1. Home
  2. Tag "gujarat"

ભાવનગરના સિહોરમાં ચરસ-ગાંજાના વેચાણના રેકેટનો પર્દાફાશ, એકની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબોરના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ભાવનગરના સિહોર પંથકમાંથી ચરસ અને ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ શખ્સ નશીલાદ્રવ્યો લાવીને વેચાણ કરતો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શિહોર પંથકના ઘાંઘળી […]

ગુજરાતમાં ધૂળેટી પર્વની ઉજવણી, લોકોએ એકબીજાને રંગ લગાવી મનાવ્યો પર્વ

અમદાવાદઃ રાજ્યમાં હોળી-ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ એકબીજાને અબીલ-ગુલાલ લગાવીને હોળીના પર્વની ઉજવણી કરી હતી. જ્યારે વિવિધ સોસાયટી અને શેરીઓમાં સવારથી નાના બાળકો એક-બીજાને રંગ લગાવી, તથા પાણી છાંટીને રંગોના પર્વની ઉજવણી કરતા હતા. આ ઉપરાંત વિવિધ ધાર્મિક સ્થળો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા અને એક-બીજાને રંગ લગાવ્યો હતો. ગુજરાતના […]

લોકસભા ચૂંટણીઃ સાબરકાંઠા બેઠકના ભાજપાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી રહ્યાં છે. જો કે, પહેલા અમદાવાદ પૂર્વ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. બીજી તરફ ભાજપામાં કેટલાક ઉમેદવારો ચૂંટણી […]

લોકસભા ચૂંટણી નહીં લડવાની ઈચ્છા દર્શાવનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો હાલ પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયાં હતા. હવે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા નેતાઓમાં હવે વધુ એક નેતાનો ઉમેરો થયો છે. લોકસભાની અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ઉમેદવારી પાછી લીધા બાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ […]

ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો, માર્ચના અંતમાં 42 ડિગ્રીને વટાવી જશે

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બનતો જાય છે. ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. હજુ ફાગણ મહિનો અડધો પુરો થયો નથી ત્યાં આવી સ્થિતિ છે. તો ચૈત્ર અને વૈશાખ મહિનામાં લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી જશે. દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી તા. 26મી માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ […]

ગુજરાતમાં ગોંડલ, રાજકોટ, ભાવનગર, ઊંઝા, અને થરાદ સહિત માર્કેટ યાર્ડ્સ અઠવાડિયા સુધી બંધ રહેશે

અમદાવાદઃ હોળી-ધૂળેટી તેમજ માર્ચ મહિનાનો એન્ડિંગ હોવાથી ગુજરાતના મોટાભાગના માર્કેટિંગ યાર્ડ અઠવાડિયા સુધી રજા પાળશે. જેમાં સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ, તેમજ રાજકોટ, ભાવનગર, ઊંઝા, થરાદ સહિતના માર્કેટ યાર્ડનો સમાવેશ થાય છે. રાજ્યના ગોંડલ, રાજકોટ સહિતના માર્કેટ યાર્ડ્સ આગામી રવિવાર અને સોમવારના હોળી – ધુળેટીના પર્વને લઈને તેમજ 26 થી 31 માર્ચ સુધી યાર્ડના […]

ગુજરાતમાં 1લી એપ્રિલથી દસ્તાવેજ નોંધણી માટેના નિયમો બદલાશે, જાણો શું વિગતો આપવી પડશે ?

અમદાવાદઃ દસ્તાવેજોમાં થતી છેતરપિંડીને રોકવા માટે હવે  દસ્તાવેજ તૈયાર કરનારાનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર ફરજિયાત આપવા પડશે. દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ પણ આપવા પડશે. પહેલી એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ધો-12 સાયન્સના 1,37,799 વિદ્યાર્થીઓ ઈજનેરી, ફાર્મસીમાં પ્રવેશ માટે 31મી માર્ચે ‘ગુજકેટ’ આપશે,

અમદાવાદઃ ધોરણ 12 સાયન્સ બાદ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યાને ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. અને તેના મેરીટને આધારે વિદ્યાર્થીઓ પસંદગીની કોલેજ અને વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકે છે. ધોરણ 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ થતાં જ હવે ગુજકેટની પરીક્ષા આગામી તા. 31મી માર્ચને રવિવારે યોજાશે. ધોરણ-12 સાયન્સ બાદ ડિગ્રી […]

ગુજરાતમાં હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, હોળી-ધૂળેટી બાદ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જશે

અમદાવાદઃ  ગુજરાતમાં ઉનાળાના આગમન સાથે તાપમાનમાં ક્રમશ- વધારો થઈ રહ્યો છે. જો કે, ગત વર્ષની તુલનાએ ફાગણ મહિનાના પ્રથમ સપ્તાહમાં તાપમાન સામાન્ય રહ્યું હતું. ત્યારબાદ તાપમાન સરેરાશ 35 ડિગ્રીએ પહોંચ્યુ હતુ. દરમિયાન હવામાન વિભાગના કહેવા મુજબ માર્ચના અંત સુધીમાં એટલે કે હોળી અને ધૂળેટી બાદ તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. જ્યારે હવામાનની આગાહી કરનારા […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાત સહિત છ રાજ્યના ગૃહ સચિવો અને પ.બંગાળના ડીજીપીને હટાવાયાં

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડના ગૃહ સચિવોની બદલીના આદેશ કરાયાં છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના પોલીસ વડાની પણ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય. પ્રશાસનિક વિભાગના સચિવોને હટાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code