1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનને વ્યાપક પ્રતિસાદ : 6 લાખ વધુ લોકો સહભાગી બન્યા

ગાંધીનગરઃ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા ‘વીરો’ને શ્રદ્ધાંજલિ આપવા માટેનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘મારી માટી મારો દેશ’નો મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે તાપી ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જેને રાજ્યમાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે. અભિયાનના બે દિવસમાં રાજ્યના 5,501 ગામોમાં મહાનુભાવો/પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનના પાંચ થીમ આધારીત કાર્યક્રમોની ઊજવણી કરવામાં આવી છે. બે […]

ગુજરાતમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશેઃ હવામાન વિભાગે કરી આગાહી

ગાંધીનગરઃ ગુજરાતમાં સમયાંતરે છૂટા-છવાયા વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ગુરૂવારે 53થી વધુ તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. સતત વરસાદી વાતાવરણથી લોકો પણ હવે ઉઘાડ નિકળે તેની પ્રતિક્ષા કરી રહ્યા છે. ત્યારે ફરીવાર રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી 5 […]

વિદેશ અભ્યાસ કરવા જનારા અનુસૂચિત જાતિના 109  વિદ્યાર્થીઓને સરકારે 19 કરોડની લોન સહાય આપી

અમદાવાદઃ અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-12 કે તેથી ઉ૫રના તમામ અભ્યાસક્રમો માટે વિદેશ અભ્યાસ કરી પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે “ ડૉ આંબેડકર વિદેશ અભ્યાસ લોન” તેમજ “કોમર્શિયલ પાયલોટ તાલીમ” યોજના કાર્યરત છે. આ યોજના થકી તેમને નજીવા દરે લોન સહાય આપવામાં આવે છે. આજે ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા […]

ગુજરાતમાં લાંચ લેવાના વધતા બનાવો, અઠવાડિયામાં જ નવ કર્મચારીઓ રંગેહાથ પકડાયા

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. અને તેથી સરેઆમ લાંચ માગવાના બનાવો પણ વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં લાંચ લેતા ACB ના હાથે નવ કર્મચારીઓ રંગેહાથ પકડાયા હતા. રાજ્યમાં ACBએ છેલ્લા એક સપ્તાહમાં પોલીસ, ઉપસરપંચ, મામલતદાર, પોલીસના વહિવટદાર અને ફાયર વિભાગના અધિકારીઓને રંગેહાથે લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં ACBના હાથે 9 લાંચિયાઓ […]

ગુજરાતમાં વાહનોના વેચાણમાં 35 ટકાનો ધરખમ વધારો, ઈલેક્ટ્રિક વ્હીકલની માગ પણ વધી

અમદાવાદઃ ગુજરાતમાં વસતિ કૂદકે ને ભૂસકે વધતી જાય છે. ઉપરાંત બહારના રાજ્યોના લોકો પણ રોજગારી માટે ગુજરાતના વિવિધ શહેરોમાં સ્થાયી થઈ રહ્યા છે. એટલે વસતી વધારા સાથે રોડ પર વાહનોની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો થયો છે. તેના લીધે ઠેર ઠેર ટ્રાફિક જામ અને પાર્કિંગના પ્રશ્નો માથાના દુઃખાવારૂપ બનતા જાય છે. બીજીબાજુ નવા વાહનોના વેચાણમાં […]

દેશની આઝાદીનો અમૃતકાળ દેશના વિકાસનો અમૃત ઉત્સવ બની રહેશે : મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશનો અમૃતકાળ વિકાસનો અમૃત મહોત્સવ બને તેવા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, અને સૌના પ્રયાસ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર દેશના દરેક સમાજના સર્વાંગિણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેમ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે જણાવ્યું હતું. તાપી જિલ્લાના સરહદી ગામોની ગત દિવસોમાં લીધેલી મુલાકાતના સંસ્મરણો વાગોળતા મુખ્યમંત્રીએ દીર્ઘદ્રસ્ટા વડાપ્રધાન […]

ગુજરાતમાં મ્યુનિ.ની 30 બેઠકોની પેટાચૂંટણી, ભાજપને 21 અને કોંગ્રેસને 9 બેઠકો, આપ’ની ડિપોઝિટ જપ્ત

અમદાવાદઃ  ગુજરાતમાં મ્યુનિ.કોર્પોરેશનની એક અને નગરપાલિકાની 29 બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં ફરી ભાજપે 21 બેઠકો પર જીક મેળવી હતી. જેમાં સુરતની મ્યુનિ. કોર્પોરેશનની એક બેઠકની યોજાયેલી પેટાચૂંટણી જીતી લીધી છે. વોર્ડ નં.20ની સામાન્ય બેઠક પર ભાજપના રાજેશભાઈ રાણા વિજેતા થયા છે. ભાજપે દાવો કર્યો છે કે કુલ જે 30 બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી તેમાં 21 બેઠક […]

ગુજરાતમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરીને ભાજપ સરકારની કરોડોની જમીન પર નજરઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આગામી સપ્ટેમ્બરમાં મળનારા વિધાનસભાના સત્રમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાવવામાં આવશે. અને તેનો મુસદ્દો પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સુચિત કોમન યુનિવર્સિટી એક્ટ સામે વિરોધ કર્યો છે. અને એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. કે, હાલ યુનિવર્સિટીઓ પાસે 50 હજાર કરોડથી વધુની કિંમતી જમીનો આવેલી છે. અને […]

ગુજરાતમાં સરકારી કર્મચારીઓ પડતર પ્રશ્નોના ઉકેલ માટે 19મીએ મીણબત્તી પ્રગટાવી વિરોધ કરશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોને લઇ અગાઉ સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. કર્મચારીઓએ લડત આદરતા તત્કાલિન સમયે સરકાર દ્વારા સમાધાન કરવામાં આવ્યુ હતુ, કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ તે બાબતના હજુ સુધી ઠરાવ કરવામાં આવ્યા નથી. જેને લઇને સરકાર દ્વારા વિસંગતતા ઉભી કરવામાં આવી રહી છે. ત્યારે […]

ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલમાં પ્રથમ રાઉન્ડમાં 6919 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

અમદાવાદઃ ગુજરાતમાં તબીબી વિદ્યાશાખામાં હાલ પ્રવેશની કામગીરી ચાલી રહી છે. જેમાં મેડિકલ-ડેન્ટલની પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં કુલ 6919 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો. જે વિદ્યાર્થીઓને મેરિટ અનુસાર સીટ એલોટમેન્ટ કરાયું છે, તેવા વિદ્યાર્થીઓ આગામી તા. 9 ઓગસ્ટ સુધીમાં હેલ્પ સેન્ટર પર ફી ભરી રિપોર્ટિંગ કરાવી શકશે. 5849 વિદ્યાર્થીને મેડિકલમાં જ્યારે 1070 વિદ્યાર્થીને ડેન્ટલમાં પ્રવેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code