1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ: સવારે ઠંડી, બપોરે ગરમી!

અમદાવાદ: ગુજરાતના નાગરિકોએ હાલ શિયાળાની ઋતુમાં બેવડી ઋતુનો અનુભવ સહન કરવો પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થશે, જ્યારે બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધશે. તાજેતરના આંકડા મુજબ, રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. […]

ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું, નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુંગાર

ગાંધીનગર: ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યો માટે હવામાન વિભાગે 12 ડિસેમ્બર સુધી શીત લહેરની ચેતવણી આપી છે, જેની સીધી અસર ગુજરાતના ઘણા શહેરોમાં તાપમાન પર જોવા મળી છે. રાજ્યમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ઉત્તરભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે ગુજરાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી […]

રાજસ્થાનમાં ગુજરાતના યાત્રાળુઓની બસને નડ્યો અકસ્માત, 4નો મોત 28ને ઈજા

રાજસ્થાનમાં સીકરના ફતેહપુર હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, ગુજરાતના યાત્રાળુઓ વિષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ગુજરાતના વલસાડના યાત્રાળુઓ ખાનગી બસમાં પ્રવાસ કરી રહ્યા હતા અમદાવાદઃ રાજસ્થાનના સીકર જિલ્લામાં ફતેહપુર પાસે ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગુજરાતના 4 યાત્રાળુઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં 28 લોકો ઈજાગ્રસ્ત […]

ગુજરાતમાં 6 સરકારી મેડિકલ કોલેજોમાં 15 પ્રાધ્યાપકોની નિમણૂકો કરાઈ

મેડિકલ કોલેજોમાં અધ્યાપકોની અછત થોડા ઘણા અંશે હવે દૂર થઈ ભાવનગર મેડિકલ કોલેજમાં 7 પ્રાધ્યાપકોને 11 માસના કરારી ધોરણે નિમણૂકો અપાઈ, ખાનગી પ્રેક્ટિસ સાથે 8 તબીબી શિક્ષકોને નિમણૂકો અપાઈ અમદાવાદઃ રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજોમાં પ્રોફેસરો-પ્રાધ્યાપકોની અછતને લીધે વિદ્યાર્થીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે. જ્યારે એમસીઆઈનું ઈન્સ્પેકશન આવે તે પહેલા અન્ય કોલેજમાંથી પ્રાધ્યાપકોની બદલીઓ કરીને ખાલી જગ્યાઓ […]

ગુજરાતઃ 5334 ગામોમાં 10712 પશુ સારવાર કેમ્પ યોજાયા, 5.40 લાખથી વધુ પશુઓને સારવાર અપાઈ

ગાંધીનગરઃ ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે પશુપાલન વ્યવસાય એક મહત્વનું પરિબળ પૂરવાર થઇ રહ્યો છે. આ વ્યવસાયને ટકાઉ અને વધુ નફાકારક બનાવવા પશુઓની પ્રજનન ક્ષમતા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે. કારણ કે, પશુઓના ગર્ભધારણમાં ખામી કે વિલંબ થતા તેની સીધી અસર દૂધ ઉત્પાદન પર થાય છે. રાજ્યના પશુપાલકોને આ આર્થિક નુકશાનથી બચાવવા […]

SIR : 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે, 17 જિલ્લાઓમાં 100% કામગીરી

133 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100% કામગીરી સંપન્ન ગેરહાજર-સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી CEO તથા જિલ્લાસ્તરે વેબસાઈટ પર મુકાઈ ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીનો તબક્કો તા.11 ડિસેમ્બરના રોજ પૂર્ણ […]

ગુજરાતમાં જમીન માપણીના સર્વેયરોને લાયસન્સ આપવાની સત્તા કલેકટરને હવાલે

અગાઉ જમીન દફતર નિયામકની કચેરી પાસે સત્તા હતી રાજ્ય કક્ષાએ સર્વેયરોને લાયસન્સ આપવાની પ્રથાથી વિલંબ થયો હતો કલેક્ટરોએ દરેક લાયસન્સ અંગેનો રેકોર્ડ સરકારને મોકલવો પડશે ગાંધીનગર: ગુજરાત સરકારે જમીન મિલકતની માપણી પ્રક્રિયામાં ઝડપ અને પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કર્યો છે. ખાનગી સર્વેયરો (લાયસન્સી સર્વેયરો)ને લાયસન્સ જારી કરવાની જવાબદારી સેટલમેન્ટ કમિશનર-કમ-જમીન દફતર નિયામક કચેરી […]

ગુજરાતઃ ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ 10 લાખથી વધારે ઝૂંપડાઓમાં મફત વીજ કનેક્શન પૂરા પાડ્યા

ગાંધીનગરઃ ગુજરાતમાં ઝૂંપડીઓમાં રહેતાં ગરીબોના ઘરોને પ્રકાશમય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝૂંપડા વીજળીકરણ યોજના’ અમલમાં છે. આ યોજના અંતર્ગત ઝૂંપડાઓમાં રહેનારાઓને નિઃશુલ્ક વીજ જોડાણ આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં આ યોજના હેઠળ રૂ. 8,499 લાખના ખર્ચે 1,52,466 ઝૂંપડાઓનું મફત વીજળીકરણ કરી ગરીબના જીવન સ્તરમાં સુધારો લાવવામાં આવ્યો છે. એટલું જ નહીં; સંવેદનશીલ મુખ્યમંત્રી […]

ગુજરાતમાં 11મી ડિસેમ્બરથી રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા યોજાશે

મુખ્યમંત્રી 11મી ડિસેમ્બરે પાલનપુરમાં “સશક્ત નારી મેળા”નો શુભારંભ કરાવશે રાજ્યના દરેક જિલ્લામાં નારી મેળામાં મહિલાઓના યોગદાનને ઉજાગર કરાશે દરેક મોટા જિલ્લામાં 100 પ્રદર્શન સ્ટોલ અને નાના જિલ્લામાં 50 પ્રદર્શન સ્ટોલનું આયોજન કરાશે  ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં આગામી તા. 11 ડિસેમ્બરથી તા. 23 […]

ગુજરાતમાં સોમવારે ઈન્ડિગોની 44થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદમાં 44 રાજકોટમાં-4, સુરતમાં -3, અને વડોદરામાં-1 ફલાઈટ કેન્સલ થઈ, પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનો દોડાવાતા રાહત, એરપોર્ટ પર ટ્રેનનું બુકિંગ કરવા માટે RCTCનું કાઉન્ટર શરૂ કરાયું અમદાવાદઃ દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સના ધાંધિયા ચાલી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે 6ઠ્ઠા દિવસે પણ સવારે 9 વાગ્યા સુધીમાં 26 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જ્યારે  અમદાવાદ એરપોર્ટની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code