1. Home
  2. Tag "gujarat"

શ્રાવણ માસઃ ગુજરાતના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં, સોમનાથમાં ભક્તો ઉમટ્યાં

અમદાવાદઃ ભગવાન શિવને સર્વાધિક પ્રીય એવા શ્રાવણ માસની ગુજરાતમાં આજથી શરૂઆત થઈ છે. ભક્તો દુર-દુરથી પગપાળા ચાલીને સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવા, મહાદેવના અલૌકિક દર્શન મેળવવા અને વિશેષ પૂજાઓના લાભ લેવા માટે સોમનાથ પહોચી રહ્યા છે. વહેલી સવારથી જ સોમનાથમાં હર-હર મહાદેવ, જય સોમનાથનો નાદ ગુંજી ઉઠ્યો છે. આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે […]

ગુજરાતમાં 20મી ઓગસ્ટથી કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન, ગામેગામ લોકસંપર્ક કરાશે

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે એકાદ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને જનસંપર્ક માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 20 ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મજયંતિથી કોંગ્રેસ પદયાત્રા શરૂ કરશે. આ પદયાત્રામાં કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ જોડાશે અને મતદારો સાથે સંપર્ક કરશે. જિલ્લા દીઠ અને લોકસભાની […]

ગુજરાતમાં સારા અને સમયસરના વરસાદને કારણે ખરીફ પાકનું 80.42 લાખ હેકટરમાં કરાયું વાવેતર

ગાંધીનગર: ગુજરાતમાં આ વખતે સારા અને સમયસરના વરસાદને લીધે ખરીફ પાકનું સારૂએવું વાવેતર થયું છે. જેમાં સારા ભાવ મળતા હોવાથી કપાસનું વાવેતર રેકર્ડબ્રેક કરાયું છે. સૌરાષ્ટ્રમાં તેમજ ઉત્તર ગુજરાતમાં સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું ઉત્પાદન પણ મબલખ થશે. એવી ખેડુતો આશા રાખી રહ્યા છે. ભાવનગર પંથકમાં મગફલીના વાવેતરમાં થોડા ઘટાડો થયો છે. જ્યારે ગોહિલવાડ અને […]

ગુજરાતઃ 15મી ઓગસ્ટની દેશભક્તિના માહોલમાં ઉજવણી

અમદાવાદઃ 15મી ઓગસ્ટના પર્વને દિવસે ગુજરાત દેશભક્તિના માહોલમાં તરબોડ થયું હતું અને સમગ્ર ગુજરાત તિરંગાના ત્રણેય રંગમાં રંગાયું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠેર-ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયો હતો. વિવિધ સરકારી અને ખાનગી ઇમારતો ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતાપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ રાજ્યના વિવિધ મંત્રીઓ અને કલેકટરોએ જે તે જિલ્લાઓમાં રાષ્ટ્રધ્વજ […]

ગુજરાતને બે વર્ષમાં યુરિયા-DPA, રસાયણમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવાની ઈચ્છા છેઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ વલસાડમાં 77મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ભવ્ય ઊજવણીના ભાગરૂપે કપરાડા તાલુકાના અંભેટી આશ્રમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધરતીમાતાનું સંવર્ધન ગોબરધનથી કરવા આહ્વાન કર્યું હતું. રાજ્યપાલે ગ્રામ અને કૃષિ સંસ્કૃતિના સંવર્ધનથી જ ભારત વૈશ્વિક તાકાત બનીને ઉભરશે એમ સ્પષ્ટપણે જણાવતા ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતી […]

રાજ્યના 207 જળાશયમાં 74 ટકા પાણીનો સંગ્રહ, 64 ડેમ છલકાયાં

અમદાવાદઃ રાજ્યમાં ચાલુ વર્ષે વરસેલા સારા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. રાજયની જીવાદોરી સમાન સરકાર સરોવર ડેમ અત્યાર સુધીમાં 78 ટકા જેટલો ભરાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં પણ 70 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. જેથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જળાશયોમાં નવા પાણીની આવકને પગલે ઉનાળાના આકરી ગરમીના […]

ગુજરાતમાં મેઘરાજાનો વિરામ, પાંચ દિવસ હળવા વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ હાલ વિરામ લીધો છે, દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરી છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 100 ટકાથી વધારે વરસાદી વરસી ચુક્યો છે. સૌથી ઓછો પૂર્વ-મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે ચાલુ […]

સ્વતંત્રતા પર્વઃ ગુજરાત તિરંગાના રંગમાં રંગાયું, CM ભૂપેન્દ્ર પટેલે નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં 15મી ઓગસ્ટની સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે, અમદાવાદ સહિત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેથી સમગ્ર રાજ્ય તિરંગાના રંગમાં રંગાઈ રહ્યું છે. બીજી તરફ હર ઘર તિરંગા અભિયાનને પગલે વિવિધ સરકારી અને ખાનગી ઓફિસો ઉપર લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યાં છે, એટલું જ નહીં લોકો પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને […]

ગુજરાતઃ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધારે વરસાદ વરસ્યો

રાજ્યમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં નોંધાયો કચ્છમાં 136 અને સૌરાષ્ટ્રમાં 110 ટકા વરસાદ વરસ્યો સૌથી ઓછો ઉત્તર અને મધ્ય ગુજરાત વરસાદ નોંધાયો પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65 અને ઉત્તર ગુજરાતમાં 67 ટકા વરસાદ વરસ્યો રાજ્યમાં સારા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ વિરામ લીધો છે. જો કે, તા. 16થી 18મી ઓગસ્ટ […]

ગુજરાતના શહેરી વિસ્તારના ધારાસભ્યને રોડ મરામત માટે બે કરોડની ગ્રાન્ટ અપાશે, CMનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં સારા વરસાદને કારણે રોડ – રસ્તાની હાલત ખૂબ જર્જરિત બની ગઈ છે. જેમાં શહેરી વિસ્તારમાં રોડ પર ઊંડા ખાડા પડતા તાત્કાલિક રોડને મરામત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. અને શહેરીજનો દ્વારા પોતાના વિસ્તારના ધારાસભ્યો અને કોર્પોરેટરોને દિવાળી પહેલા રોડને રિસરફેસ કરવાની માગણી કરી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારના ધારાસભ્યોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code