1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં જન્માષ્ટમીના દિને 127 તાલુકામાં વરસાદ પડ્યો, ડાંગના વઘઈમાં 5 ઈંચ, ઉંમરપાડામાં 4 ઈંચ

અમદાવાદઃ રાજ્યમાં જુન-જુલાઈ મહિનામાં એકંદરે સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનો કોરો રહ્યા હતા. ખેડુતો ખરીફ પાકને બચાવવા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા ત્યારે જન્માષ્ટમીના દિને જ રાજ્યના 127 તાલુકામાં પાંચ ઈંચથી લઈને ભારે ઝાપટાં સુધી વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ડાંગના વધઈમાં 130 મીમી, સુરતના ઉંમરપાડામાં 98 […]

ગુજરાતમાં નદી અને તળાવમાં ડૂબી જવાના બે બનાવોમાં ત્રણ યુવાનો સહિત પાંચના મોત

અમદાવાદઃ ગુજરાતમાં નદી, ડેમ, કેનાલો અને દરિયાઈ બીચ પર નહાવા જતાં ડુબી જવાના બનાવો વધી રહ્યા છે. જેમાં આજે જન્માષ્ટમીના દિને નહાવા જતાં ડૂબી જવાના બે બનાવોમાં પાંચના મોત નિપજ્યા હતા. જેમાં છોટાઉદપુરના કવાંટ તાલુકાના ભેખડીયા ગામે બે વિદ્યાર્થીઓ તળાવમાં નહાવા પડતા ડુબી ગયા હતા. જ્યારે બીજા બનાવમાં મહેસાણાના વડનગરના વલાસણા ગામ નજીક સાબરમતી નદીમાં […]

સ્વચ્છ ભારત મિશનઃ રાજ્યના 12250 ગામમાં ડોર ડુ ડોર કલેક્શનની કામગીરી ચાલુ

અમદાવાદઃ વર્ષ 2014માં ભારતના વડાપ્રધાન પદનું દાયિત્વ સંભાળ્યાના 6 માસમાં જ નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ‘સ્વચ્છ ભારત મિશન‘ની શરૂઆત કરાવી હતી. પીએમ મોદીએ શરૂ કરેલી આ મહત્વપૂર્ણ મુહિમ આજે જન આંદોલન બની છે, ગુજરાત રાજ્ય આ અભિયાનને સફળ બનાવવા મક્કમતા સાથે કામગીરી કરી રહ્યું છે. પરિણામે આજે ગુજરાતના તમામ જિલ્લાઓને ODF+ એટલે કે ખુલ્લામાં શૌચમુક્ત […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં BJP ‘નો રિપીટ’ થિયરી અપનાવશે

અમદાવાદઃ રાજ્યમાં હાલ અમદાવાદ સહિતના શહેરોમાં હાલ મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની પસંદગીને લઈને ભાજપમાં કવાયત ચાલી રહી છે. આ ઉપરાંત નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં પણ પદાધિકારીઓની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે, દરમિયાન ભાજપાએ હોદ્દેદારોની પસંદગીમાં નો રિપીટ થિયરી અપનાવવાનો નિર્ણય લીધો છે. જેથી યુવાનોને વધારેમાં વધારે તક મળશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે […]

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતામાં મુકાયાં છે. દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં હળવા વરસાદની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. હવામાન વિભાગના જાણકારોના જણાવ્યા અનુસાર 72 કલાકમાં પૂર્વ ગુજરાતનાં ભાગોમાં વરસાદની ગતિવિધિ શરુ […]

શિક્ષકો આધુનિક ભારતના ઘડવૈયા: નાણામંત્રી કનુભાઈ દેસાઈ

ભારતના મહાન તત્વચિંતક તથા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારતમાં પાંચમી સપ્ટેમ્બરને  શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં આજીવન શિક્ષક એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની 135મી જન્મજયંતિએ તેમના તૈલચિત્રને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાસુમન પાઠવ્યા બાદ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ડૉ.રાધાકૃષ્ણનના મહાન […]

ગુજરાતમાં હવે પૂર્વ મંજુરી વિના લાઉડ સ્પીકરના ઉપયોગ સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં વાર તહેવારે અથવા તો  લગ્ન પ્રસંગો કે ધાર્મિક મેળાવડાના પ્રસંગે લાઉડ સ્પીકરોના વધતા જતાં ઉપયોગને લીધે ધ્વની પ્રદૂષણ વધતું જાય છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી રિટની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે એવી ખાતરી આપી હતી કે, કોઈપણ પ્રસંગે પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકરના ઉપયોગ સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરશે. દરેક ધાર્મિક સ્થાનોને લાઉડ સ્પીકરના […]

ગુજરાતમાં ધોરણ 8 થી 9નો ડ્રોપ આઉટ રેટ ઘટીને 5.5 ટકા થયો, સરકારના પ્રયાસોને મળી સફળતા

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે વિકાસ સાધવા સરકાર દ્વારા અનેક નોંધપાત્ર પ્રયાસો થઈ રહ્યાં છે. શિક્ષણ પ્રત્યે જાગૃત સરકાર દ્વારા ધોરણ 8 થી 9માં ડ્રોપ આઉટ ઘટાડવાના સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે,  ચાલુ વર્ષે શિક્ષણ વિભાગે વિશેષ અભિયાન હાથ ધરી ધોરણ 8 પછી ધોરણ 9માં પ્રવેશ ન લેનારા વિદ્યાર્થીઓનો સર્વે કરી નામજોગ યાદી તૈયાર કરી […]

ગુજરાત: આંગણવાડીના 15 લાખથી વધુ બાળકોને ટેક હોમ રાશન (THR) દ્વારા પોષણયુક્ત આહાર મળ્યું

ગુજરાત રાજ્યના 0થી 6 વર્ષની વયજૂથના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓમાં પોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી રાજ્યમાં સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS – ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ) કાર્યરત છે. આ ICDS હેઠળ 6 મહિનાથી 6 વર્ષની ઉંમર સુધીના બાળકો, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ તેમજ કિશોરીઓમાં કુપોષણનો વ્યાપ ઘટાડવા માટે પોષણયુક્ત આહાર […]

ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 82 ટકા વરસાદ, 51 તાલુકામાં 100 ટકાથી વધુ

અમદાવાદઃ રાજ્યમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે, વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે અને હવે ઈદ્ર દેવને પ્રાર્થના કરી રહ્યાં છે કે, મેઘરાજા મનમુકીને વરસે નહીં તો ખેતરોમાં ઉભા તેમના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 81.82 ટકા એટલે કે 27 ઈંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યના લગભગ 51 તાલુકામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code