1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. જો કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર-પ્રસાર કરશે. તેમણે કહ્યું કે, પાર્ટી હાઈકમાન્ડનો જે પણ નિર્ણય હશે તે સ્વિકારવામાં આવશે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી 10 નવી વંદે ભારત ટ્રેનને  લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. રેલવે સાથે જોડાયેલી 85 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાનો શુભારંભ કરાવ્યો. રેલવે મુસાફરી કરતા મુસાફરોને અમદાવાદથી મુંબઈની વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળી. આ ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ મુસાફરી માત્ર 5 કલાકમાં પૂર્ણ થઈ જશે. મંગળવારથી દોડનારી વંદે […]

ન્યુઝિલેન્ડએ ગુજરાતમાં કૃષિ ઉદ્યોગ, ડેરી ફાર્મિંગ સહિત ક્ષેત્રમાં સહભાગીતાની ઉત્સુકતા દર્શાવી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત ન્યુઝિલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર શ્રીયુત વિન્સ્ટન પીટર્સ અને પ્રતિનિધિ મંડળે લીધી હતી. ગુજરાત સાથે એગ્રી બિઝનેસ એન્ડ સેન્ટર ઓફ એક્સલન્સ, મેરિટાઈમ કો.ઓર્ડીનેશન, ફૂડ સિક્યુરિટી, ડેરી ફાર્મિંગ, રિન્યુએબલ એનર્જી તેમજ ગ્રીન હાઈડ્રોજન, ટુરીઝમ જેવા સેક્ટર્સમાં સહભાગીતાની ઉત્સુકતા ન્યૂઝિલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરએ દર્શાવી હતી. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ન્યુઝિલેન્ડ સાથે ગુજરાતની […]

ગુજરાતમાં એક દાયકામાં કેન્દ્ર સરકારે રૂ. 66470 કરોડના 199 પ્રોજેક્ટને મંજૂરી આપી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે નવો ઇતિહાસ સર્જતા એક જ દિવસમાં રૂ. ૧ લાખ કરોડથી વધુની ૧૧૪ પરિયોજનાઓના હરિયાણાથી વર્ચ્યુઅલી લોકાર્પણ-શિલાન્યાસ કર્યા હતા. વડાપ્રધાનએ આ પરિયોજનાઓ પૈકી ગુજરાતને ૧૫૭૫ કરોડ રૂપિયાના કુલ ૫૩ કિલોમીટરના ત્રણ કામોની ભેટ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રોજેક્ટ્સની […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાત ભાજપાએ 6 સહ-પ્રભારીના નામ જાહેર કર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ઉપર પુનઃ જીતના લક્ષ્યાંક સાથે ભાજપાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ ભાજપામાં જોડાઈ રહ્યાં છે. દરમિયાન રાજ્યની લોકસભાની 26 પૈકી 16 બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે અન્ય ઉમેદવારોના નામ આગામી દિવસોમાં જાહેરા કરવામાં આવે તેવી શકયતા છે. […]

ગુજરાતમાં ફાગણના પ્રારંભ સાથે જ ઠંડી વિદાય લેશે, માર્ચના અંત સુધી તાપમાન સામાન્ય રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ મહિનાના પ્રારંભ સાથે જ ઠંડી વિદાય લેશે. જોકે માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે. એટલે ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે નહી, તેમજ રાજ્યમાં માવઠાની પણ કોઈ શક્યતા નથી. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં આકાશ અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે, ગુજરાતમાં આજથી ફાગણ […]

ગુજરાતના આઠ મહાનગરોમાં યોજાયેલા મિલેટ મહોત્સવમાં 2.78 લાખ લોકોએ મુલાકાત લીધી

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ભારતના બાજરી, જુવાર, રાગી જેવા વિવિધ પોષણયુક્ત શ્રીઅન્નને આજે સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પણ સુપર ફૂડ મિલેટ્સને ઘર-ઘર સુધી પહોંચાડવાના પ્રયાસોમાં સહભાગી થવા રાજ્યની 8 મહાનગર પાલિકાઓ ખાતે ત્રિ-દિવસીય ‘મિલેટ મહોત્સવ’નું આયોજન કર્યું હતું, જેમાં રાજ્ય સરકારને ભવ્ય સફળતા મળી છે. ‘મિલેટ મહોત્સવ’ના સફળ […]

ગુજરાતમાં ખેતીની જમીન કોઈપણ ખરીદી શકશે, હવે સરકાર ગણોતધારામાં ફેરફાર કરશે

ગાંધીનગરઃ ખેતીની જમીન ખેડુત ખાતેદાર હોય તો જ ખરીદી શકાય છે. ઉદ્યોગપતિઓથી લઈને ઘણાબધા વ્યક્તિઓને ખેતીની જમીનો ખરીદવી હોય તો ખરીદી શકતા નથી. જેથી ગણોતધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવા માટે સરકારે કવાયત હાથ ધરી છે. એટલુ જ નહી, જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તખ્તો પણ ઘડાઈ રહ્યો છે. આ કાયદામાં શું અને […]

ગુજરાતમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણમાં ફેક દસ્તાવેજો કરાશે તો 7 વર્ષની સજા, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણમાં  ફેક દસ્તાવેજો દ્વારા છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ત્યારે સરકારે પરિપત્ર કરીને સબ રજિસ્ટ્રાર કચેરીઓને આ મામલે વધુ દરકાર રાખવા અને ખોટા દસ્તાવેજો સામે સાત વર્ષની સજાની જોગવાઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સબ રજીસ્ટ્રારએ દસ્તાવેજ તૈયાર કરનારે બને પક્ષકાર ની ખરાઈ કરવાની રહશે, દસ્તાવેજ તૈયાર કરનારી એજન્સી કે વકીલે પોતાની […]

CM ભૂપેન્દ્ર પટેલ 1500 કરોડની નમો લક્ષ્મી અને સરસ્વતી યોજનાનો આજે શુભારંભ કરાવશે

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે, જેને પૂર્ણ કરવાના ઉદ્દેશથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદ્રઢીકરણ કરવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આજે તા. 9 માર્ચના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code