1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 25 બેઠકો ઉપર છ કલાકમાં 38 ટકા મતદાન
લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 25 બેઠકો ઉપર છ કલાકમાં 38 ટકા મતદાન

લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 25 બેઠકો ઉપર છ કલાકમાં 38 ટકા મતદાન

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો તથા ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર મતદાન યોજાઈ રહ્યું છે. દરમિયાન છ કલાકમાં લોકસભાની 25 બેઠકો ઉપર લગભગ 37.80 ટકા જેટલુ મતદાન થયું છે. જ્યારે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર પણ 36.09 ટકા જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. મતદાનમાં વધારો થાય તે માટે રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો દોડતા થઈ ગયા હતા. સૌથી વધારે બનાસકાંઠા અને વલસાડ બેઠક ઉપર 45 ટકાથી વધારે મતદાન થયું હતું.

લોકસભાની કચ્છ બેઠક ઉપર બપોરના 1 કલાક સુધીમાં 34.26 ટકા, બનાસકાંઠા બેઠક ઉપર 45.89, પાટણ બેઠક ઉપર 36.58 ટકા, મહેસાણા બેઠક ઉપર 37.79, સાબરકાંઠા બેઠક ઉપર 41.92 ટકા, ગાંધીનગર બેઠક ઉપર 39.23 ટકા, અમદાવાદ પૂર્વ બેઠક ઉપર 34.36, અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપર 33.29 ટકા, સુરેન્દ્રનગર બેઠક ઉપર 33.39 ટકા, રાજકોટ બેઠક ઉપર 37.42 ટકા, પોરબંદર બેઠક ઉપર 30.80 ટકા, જામનગર બેઠક ઉપર 34.61 ટકા, જૂનાગઢ બેઠક ઉપર 36.11 ટકા મતદાન થયું હતું.

આવી જ રીતે અમરેલીમાં 31.48 ટકા, ભાવનગરમાં 33.26 ટકા, આણંદમાં 41.78 ટકા, ખેડામાં 36.89 ટકા, પંચમહાલમાં 36.47, દાહોદમાં 39.79, વડોદરામાં 38.79, છોડાઉદેપુરમાં 42.65, ભરૂચમાં 43.12, બારડોલીમાં 41.67, નવસારીમાં 38.10 ટકા અને વલસાડમાં 45.34 ટકા જેટલુ મતદાન થયું હતું. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની વિજાપુર બેઠક ઉપર 38.05 ટકા, પોરબંદરમાં 31.54 ટકા, માણાવદરમાં 32.28 ટકા, ખેડબ્રહ્મામાં 38.41 ટકા તથા વઘોડિયા બેઠક ઉપર 40.17 ટકા જેટલુ મતદાન થયું હતું.  

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code