1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં જન્માષ્ટમીના દિને 127 તાલુકામાં વરસાદ પડ્યો, ડાંગના વઘઈમાં 5 ઈંચ, ઉંમરપાડામાં 4 ઈંચ
ગુજરાતમાં જન્માષ્ટમીના દિને 127 તાલુકામાં વરસાદ પડ્યો, ડાંગના વઘઈમાં 5 ઈંચ, ઉંમરપાડામાં 4 ઈંચ

ગુજરાતમાં જન્માષ્ટમીના દિને 127 તાલુકામાં વરસાદ પડ્યો, ડાંગના વઘઈમાં 5 ઈંચ, ઉંમરપાડામાં 4 ઈંચ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં જુન-જુલાઈ મહિનામાં એકંદરે સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનો કોરો રહ્યા હતા. ખેડુતો ખરીફ પાકને બચાવવા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા ત્યારે જન્માષ્ટમીના દિને જ રાજ્યના 127 તાલુકામાં પાંચ ઈંચથી લઈને ભારે ઝાપટાં સુધી વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ડાંગના વધઈમાં 130 મીમી, સુરતના ઉંમરપાડામાં 98 મીમી વરસાદ પડ્યા હતા જ્યારે રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન 56 તાલુકામાં બે ઈંચથી લઈને ઝાપટાં પડ્યા હતા.

જન્માષ્ટમીના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો હતો.. બપોર બાદ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા.  જ્યારે સાબરકાંઠા, પાટણ, નર્મદા, વડોદરા, દાહોદ, અમદાવાદ, આણંદ, ખેડા અને ડાંગ જિલ્લામાં વરસાદ પડ્યો હતો.  સવારથી બપોર સુધીમાં 51 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. રાજ્યના હવામાન વિભાગે આગામી 4 દિવસ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે.

રાજ્યના 127 તાલુકાઓમાં વરસાદી માહોલ બન્યો છે, ત્યારે સૌથી વધુ  ડાંગના વધઈમાં પાંચ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરતના ઉમરપાડામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતા. ડાંગ-આહવામાં 66 મીમી, , સુબીરમાં દોઢ ઈંચ, ડેડિયાપાડા અને છોટાઉદેપુરમાં સવા એક ઈંચ, સતલાસણા અને મહીસાગરના વીરપુરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન 56 તાલુકામાં બે ઈંચથી લઈને ઝાપટાં પડ્યા હતા.

સુરતરમાં બપોર બાદ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગોડાદરા વિસ્તારમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. જ્યારે સુરત જિલ્લાના માંગરોળ, ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો. કિમ, કુદસદ,મૂળદ, સાયણ, મોટા બોરસરા, કઠોદરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ શરુ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.. વરસાદ શરૂ થતા ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

મહીસાગરના બાલાસિનોર શહેર તેમજ તાલુકામાં પણ  વરસાદી ઝાપટાં પડ્યા હતા. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ બાલાસિનોર તાલુકામાં વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. જ્યારે પાટણમાં વરસાદથી ખેડૂતોને રાહત મળી છે. સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. સરસ્વતીના વામૈયાગામ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત
અરવલ્લીના માલપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ગોવિંદપુર,સોનિકપુર, મોર ડુંગરી,રુઘનાથપુરમાં વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતમાં વરસાદથી ખેડૂતોને રાહત થઈ છે. મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા,પાલનપુર, દાંતા, અંબાજી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.

અમદાવાદ શહેરમાં જન્માષ્ટમીના દિને બપોર પછી વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. શહેરના પાલડી, વાસણા, જીવરાજપાર્ક, ગોતા, એસજી હાઈવે, નારોલ, નરોડા અને બાપુનગરમાં સહિતના વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટાં પડતા  છવાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. લાંબા વિરામ બાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code