1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન કે બાંધછોડ કરાશે નહીઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ  રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ તેમજ વિવિધ નગરપાલિકાઓને એક જ દિવસમાં એક સાથે  2084  કરોડ રૂપિયાના ચેક વિકાસ કામો માટે અર્પણ કરતાં મુખ્યમંત્રી  ભૂપેન્‍દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું નાણાંકીય વ્યવસ્થાપન એવું સુદ્રઢ છે કે, વિકાસ કામોમાં નાણાંની ક્યારેય કમી રહેતી નથી. મુખ્યમંત્રીએ વિકાસના કામોમાં ગુણવત્તા-ક્વોલિટી સાથે કોઇ સમાધાન કે બાંધછોડ […]

ગુજરાતમાં ફરી માવઠું થવાની આગાહી, 7થી 10 જાન્યુઆરીએ વરસાદની શક્યતા

કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા 11 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની સંભાવના અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને હાલ કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન આગામી તા. 7મી જાન્યુઆરીથી 10મી જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાક માવઠાનું સંકટ ઘેરાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. તા. 11મી જાન્યુઆરીથી […]

ગુજરાતમાં સવારે ઝાકળ, બપોરે ગરમી અને રાત્રે ઠંડી, લોકોને અડધા શિયાળે ત્રણ ઋતુનો અનુભવ

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના પ્રારંભથી ગરમી ઠંડી મિશ્રિત ઋતુ અને માવઠાનો અનુભવ લોકો કરી રહ્યા છે. અડધો શિયાળો વિતિ ગયો એટલે કે માગશર મહિનો હવે પુરો થવાની તૈયારીમાં છે, ત્યારે હજુપણ લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. કે, આગામી પાંચ દિવસ હવામાનમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને કારણે સવારે ઝાકળ, બપોરે […]

ગુજરાતઃ 51 સ્થળોએ સૂર્યનમસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, વિશ્વ રેકોર્ડ નોંધાયો

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સવારે મોઢેરાના સૂર્યમંદિર ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. આની સાથે રાજ્યના 108 આઇકોનીક સ્થળોએ સૂર્યનમસ્કાર કાર્યક્રમો યોજાયા હતા. જે પૈકી 51 સ્થળોએ સૂર્યનમસ્કારનો કાર્યક્રમ ગ્રીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં નોંધાયો હતો.  ગુજરાતે સ્થાપિત કરેલા વિશ્વ વિક્રમમાં જામનગર જિલ્લો પણ સહભાગી બન્યો હતો. કેબિનેટ મંત્રી […]

અમદાવાદ સહિત 4 મહાનગરોમાં 519 જેટલા વિકાસના કામો માટે 455 કરોડ ફાળવાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો અને નગરોમાં વસતાં નાગરિકો માટે સ્થાનિક સત્તાતંત્ર જન સુખાકારીના વ્યાપક કામો હાથ ધરીને ઈઝ ઓફ લિવિંગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરી શકે તેવો જન હિતકારી અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ શહેરી ક્ષેત્રોના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના ધ્યેય સાથે અમદાવાદ સહિત 4 મહાનગરોને કુલ 519 વિવિધ જનહિત કામો માટે સમગ્રતયા રૂ. 455.35 કરોડ […]

ગુજરાતના રમખાણોના વિવિધ કેસના સાક્ષી, વકિલ, જજ સહિત 95 વ્યક્તિઓના સુરક્ષા કવચ હટાવાયાં

અમદાવાદઃ શહેરમાં ગોધરાકાંડના રમખાણોના  વિવિધ કોર્ટ કેસોમાં જોડાયેલા વકીલો, સાક્ષીઓ, જજ સહિત 95 જેટલા વ્યક્તિઓને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું. ઘણા લાંબા સમયથી  પોલીસ અને સીઆઇએસએફના સ્ટાફની મદદથી સુરક્ષા પુરી પાડવામાં આવતી હતી, ત્યારે સુપ્રિમ કોર્ટના વિટનેસ પ્રોટેક્શન સેલ દ્વારા સુરક્ષા હટાવી લેવાની સુચના મળતા ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા કવચ હટાવી દેવામાં આવ્યું છે. રાજ્યના […]

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના: ગુજરાતમાં 2.45 લાખ પરિવારને મળ્યા પાકા આવાસ

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના’નો વર્ષ 2015માં પ્રારંભ કર્યો હતો. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા અને જૂના મકાનના સમારકામ માટે આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજના અંતર્ગત ભારત સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે રૂ.1,20,000 તથા ડુંગરાળ વિસ્તારમાં પાકા […]

ગુજરાતમાં ફરી એકવાર માવઠાનો ખતરો, 1થી 5 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી

કમોસમી વરસાદની આગાહીથી ખેડુતો ચિંતિત બન્યાં માવઠાને પગલે ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતિ 6 જાન્યુઆરીથી રાજ્યમાં કાંતિલ ઠંડી પડવાની શકયતા અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના આગમન સાથે જ કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન તા. 1થી 5મી જાન્યુઆરી સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. એટલું જ નહીં 6 જાન્યુઆરી બાદ રાજ્યમાં કડકડતી […]

ટેસ્લાની ગુજરાતમાં એન્ટ્રી,મંત્રી ઋષિકેશ પટેલએ આપ્યું સૂચક નિવેદન

ટેસ્લાની ગુજરાતમાં એન્ટ્રીને લઈ મંત્રી ઋષિકેશ પટેલનું સૂચક નિવેદન ટેસ્લાએ ગુજરાતમાં આવવાનું મન બનાવી લીધું છે – ઋષિકેશ પટેલ અમદાવાદ: ગુજરાત ધીરે ધીરે ઓટોમોબાઈલ હબ બની રહ્યુ છે. રાજ્યમાં ઓટોમોબાઈલ ક્ષેત્રનું મૂલ્ય આજે 3 બિલિયન યુએસ ડોલર છે. અહિં આઠ લાખથી વધુ વાહનોની વાર્ષિક નિકાસ થઈ રહી છે. 2009માં સાણંદમાં ટાટા મોટર્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના થઈ […]

સામાન્ય લોકોને પોતાના પ્રશ્નોના ઉકેલ ‘જન ફરિયાદ નિવારણ’માં આવશે એવો ભરોસો અપાવીએઃ CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ ઉપક્રમમાં જિલ્લા કલેકટરો અને જિલ્લા વહીવટી તંત્ર વાહકોને સામાન્ય માનવીની રજૂઆતોના ત્વરિત અને સુખદ નિવારણ માટેનો વિશ્વાસ અપાવવા દિશાનિર્દેશો આપ્યા હતા. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, નાનામાં નાનો, સામાન્ય વ્યક્તિ જ્યારે પોતાની રજૂઆત કે સમસ્યા લઈને જિલ્લા ‘સ્વાગત’માં આવે ત્યારે તેને પોતાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code