1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના શહેરી વિસ્તારના ધારાસભ્યને રોડ મરામત માટે બે કરોડની ગ્રાન્ટ અપાશે, CMનો નિર્ણય
ગુજરાતના શહેરી વિસ્તારના ધારાસભ્યને રોડ મરામત માટે બે કરોડની ગ્રાન્ટ અપાશે, CMનો નિર્ણય

ગુજરાતના શહેરી વિસ્તારના ધારાસભ્યને રોડ મરામત માટે બે કરોડની ગ્રાન્ટ અપાશે, CMનો નિર્ણય

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સારા વરસાદને કારણે રોડ – રસ્તાની હાલત ખૂબ જર્જરિત બની ગઈ છે. જેમાં શહેરી વિસ્તારમાં રોડ પર ઊંડા ખાડા પડતા તાત્કાલિક રોડને મરામત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. અને શહેરીજનો દ્વારા પોતાના વિસ્તારના ધારાસભ્યો અને કોર્પોરેટરોને દિવાળી પહેલા રોડને રિસરફેસ કરવાની માગણી કરી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારના ધારાસભ્યોને રોડ-રસ્તાની મરામત માટે રૂપિયા બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરી વિસ્તારના ધારાસભ્યોને શહેરી મત ક્ષેત્રોમાં માર્ગ મરામત-માર્ગ વિકાસના કામો માટે 2023-24ના વર્ષમાં ધારાસભ્યદીઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. જો કે માત્ર શહેરી વિસ્તારના ધારાસભ્યોને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેથી ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યોને પણ વધારાની ગ્રાન્ટ ફાળવવાની માગણી ઉઠશે.

રાજ્યના શહેરી મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતાં ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્યદીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ 2023-24ના વર્ષ માટે માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે. ગત તા. 10 ઓગસ્ટે ગુજરાતના મખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલા ધારાસભ્યોને અધિક ગ્રાન્ટની ભેટ આપવાનો નિર્ણય કર્યો હતો.  મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં 2023-24ના વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યના શહેરી વિસ્તારના ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં રોડ મરામતના કામ માટે વધારાની ફાળવેલી ગ્રાન્ટનો ઉપયોગ કરી શકશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code