1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ચૂંટણી ખર્ચની દેખરેખ અને આચારસંહિતા ભંગની ફરિયાદો માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયાં

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ધીમી ગતિએ માહોલ જામતો જાય છે. જો કે ચૂંટણીને હજુ સવા મહિનો બાકી છે. કોંગ્રેસએ તો હજુ લોકસભાની સાત બેઠકોના ઉમેદવારો અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા નથી. ભાજપ દ્વારા તમામ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકીય પક્ષોના નેતાઓ હાલ ગૃપ મીટિંગો કરીને તેમજ સભાઓ […]

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસએ હજુ સાત બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી

અમદાવાદઃ ભાજપએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે તમામ 26 બેઠકોના તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટેના 5 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની 7 બેઠકોના અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે 5 બેઠકોના ઉમેદવારો હજુ જાહેર કરાયા નથી. ત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કોને ટિકિટ મળશે તેની રાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની […]

ગુજરાતમાં 5 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું, હવે 4 દિવસ વાદળછાંયુ વાતાવરણ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યા છે. મંગળવારે રાજ્યના રાજકોટ અને ભૂજ સહિત 5 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું હતું. જો કે હવામાન વિભાગે અગાઉ કરેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં હીટવેવની અસર જોવા મળી હતી. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ […]

ઉનાળુ વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે ભાવનગર, 44,100 હેક્ટરમાં વાવેતર

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ જુદા જુદા પાકનું વાવેતર પણ શરૂ થાય છે. આ વર્ષે માર્ચ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે. હવે ભાવનગર શહેર અને જિલ્લામાં ઉનાળાની ગરમીનો આરંભ થઈ ગયો છે ત્યારે ઉનાળુ ઋતુમાં જુદા જુદા પાકનું વાવેતર પણ શરૂ થઈ ગયું છે. જેમાં આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર […]

ખેડા, ભાવનગર, બનાસકાંઠા સહિત ચાર જિલ્લામાં ડૂબી જવાના જુદા જુદા બનાવોમાં 9ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં ધૂળેટીના પર્વમાં રંગોથી ભીંજાયા બાદ નદી અને તળાવોમાં નહાવા જતાં ડુબી જવાના ચાર બનાવો બન્યા હતા.જેમાં  ખેડા, ભાવનગર, બનાસકાંઠા અને મહિસાગર જિલ્લામાંથી બનેલા બનાવોમાં 9 યુવાનોના ડુબી જતાં મોત નિપજ્યા હતા. ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે ગોમતી તળાવમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડુબી જતાં  મોત નિપજ્યા હતા.જ્યારે ભાવનગરના તળાજા તાલુકાના મણાર ગામે […]

ગુજરાતમાં ગરમી વધવાની આગાહી, તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જવાની શકયતા

અમદાવાદઃ આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં 39 ડીગ્રી તાપમાન રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો હોળી બાદ કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. આગામી બે દિવસ રાજકોટ શહેર સહિત જિલ્લામાં હિટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના દરિયાઇ પટ્ટી જિલ્લાઓમાં વાતાવરણ ગરમ અને ભેજવાળુ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું […]

ભાવનગરના સિહોરમાં ચરસ-ગાંજાના વેચાણના રેકેટનો પર્દાફાશ, એકની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબોરના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ભાવનગરના સિહોર પંથકમાંથી ચરસ અને ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ શખ્સ નશીલાદ્રવ્યો લાવીને વેચાણ કરતો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શિહોર પંથકના ઘાંઘળી […]

ગુજરાતમાં ધૂળેટી પર્વની ઉજવણી, લોકોએ એકબીજાને રંગ લગાવી મનાવ્યો પર્વ

અમદાવાદઃ રાજ્યમાં હોળી-ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ એકબીજાને અબીલ-ગુલાલ લગાવીને હોળીના પર્વની ઉજવણી કરી હતી. જ્યારે વિવિધ સોસાયટી અને શેરીઓમાં સવારથી નાના બાળકો એક-બીજાને રંગ લગાવી, તથા પાણી છાંટીને રંગોના પર્વની ઉજવણી કરતા હતા. આ ઉપરાંત વિવિધ ધાર્મિક સ્થળો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા અને એક-બીજાને રંગ લગાવ્યો હતો. ગુજરાતના […]

લોકસભા ચૂંટણીઃ સાબરકાંઠા બેઠકના ભાજપાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી રહ્યાં છે. જો કે, પહેલા અમદાવાદ પૂર્વ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. બીજી તરફ ભાજપામાં કેટલાક ઉમેદવારો ચૂંટણી […]

લોકસભા ચૂંટણી નહીં લડવાની ઈચ્છા દર્શાવનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો હાલ પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયાં હતા. હવે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા નેતાઓમાં હવે વધુ એક નેતાનો ઉમેરો થયો છે. લોકસભાની અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ઉમેદવારી પાછી લીધા બાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code