1. Home
  2. Tag "Gujarat University"

ગુજરાત યુનિવર્સિટીમાં બે દિવસનું વેકેશન લંબાવાતા હવે સોમવારથી શિક્ષણ કાર્ય શરૂ થશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી 29મી નવેમ્બર સુધી દિવાળીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું પણ શૈક્ષણિક સંઘ તેમજ અધ્યાપકો દ્વારા બે દિવસ વેકેશન વધારવાની રજુઆત મળ્યા બાદ યુનિ.ના સત્તાધિશોએ દિવાળી વેકેશનમાં બે દિવસનો વધારો કર્યો છે. હવે તા 4થી ડિસેમ્બરને સોમવારથી યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે. ગુજરાત યુનિવર્સિટીમાં દિવાળી વેકેશનનો સમયગાળો પૂર્ણ થયો છે, […]

ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપકોએ 200 ઉત્તરવહીઓ તપાસવી પડશે, હવે બહાનાબાજી નહીં ચાલે

અમદાવાદઃ રાજ્યમાં કોમન યુનિવર્સિટી એક્ટનો અમલ કરી દેવાયો છે. હવે સરકારી યુનિવર્સિટીઓમાં કામનું ભારણ અને જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા દરેક અધ્યાપકોને ફરજિયાત 200 ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી કરવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. પરીક્ષા ટાણે જ કેટલાક અધ્યાપકો બહાનાબાજી કરતા હોય છે. તે હવે ચલાવી લેવામાં આવશે નહીં. પરીક્ષાની ઉત્તરવહીઓનું […]

ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કૌભાંડમાં ભીનું સંકેલવાના આક્ષેપ સાથે NSUIએ કર્યા દેખાવો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડ મામલે પોલીસે અઢી મહિના બાદ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને પાસ કરાવવાના કાંડ કરતા હોવાની આરોપીઓએ કબુલાત કરી છે. હાલ આ બનાવની પોલીસ તપાસ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ એવો આક્ષેપ કર્યો છે. કે, આ બનાવમાં મોટા માથા સંડોવાયેલા હોવા છતાંયે યુનિ.ના […]

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડમાં ક્રાઈમ બ્રાન્ચે સની ચૌધરી સહિત બે આરોપીની કરી ધરપકડ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિતસિંહની બનાવની અઢી મહિના બાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ ઉત્તરવહીકાંડ કર્યા બાદ ગુજરાત છોડીને ફરાર થઈ ગયા હતા. અઢી મહિના સુધી ફરાર રહ્યા બાદ આરોપી અમદાવાદ આવ્યા આવતા જ ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી. આરોપીઓ નાપાસ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી પાસ કરાવવા […]

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડમાં પોલીસે બોટની વિભાગના કર્મચારીની કરી ધરપકડ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા બોટની વિભાગમાંથી નર્સિંગની પરીક્ષાની ઉત્તરવહીઓ ગાયબ કરીને વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મામલે હોબાળો મચતા યુનિ.ના કૂલપતિએ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો. અને રજિસ્ટ્રર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવ્યાના મહિના બાદ પોલીસે પહેલા આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે સાયબર ક્રાઇમની મદદથી સંજય ડામોર નામના આરોપીની […]

ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત યુવાનો સાથે સંવાદ યોજાયો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ભવનમાં આવેલા શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે ‘યુવા ભારત મજબૂત ભારત’ વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં G-20 અંતર્ગત ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ હેઠળ યુવાનો સાથે સંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તા, પ્રોફેસર વિક્રમ રાવલ, મુખ્ય મહેમાન રવીન્દ્ર કન્હેરે ચેરમેન ફી રેગ્યુલરિટી કમિટી ભોપાલ, બિકાનેરથી મહારાજા ગંગાસિંહ […]

ગુજરાત યુનિવર્સિટીમાં મુલાકાતીઓ માટે રજિસ્ટ્રરમાં એન્ટ્રી ફરજિયાત, વાહનો માટે સ્ટીકર સિસ્ટમ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં નવા કૂલપતિએ કાર્યભાર સંભાળ્યા બાદ યુનિ.કેમ્પસ અને યુનિ.ની મુખ્ય વહિવટી કચેરીમાં શિસ્ત જળવાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. હવેથી યુનિ.ના મુખ્ય ભવનમાં આવતા દરેક મુલાકાતીઓએ રજિસ્ટ્રરમાં ફરજિયાત એન્ટ્રી કરવી પડશે. નામ, સરનામું મોબાઈલ નંબર, કોને મળવાનું છે. અને એનું કારણ પણ લખવું પડશે. આ ઉપરાંત કેમ્પસમાં પ્રવેશતા વાહનો પર યુનિ.ના સ્ટીકર […]

ગુજરાત યુનિવર્સિટીમાં HPPના ડિગ્રી-ડિપ્લોમાના સર્ટી પર હવે રજિસ્ટ્રારની સહી ફરજિયાત,

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટીના HPPના ડિગ્રી અને ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં પરીક્ષા ઉતિર્ણ કર્યા બાદ જે તે વિભાગના કોર્ડિનેટર દ્વારા સર્ટીફિકેટ આપવામાં આવતા હતા. હવે આવા સર્ટિફિકેટ રજિસ્ટ્રારની સહી સાથે પરીક્ષા વિભાદ દ્વારા આપવામાં આવશે. આમ હવે HPP કોર્ષ પર યુનિવર્સિટીનું નિયંત્રણ રહેશે. હવેથી HPP કોર્ષના ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ જે તે વિભાગના કો-ઓર્ડીનેટર અને નોલેજ પાર્ટનર ઈશ્યુ […]

ગુજરાત યુનિવર્સિટી બે મહિના થયા છતાં પણ હજુ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરી શકી નથીઃ NSUI

અમદાવાદઃ ધારણ 12નું પરિણામ જાહેર થયા બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાણિજ્ય વિનિયન સહિત વિવિધ વિદ્યાશાખાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવીને પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રવેશ કાર્યવાહીનો આરંભ કર્યાને બે મહિના વિતી ગયા હોવા છતાંયે હજુ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ નથી થઈ, બીજીબાજુ ઊંચીટાકવારી હોવા છતાં વિદ્યાર્થીઓ ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. એવો આક્ષેપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code