Homeગુજરાતીગુજરાતસાબરકાંઠા લોકસભા ઉમેદવાર શોભનાબેને 5 લાખ મતોથી જીતનો દાવો કયોઁ

સાબરકાંઠા લોકસભા ઉમેદવાર શોભનાબેને 5 લાખ મતોથી જીતનો દાવો કયોઁ

ખેડબ્રહ્મા : આજે લોકસભાની 25 બેઠકો માટે નુ મતદાન ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ચાલી રહ્યુ છે,જેમાં સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ 5 લાખ ઉપરાંત મતોની લીડ થી જીત નો દાવો કયોઁ હતો સાથે જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે પણ ખેડબ્રહ્માની મુલાકાત લીધી હતી.

શોભનાબેન બારૈયાએ ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લેતાં જણાવેલ કે સાબરકાંઠા જીલ્લાના વિવિધ મત વિસ્તારોની મુલાકાત લેતાં મતદારોનો ઉત્સાહ બમણો જોવા મળેલ છે તે જોતાં એવુ લાગે છે કે સાબરકાંઠા બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત છે અને 5 લાખ મતોથી વિજેતા બની એક કમળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપઁણ કરીશુ.

સાથે સાબરકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે પણ જીતનો આશાવાદ કરતાં જણાવેલ કે સાબરકાંઠા જીલ્લાના મતદારોનો અનેરો ઉત્સાહ જોતાં ભાજપની જીત 5 લાખના મતોની લીડ થી થશે અને મતદારોનો આભાર વ્યક્ત કયાઁ હતો.

ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકની મુલાકાત દરમ્યાન ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ સહીત કાયઁકરો જોડાયા હતા અને વિવિધ મત વિસ્તારની મુલાકાત લીધી હતી.

સંબંધિત લેખો

Most Popular