાના વધતા સંક્રમણ બાદ સરકારે 10 એપ્રિલ સુધી અમદાવાદ સહિતના 8 મહાનગરોમાં સ્કૂલો-કોલેજો બંધ રાખવાનો […]

ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાને લઇને લીધો આ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે રાહત

કોરોના મહામારી વચ્ચે ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં લીધો નિર્ણય ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઑનલાઇન પરીક્ષા આપવાનો વિકલ્પ આપ્યો ઑનલાઇન પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે MCQ ફોર્મેટ રહેશે અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે ત્યારે તેની સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રમાં જોવા મળી રહી છે. આ વચ્ચે કોરોના સંક્રમણને લઇને વિદ્યાર્થીઓને કોઇ તકલીફ ન પડે તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code