1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 151 તાલુકામાં પડ્યો વરસાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ

ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારે 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, ભારે પવનને લીધે દ્વારકાધિશના મંદિરના શિખર પર ચઢાવવામાં આવતી ધ્વજા વૈકલ્પિક દંડ પર ચઢાવવામાં આવી અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 151 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ પડ્યો હતો. આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 143 તાલુકામાં વરસાદ, મેંદરડામાં 6 કલાકમાં 13 ઈંચ

કેશોદમાં 11 ઈંચ અને વંથલીમાં પણ10 ઈંચ વરસાદ, જૂનાગઢની મધુવતી, મેઘલ અને બંધૂકયો નદીમાં ઘોડાપૂર, મંગળવારે કલ્યાણપુમાં 11 ઈંચ અને દ્વારકામાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો અમદાવાદઃ રાજ્યમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 143 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં જુનાગઢના મેંદરડામાં 13 ઈંચ, કેશોદમાં 11 ઈંચ, વંથલીમાં 10 ઈંચ, તથા પોરબંદરમાં 9 ઈંચ, જુનાગઢના માણાવદરમાં […]

ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

મુંબઈઃ હવામાન વિભાગે ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. દિવસભર ભારે વરસાદ બાદ આજે […]

ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં રૂ. 29,700 કરોડનું માતબર રોકાણ

ગાંધીનગરઃ ભારતમાં ઓટોમોટિવ ક્ષેત્રે ક્રાંતિ આવી છે તેમાં ગુજરાતનો મોટો ફાળો છે. ગુજરાત તેના વ્યૂહાત્મક સ્થાન, મજબૂત માળખાકીય સુવિધાઓ અને રોકાણને અનુકૂળ નીતિઓને પગલે અન્ય રાજ્યોની સરખામણીમાં ઓટો કંપનીઓની પહેલી પસંદ બન્યું છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સુઝુકી મોટર્સ ગુજરાતના કારણે આજે આ ક્ષેત્ર ભારતના અગ્રણી ઓટોમોટિવ ઉત્પાદન કેન્દ્રો પૈકીનું એક બન્યું છે. સુઝુકી […]

ગુજરાતમાં બપોર સુધીમાં વધુ 39 તાલુકામાં વરસાદ પડ્યો, 19મીથી ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહીને લીધે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સુચના, મંગળવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન 82 તાલુકામાં વરસાદ પડ્યો, સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ અમદાવાદઃ ગુજરાતમાં આજે સવારથી બપોર સુધીમાં 39 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4.13 ઈંચ, જુનાગઢના માંગરોળમાં 3.74 ઈંચ, તેમજ વલસાડના ઉંમરગાંવ, વાપી, જુનાગઢના માળિયા […]

‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં 6 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

ગુજરાતમાં 10 કરોડથી વધુ વૃક્ષારોપણનો લક્ષ્યાંક સિદ્ધ કરાશે, 61 લાખથી વધુ વૃક્ષારોપણ સાથે બનાસકાંઠા જિલ્લો અગ્રેસર, દેશમાં  સૌથી વધુ 32 કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં તા. 04 જૂનથી 18 ઓગષ્ટ-2025 સુધીમાં ત્રીજા નંબરે સૌથી વધુ 6.05 કરોડથી વધુ […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના લીધે 76 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયા

રાજ્યમાં સીઝનનો સરેરાશ 68 ટકાથી વધુ વરસાદ નોંધાયો, સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો, રાજ્યમાં 87 ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું–ખરીફ વાવેતર પૂર્ણ ગાંધીનગરઃ રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 18 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા […]

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાયો, 4 સિસ્ટમ એકસાથે સક્રિય થતાં ભારે વરસાદની આગાહી

આજે બપોર સુધીમાં 10 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા, સૌરાષ્ટ્રમાં વરસાદ લોકમેળાની મજા બગાડે તેવી શક્યતા, 17મીથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ અપાયું અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોના મેઘવિરામ બાદ આજથી ફરીવાર વરસાદી માહોસ સર્જાયો છે. રાજ્યભરમાં આજે આકાશમાં વાદળોથી ગોરંભાયા છે. અને હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ અસઙ્ય બફારોના અનુભવ કર્યો હતો. દરમિયાન રાજ્યના […]

ગુજરાતભરમાં આજે શીતળા સાતમનું પર્વ ભક્તિભાવથી ઊજવાયુ

શીતળા માતાજી અને બળિયાદેવની પૂજા માટે મંદિરોમાં ઉમટી પડી, શીતળા માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના યોજાઈ, બળિયાદેવને ઠંડી વાનગીઓનો પ્રસાદ ધરાવાયો અમદાવાદઃ ગુજરાતભરમાં આજે શીતળા સાતમનું પર્વ ભક્તિભાવ રીતે ઊજવાયું હતુ. શીતળા માતાજીના મંદિરોમાં અને બળિયા દેવના મંદિરોમાં સવારથી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. મોટાભાગના પરિવારોએ આજે ઠંડુ ભોજન આરોગીને પર્વની ઉજવણી કરી હતી. શહેરો કરતા […]

ગુજરાતમાં હર ઘર તિરંગા અને સ્વચ્છતાના કાર્યક્રમમાં 22.40 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

તિરંગા યાત્રાને સફળ બનાવવા 50 લાખથી વધુ તિરંગાનું વિતરણ કરાયુ, રાજ્યના 33 જિલ્લામાં તિરંગા યાત્રા યોજાઈ, તિરંગા સાથે સેલ્ફી કાર્યક્રમમાં 5.45 લાખથી વધુ નાગરિકો જોડાયા અમદાવાદઃ રાષ્ટ્રધ્વજના સન્માનમાં તા.8થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ‘સ્વતંત્રતા સપ્તાહ’ ઉજવવામાં આવી રહ્યું છે. રાજ્યના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ, સ્વચ્છતા તેમજ દેશ પ્રત્યે વધુ રાષ્ટ્ર ભાવના આવે તે માટે ‘રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ’ની ઉજવણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code