1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં મંત્રી મંડળનું ટુંક સમયમાં વિસ્તરણ થશે, પાટિલે આપ્યા સંકેત

કમલમ ખાતે ભાજપ પ્રદેશ કમિટીની બેઠક મળી, વડાપ્રધાન મોદીનો જન્મદિન સેવા સપ્તાહના રૂપમાં મનાવાશે, પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ પણ નજીકના ભવિષ્યમાં મળશે અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તે પહેલા સવારે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી ‘સેવા પખવાડિયા’ના આયોજન માટે એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. પાર્ટીના તમામ પદાધિકારીઓ, મંત્રીઓ અને […]

ગુજરાતઃ ડ્રગ્સના દુષણને ડામવા માટે 6 નવી ANTF યુનિટ્સ શરૂ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના સંકલ્પ સાથે, રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, રાજ્યમાં ઝોન મુજબ કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ શરૂ કરવામાં આવશે. આ યુનિટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર કડક અંકુશ લગાવવાનો […]

ગુજરાતમાં બપોર સુધીમાં 135 તાલુકામાં વરસાદ, 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

સાબરકાંઠાની હરણાવ નદીમાં પૂર, છોટાઉદેપુરમાં મકાન પડતાં બે મહિલાનાં મોત, દરિયાકાંઠે 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 135 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સાબરકાંઠાના વિજયનગર,મહિસાગરના બાલાસિનોર, તાપીના સોનગઢ, તેમજ કપડવંજ, ઉમરપાડા, દાંતા, વડાલી સહિત વિસ્તારોમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આજે પણ આકાશ વાગળોથી ગોરંભાયેલુ રહ્યું હતું. આજે […]

ગુજરાતમાં બપોર સુધીમાં 189 તાલુકામાં વરસાદ પડ્યો, સીઝનનો 81.74 ટકા નોંધાયો

સીઝનનો સૌથી વધુ 84.58 ટકા વરસાદ કચ્છનો નોંધાયો, સરદાર સરોવર ડેમ 83.33 ટકા ભરાયો, રાજ્યના 62 જળાશયો છલોછલ ભરાયા અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 189 તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે દિવસ દરમિયાન આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા રહ્યા છે. રાજ્યભરમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યાર સુધી સરેરાશ 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 […]

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આદિ કર્મયોગી અભિયાન, એક દિવસીય વર્કશોપ યોજાયો

દેશભરમાં 20 લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો લક્ષ્યાંક, ગુજરાતમાં 4245 ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત કામગીરી કરાશે ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ વિભાગના ઉપક્રમે એક દિવસીય વર્કશોપ યોજાયો ગાંધીનગરઃ આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે. આ અભિયાનનો ઉદ્દેશ “ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવતીકાલે અમદાવાદના નિકોલમાં સભાને સંબોધશે. આ દરમિયાન મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા અંદાજે બે હજાર 548 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મોદી અમદાવાદને અંદાજે બે હજાર 267 કરોડ રૂપિયાની પરિયોજનાની ભેટ આપશે. આ પરિયોજના હેઠળ અંદાજે એક હજાર 624 […]

ગુજરાતમાં 2055 નવિન ગ્રામ પંચાયતોને મકાન બનાવવા માટે 490 કરોડની ગ્રાન્ટ મંજુર

10 હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 40 લાખ રૂપિયા, 5થી 10 હજાર સુધીની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 34.83 લાખ રૂપિયા, 5 હજારથી ઓછી વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 25 લાખ રૂપિયા ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસ યોજનામાં 100 ટકા સેચ્યુરેશન લાવવાના હેતુસર રાજ્યમાં ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયત ઘરો માટે 489.95 […]

ગુજરાત સરકાર દ્વારા તમામ આંગણવાડીઓને પોતાના મકાન ઉપલબ્ધ કરાવાશે

માત્ર ત્રણ જ મહિનામાં ઐતિહાસિક 862 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન, સતત મોનીટરીંગના લીધે નવી આંગણવાડીના બાંધકામની ગતિ વધુ તીવ્ર બની, 357 નવા આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ સંપન્ન ગાંધીનગરઃ આંગણવાડીએ નાના બાળકો માટે માત્ર ભણતરનું કેન્દ્ર જ નહિ, પરંતુ તેમના શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસનું પ્રથમ પગથીયું છે. ગુજરાતના તમામ આંગણવાડી કેન્દ્રોમાં શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત આંગણવાડીમાં […]

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સરકારી ગોદામોમાં 11 હજાર મેટ્રિક ટન અનાજ સડી ગયું

પુરવઠા વિભાગની લાપરવાહી, પુરતી કાળજી ન લેવાઈ, તંત્રની બેદકરારીને લીધે ગરીબોનું અનાજ પણ યોગ્ય રીતે સચવાતુ નથી, સરકારી ગોદામો જર્જરિત અવસ્થામાં, ઉંદરોનો પણ ત્રાસ અમદાવાદઃ રાજ્યના પુરવઠા વિભાગની બેદરકારીને લીધે છેલ્લા બે વર્ષમાં ગરીબોને રેશનીંગમાં આપવાનું 11 હજાર મેટ્રિક ટન અનાજ બગડી ગયું હતું. કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રાલયે રિપોર્ટ જાહેર કર્યો છે કે, વર્ષ 2023-24માં […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 151 તાલુકામાં પડ્યો વરસાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ

ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારે 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, ભારે પવનને લીધે દ્વારકાધિશના મંદિરના શિખર પર ચઢાવવામાં આવતી ધ્વજા વૈકલ્પિક દંડ પર ચઢાવવામાં આવી અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 151 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ પડ્યો હતો. આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code