1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ દુકાનોમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્રના દરોડા

અમદાવાદઃ જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે રાજ્ય સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ જેટલી મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગેરરીતી કરતા કુલ ૧૨૬ એકમો સામે ગુન્હાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી […]

ગુજરાતની ધો. 1 થી 8ની તમામ શાળામાં 360 ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મુકાશે

માત્ર લેખિત કસોટીથી મૂલ્યાંકન કરવાને બદલે સતત અને સર્વાંગી મૂલ્યાંકન કરાશે, વિદ્યાર્થીઓના માત્ર ગુણાંક નહીં સર્વાંગી વિકાસને પણ પ્રોત્સાહન અપાશે, શિક્ષણને માત્ર પરીક્ષા કેન્દ્રિત ન રાખીને જીવન માટે જરૂરી કૌશલ્યો પર ભાર મુકાશે, માર્ક્સથી આગળ બાળકોમાં જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોનો ત્રિ-આયામી વિકાસ થશે ગાંધીનગરઃ શિક્ષણમાં ગુણવત્તા વધારવા, શિક્ષણ પ્રણાલીને વધુ સરળ બનાવી ભણતરની સાથે બાળકમાં અન્ય કૌશલ્યો […]

ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા કોલેજની ભેટ: હિંમતનગરમાં 80 સીટ પર પ્રવેશ અપાશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સુવિધાઓ વધારવાના પ્રયાસોના ભાગરૂપે, કેન્દ્ર સરકાર દ્વારા હિંમતનગરમાં નવી પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજને મંજૂરી આપવામાં આવી છે. આ કોલેજમાં વર્ષ 2025-26થી 80 સીટ પર પ્રવેશની પ્રક્રિયા આગામી મહિનાથી શરૂ થશે. ગુજરાતમાં પાંચમી વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત શરૂ થનારી આ કોલેજ ગુજરાતની પાંચમી વેટરનરી […]

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓને શિક્ષણ બોર્ડના પરિણામને આધારે આર્થિક સહાય અપાશે

સહાય માટે સ્કૂલનું મકાન મંડળ અથવા ટ્રસ્ટનું હોવું જરૂરી, વિજ્ઞાન પ્રવાહ અને ગર્લ્સ સ્કૂલને પ્રાથમિકતા, ગુણોત્સવ ધ્યાને લેવાશે, બિન આદિજાતિ વિસ્તારમાં 75% અને આદિજાતિ વિસ્તારમાં 65% પરિણામ ફરજિયાત અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ વિભાગે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં […]

ગુજરાતમાં 16થી 18મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

બુધવારે બપોર સુધીમાં 37 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા, રાજ્યમાં ચોમાસાની સીઝનનો સરેરાશ વરસાદ 64.62 ટકા થયો, સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો સીઝનનો 56.70 ટકા વરસાદ નોંધાયો અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાઈ રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રમાં વરસાદ ન પડવાથી ખરીફ પાક મુરઝાઈ રહ્યો છે. દક્ષિણ ગુજારતામાં છૂટા-છવાયા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડી રહ્યા છે. […]

ગુજરાતમાં દર વર્ષે કૂતરા કરડવાના 2,41 લાખથી વધુ બનાવો, દેશમાં ટોપ 5માં ગુજરાતનો સમાવેશ

અમદાવાદમાં 30 હજારથી વધુ કૂતરાઓનું નસબંધીકરણ, રાજ્યના શહેરો અને ગામડાંમાં રોજ 700 લોકો ડોગ બાઈટનો ભોગ બને છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વર્ષમાં પ્રાણીઓ કરડવાના 29,206 કેસ નોંધાયા અમદાવાદઃ રાજ્યના અમદાવાદ સહિત મહાનગરો અને નાના શહેરોમાં પણ કૂતરા કરડવાના બનાવો વધતા જાય છે. રાજ્યમાં દર વર્ષે કૂતરા કરડવાના સરેરાશ કેસ 2.41 લાખથી વધુ છે, એટલે […]

ગુજરાતમાં નવ રચિત 9 મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીઓ 6 મહિનામાં યોજાય તેવી શક્યતા

9 મહાપાલિકામાં મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂંકો કરાઈ, વર્ષના અંતે 15 મહા પાલિકાઓની ચૂંટણી યોજાશે, શહેરમાં વોર્ડ વાઈઝ મતદાર યાદી તૈયાર કરાશે ગાંધીનગરઃ ગુજરાતમાં મહિનાઓ પહેલા નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદ નગરપાલિકાઓને મહા નગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ આ તમામ શહેરમાં મ્યુનિ,કમિશનરોએ વહિવટ સંભાળી લીધો છે. તમામ નવ મહાનગર પાલિકાઓમાં નવા વિસ્તારોનો […]

ગુજરાતમાં 12 દિવસીય સ્પેસ સાયન્સ આઉટરીચ કાર્યક્રમ કાલે મંગળવારથી યોજાશે

સ્પેસ ફેસ્ટિવલમાં ૫૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે, સ્પેસ સાયન્સ શિક્ષણને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજાશે, ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS) મોડેલ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરાશે ગાંધીનગરઃ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આવતી કાલે 12 ઓગસ્ટથી 23 ઓગસ્ટ 2025 દરમિયાન સમગ્ર ગુજરાતમાં 12-દિવસીય સ્પેસ સાયન્સ આઉટરીચનો કાર્યક્રમનું આયોજન કરાશે. આ […]

ગુજરાતમાં ચોમાસામાં અત્યાર સુધીમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો

સૌથી વધુ 68 ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં વરસ્યો, રાજ્યમાં 82 ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું- ખરીફ વાવેતર પૂર્ણ, રાજ્યના 52 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયા, સમાન સરદાર સરોવર ડેમમાં 75 ટકાથી વધુ જળસંગ્રહ ગાંધીનગરઃ રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 11 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. […]

ગુજરાતમાં જિલ્લા-તાલુકાઓમાં પોલીસ-સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પરિસંવાદમાં હર્ષ સંઘવી હાજર રહ્યા, પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવા અનોખા કાર્યક્રમનું આયોજન, પોલીસ અદિકારીઓએ સરપંચો સાથે સીધો સંવાદ કર્યો ગાંધીનગરઃ ગ્રામ્ય પોલીસિંગને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર ગુજરાતમાં પોલીસ અને સરપંચ વચ્ચે ‘પરિસંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ પોલીસ મથકના અધિકારીઓ અને ગામના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code