1. Home
  2. Tag "gujarat"

રાજ્યમાં અત્યાર સુધીમાં 61 ડેમ છલકાયાં, 207 જળાશયોમાં 71 ટકા પાણીનો સંગ્રહ

અમદાવાદઃ રાજ્યમાં ચાર દિવસ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, દરમિયાન ઉપવાસમાં થઈ રહેલા સતત વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલની સ્થિતિએ 74 ટકા જેળલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના 207 જળાશયોમાં 71 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. જેથી ઉનાળામાં ગરમીના આકરા દિવસોમાં […]

એસટી બસના ભાડાંમાં 25 ટકાનો તોતિંગ વધારો, અન્ય રાજ્યોની તુલનાએ ઓછા ભાડાં હોવાનો દાવો

અમદાવાદઃ ગુજરાતમાં એસટી બસના ભાડાંમાં સરેરાશ 25 ટકાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. અને આજે મંગળવારથી ભાડા વધારાનો અમલ કરી દેવામાં આવ્યો છે. એસટી બસના ભાડાંમાં 48 કિમી સુધી રૂ. એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કરાયો છે. રાજ્યમાં રોજ 10 લાખ લોકો બસની મુસાફરી કરતા હોય છે. 48 કિમીથી વધુની મુસાફરી કરનારા મુસાફરોને 20 […]

ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો. 9 અને 11ના પ્રશ્નપત્રો, ગુણભાર નક્કી કરાયાં

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નિતી અંતર્ગત ધોરણ-9 અને 11ના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર શિક્ષણ નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત તેના આધારે તૈયાર કરેલા નમુનાના પ્રશ્નપત્રો શાળાને મોકલવામાં આવશે. જેના આધારે શાળાઓમાં પ્રિલિમરી સહિતની પરીક્ષાઓ લેશે. શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી જ નવી શિક્ષણ […]

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, કર્મચારીઓ, શિક્ષકો લડતના માર્ગે, CMને લખ્યો પત્ર

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ છેલ્લા કેટલાક વર્ષોથી અનેક મુશ્કેલીઓ અને પ્રશ્નોનો સામનો કરી રહી છે. અગાઉ સરકારને અનેકવાર રજુઆત કરવા છતાં એનો ઉકેલ આવ્યો નથી. ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યો, શિક્ષકો અને કર્માચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. બીજીબાજુ પરિણામ ઓછું આવે તો ગ્રાન્ટ કાપી લેવામાં આવે છે. આવા અનેક પ્રશ્નો છે. છતાંયે એનું નિરાકરણ લાવવામાં આવતું નથી. […]

ગુજરાતમાં વરસાદની કોઈ સિસ્ટમ કાર્યરત નથી, હવે સપ્તાહ સુધી માત્ર સામાન્ય ઝાપટાં પડી શકે છે

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના આગમન પહેલા જ મેઘરાજાની પધરામણી થઈ હતી. અને અને ચોમાસાના દોઢ મહિનામાં 85 ટકા વરસાદ પડ્યો છે. નદી-નાળાં, તળાવો, ડેમો સહિત જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. કૃષિ માટે પણ વરસાદ એકંદરે સરેરાશ ફાયદારૂપ રહ્યો છે. હવે ખેડુતો સહિત તમામ લોકો મેધરાજા ખમૈયા કરે એવી પ્રાથના કરી રહ્યા છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે […]

ગુજરાત: અનેક લોકોએ કર્યું અંગદાન,હજારો લોકોના બચી ગયા જીવ

ગાંધીનગર: અંગનું દાન કરવું તે કોઈ સામાન્ય વાત નથી, અને લોકોના મુખેથી તે પણ સાંભળ્યું જ હશે કે અંગદાન તે મહાદાન છે તેનાથી મોટું કોઈ દાન નથી. આવામાં ગુજરાતમાં અંગદાન કરનારા લોકોની સંખ્યા વધી રહી છે અને સૌથી મોટી વાત એ છે કે મોટી સંખ્યામાં લોકોના જીવ એટલા માટે બચી ગયા છે કારણ કે તેમને […]

ગુજરાતમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે કડક ચેકિંગ કરાશેઃ આરોગ્યમંત્રી

અમદાવાદઃ શહેરમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં આગની ઘટના લાગ્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં પડેલી બિનજરુરી ચિજો પડી હતી. જેમાં શોટસર્કિટ થવાથી લાગ્યાની પ્રાથમિક જાણકારી મળી છે. આ ઘટના બાદ રાજ્યનુ આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે. આરોગ્ય ઉમેર્યું હતું કે,  ગુજરાતની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અગં […]

ગુજરાતમાં 31 કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ પર સ્ટેટ GSTના દરોડા, 20 કરોડના બેનામી વ્યવહારો મળ્યાં

ગાંધીનગર:  રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરોમાં ચાલતા ક્મ્પ્યુટર ક્લાસિસના સંચાલકો તગડી આવક મેળવતા હોવા છતાં  પુરતો જીએસટી ભરતા ન હોવાથી સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ 31 જેટલાં કોમ્પ્યુટર ક્લાસિસ પર દરોડા પાડ્યા હતા, અને દરોડા દરમિયાન 20 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચાલતા કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ સામે GST વિભાગે લાલ આંખ કરી […]

ગુજરાતમાં શાળાઓમાં આજે મહુર્રમની રજા નહીં મળે, શાળા ચાલુ રાખવા કરાયો પરિપત્ર

ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ શાળાઓમાં અગાઉ મહોરમની રજા જાહેર કરવામાં આવી હતી. આમે ય શૈક્ષણિક કેલેન્ડર મુજબ પણ મહોરમના દિવસે જોહેર રજા દર્શાવવામાં આવેલી છે. ત્યારે  શિક્ષણ વિભાદ દ્વારા પરિપત્ર કરીને મહોરમની જાહેર રજા રદ કરવામાં આવી હોવાથી તા. 29મીને શનિવારે શાળાઓ ચાલુ રાખવાની સુચના આપી હતી, જો કે કેન્દ્ર સરકારે 24 જુલાઈનાં રોજ પરિપત્ર કરી […]

ગુજરાતના 33 જિલ્લાની 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતના 33 જીલ્લાની  1657  સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે જેમાં કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા મોખરે છે પૂર્વ પટ્ટી, આદિવાસી વિસ્તારમાં 353 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે ત્યારે ગુજરાતની પ્રાથમિક / માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી જોઈએ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code