1. Home
  2. Tag "gujarat"

લોકસભા ચૂંટણીઃ ગુજરાત ભાજપાએ 6 સહ-પ્રભારીના નામ જાહેર કર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ઉપર પુનઃ જીતના લક્ષ્યાંક સાથે ભાજપાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ ભાજપામાં જોડાઈ રહ્યાં છે. દરમિયાન રાજ્યની લોકસભાની 26 પૈકી 16 બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે અન્ય ઉમેદવારોના નામ આગામી દિવસોમાં જાહેરા કરવામાં આવે તેવી શકયતા છે. […]

ગુજરાતમાં ફાગણના પ્રારંભ સાથે જ ઠંડી વિદાય લેશે, માર્ચના અંત સુધી તાપમાન સામાન્ય રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ મહિનાના પ્રારંભ સાથે જ ઠંડી વિદાય લેશે. જોકે માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે. એટલે ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે નહી, તેમજ રાજ્યમાં માવઠાની પણ કોઈ શક્યતા નથી. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં આકાશ અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે, ગુજરાતમાં આજથી ફાગણ […]

ગુજરાતના આઠ મહાનગરોમાં યોજાયેલા મિલેટ મહોત્સવમાં 2.78 લાખ લોકોએ મુલાકાત લીધી

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ભારતના બાજરી, જુવાર, રાગી જેવા વિવિધ પોષણયુક્ત શ્રીઅન્નને આજે સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પણ સુપર ફૂડ મિલેટ્સને ઘર-ઘર સુધી પહોંચાડવાના પ્રયાસોમાં સહભાગી થવા રાજ્યની 8 મહાનગર પાલિકાઓ ખાતે ત્રિ-દિવસીય ‘મિલેટ મહોત્સવ’નું આયોજન કર્યું હતું, જેમાં રાજ્ય સરકારને ભવ્ય સફળતા મળી છે. ‘મિલેટ મહોત્સવ’ના સફળ […]

ગુજરાતમાં ખેતીની જમીન કોઈપણ ખરીદી શકશે, હવે સરકાર ગણોતધારામાં ફેરફાર કરશે

ગાંધીનગરઃ ખેતીની જમીન ખેડુત ખાતેદાર હોય તો જ ખરીદી શકાય છે. ઉદ્યોગપતિઓથી લઈને ઘણાબધા વ્યક્તિઓને ખેતીની જમીનો ખરીદવી હોય તો ખરીદી શકતા નથી. જેથી ગણોતધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવા માટે સરકારે કવાયત હાથ ધરી છે. એટલુ જ નહી, જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તખ્તો પણ ઘડાઈ રહ્યો છે. આ કાયદામાં શું અને […]

ગુજરાતમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણમાં ફેક દસ્તાવેજો કરાશે તો 7 વર્ષની સજા, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણમાં  ફેક દસ્તાવેજો દ્વારા છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ત્યારે સરકારે પરિપત્ર કરીને સબ રજિસ્ટ્રાર કચેરીઓને આ મામલે વધુ દરકાર રાખવા અને ખોટા દસ્તાવેજો સામે સાત વર્ષની સજાની જોગવાઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સબ રજીસ્ટ્રારએ દસ્તાવેજ તૈયાર કરનારે બને પક્ષકાર ની ખરાઈ કરવાની રહશે, દસ્તાવેજ તૈયાર કરનારી એજન્સી કે વકીલે પોતાની […]

CM ભૂપેન્દ્ર પટેલ 1500 કરોડની નમો લક્ષ્મી અને સરસ્વતી યોજનાનો આજે શુભારંભ કરાવશે

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે, જેને પૂર્ણ કરવાના ઉદ્દેશથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદ્રઢીકરણ કરવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આજે તા. 9 માર્ચના […]

ગુજરાતમાં PSIની ભરતી માટે નવા નિયમો, હવે ત્રણના બદલે બે જ પરીક્ષા લેવાશે

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ વિભાગમાં પીએસઆઈની ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. LRDની જેમ દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પૂર્ણ કરવી પડશે. આ ઉપરાંત ઉમેદવારોનું વજન પણ ધ્યાને પર નહીં લેવામાં આવશે નહીં. 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે […]

ગુજરાતમાં શુક્રવારે ધાર્મિક માહોલમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાશે

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં શુક્રવારે હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે મહાશિવરાત્રી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. વિવિધ શિવાલયોમાં સવારથી ભક્તોની લાંબી લાઈનો લાગશે. તેમજ અલગ-અલગ સ્થળો ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે સમગ્ર ગુજરાત શિવમય  બની જશે. જૂનાગઢમાં શુક્રવારે મધ્ય રાત્રે સાધુ-સંતોની રવાડી યોજાશે અને શાહીસ્નાન યોજાશે. હાલ જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં […]

સંદેશખાલીમાં SC/ST સમાજની હિન્દુ મહિલાઓ સાથે થયેલા અત્યાચાર-શારિરીક શોષણ મામલે કલેક્ટરને આવેદન પત્ર અપાયું

અમદાવાદઃ ‘સામાજિક સમરસતા મચં ’ દ્વારા આજે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના પરિવારો અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાનું મોટા પ્રમાણમાં ષડયંત્ર સામે આવ્યું છે તેને વખોડતા અને પીડિતોને ન્યાય અને કાવતરાખોરોને સખત સજા કરવામાં આવે તેની માગં કરતું આવેદન “સામાજિક સમરસતા મંચ, ગુજરાત” દ્વારા અમદાવાદના કલેકટરને આપવા આવ્યું હતું. […]

ગુજરાતમાં મહા શિવરાત્રી બાદ ગરમીમાં ક્રમશઃ વધારો થશે, 11મીથી 13મી માર્ચ માવઠાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ઠંડી અને ગરમી એમ બેઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. જેમાં તાજેતરમાં માવઠા બાદ રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે હવે શિવરાત્રીથી ઠંડી વિધિવતરીતે વિદાય લેશે. અને ગરમીમાં ક્રમશઃ વધારો થશે. અને હોળી-ધૂળેટી સુધીમાં તો આકરા ઉનાળોનો લોકોને અનુભવ થશે.એવી હવામાન વિભાગે આગાહી કરી છે, જ્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code