1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ દૂધ સંજીવની યોજના હેઠળ 9.75 લાખથી વધુ બાળકોને મળ્યો લાભ

ગાંધીનગરઃ ગુજરાત સરકારે બાળકોના સશક્ત ભવિષ્ય માટે ‘દૂધ સંજીવની યોજના’ અમલી બનાવી છે. આ યોજના લાખો બાળકો માટે જીવનદાયી બની છે. ખાસ કરીને ગરીબ અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ અપાતી દૂધ સંજીવની તેમને રોગો સામે લડવાની શક્તિ અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે. બાળ સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી આ […]

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી શનિવારે યોજાશે, 300 નેતાઓ મતદાન કરશે

સર્વ સંમતિથી પ્રમખની વરણી કરવામાં આવે તેવી શક્યતા, ઓબીસી નેતાની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવે તેવી શક્યતા, શનિવારે સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે અમદાવાદઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલનો અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો થતાં છેલ્લા ઘણા સમયથી ભાજપના નવા પ્રમુખ તરીકે અટકળોનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત […]

ગુજરાતભરમાં શૌર્ય અને શક્તિના પર્વ વિજ્યાદશમીની ઉલ્લાભેર ઊજવણી કરાઈ

ક્ષત્રિય સમાજ, સુરક્ષાદળો અને પોલીસકર્મીઓ દ્વારા શસ્ત્રપૂજન કરાયુ, વાહનો અને ધંધા-રોજગારના સાધનોનું પણ થયું પૂજન, નવા વાહનોનું પણ ઘૂમ વેચાણ થયુ  અમદાવાદઃ આજે વિજયાદશમીનું પર્વ રાજ્યભરમાં ભારે ઉલ્લાસ સાથે ઊજવવામાં આવ્યું છે, વિજ્યાદશમીના પાવન અવસરે રાજ્યભરમાં શૌર્ય, શક્તિ અને વિજયના પ્રતીક સમાન શસ્ત્રપૂજાનું ક્ષત્રિય સમાજ તેમજ પોલીસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ […]

ગુજરાતઃ હર્ષ સંઘવીએ ખેલ મહાકુંભ 2025નો કરાવ્યો પ્રારંભ

ગાંધીનગરઃ રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી ખેલ મહાકુંભ 2025નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીના હસ્તે ત્રણ શ્રેષ્ઠ શાળાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ત્રણ શ્રેષ્ઠ મહાનગરપાલિકા અને ત્રણ શ્રેષ્ઠ જિલ્લાઓને પણ આ ઉદ્ઘાટન સમારોહમાં મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.ગુજરાતના યુવાધનના […]

રાજનાથસિંહ બે દિવસ ગુજરાતનાં કચ્છની મુલાકાતે આવશે

અમદાવાદઃ દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસનાં રોકાણ દરમિયાન સંરક્ષણ મંત્રી ભુજમાં મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લક્કીનાળાં ખાતે સુરક્ષા દળોની સંયુક્ત કવાયત, શત્રપૂજા અને નવીન સુવિધાનાં લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથાસિંહ આજે સાંજે 7.30 કલાકે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિ કાર્યક્રમમાં હાજરી આપવા સાથે […]

ગુજરાતમાં આજે 64 તાલુકામાં પડ્યો વરસાદ, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ અપાયુ, સોમવારે બપોર સુધીમાં જુનાગઢના માંગરોળમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ મોકૂફ રાખી અમદાવાદઃ ગુજરાતમાં આજે સોમવારે બપોરના 2 વાગ્યા સુધીમાં 64 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં જુનાગઢના માંગરોળમાં 4 ઈંચથી વધુ, તેમજ કેશોદ, ઊના,તલાળા,માળિયા હાટિના, પાટણ- વેરાવળ સહિત 64 તાલુકામાં વરસાદ પડ્યો […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓને માળખાકિય સુવિધા માટે આર્થિક સહાય અપાશે

આર્થિક સહાય માટે ગ્રાન્ટેડ શાળાઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી, ગ્રાન્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરાયો છે કે નહી તેની પણ તપાસ કરાશે, સ્કુલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ગ્રાન્ટેડ શાળાઓમાં માળખાકિય સુવિધા ઊભી કરાશે ગાંધીનગરઃ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને સ્કુલ ફોર એક્સલન્સ અંતર્ગત શાળાઓમાં માળખાકિય સુવિધાઓ માટે આર્થિક સહાય આપવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો […]

ગુજરાતમાં આજે 90 તાલુકામાં વરસાદ પડ્યો, નવસારી અને વલસાડમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો

નવરાત્રિના ડોમ ઉડ્યા, અનેક ગામોમાં તારાજી, મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી, ગામડાંઓમાં અનેક વૃક્ષો ધરાશાયી, વીજળીના થાંભલા પણ તૂટ્યા, અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ આ વખતે વધુ મહેમાનગતિ માણી છે. અને નવરાત્રીમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે બપોર સુધીમાં 90થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડું ફુકાયુ છે. જેમાં નવસારી અને વલસાડમાં […]

ગુજરાતમાં ગાંધી જ્યંતિના દિને 4245 ગામોમાં બાળલગ્નો સામે યોજાશે ખાસ ગ્રામસભા

ગામમાં બાળલગ્નો નહી કરવા દેવાનો’ ખાસ ઠરાવ પસાર કરાશે, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ પંચાયત વિભાગ દ્વારા કરાયુ આયોજન, ગ્રામસભાઓમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, મહિલા સશક્તિકરણ, બાળમજૂરી રોકવા ચર્ચા થશે ગાંધીનગરઃ ગુજરાતના 4245 ગામોમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિએ ખાસ ગ્રામસભાઓ યોજાશે. રાજ્યના 4245 ગામોમાં ગ્રામસભા ખાસ બાળલગ્ન રોકવા અને જાગૃતિ વધારવા માટે યોજાવાની છે. જેમાં […]

ગુજરાત વિકાસનું ‘ગ્રોથ એન્જિન’ બન્યુંઃ બલવંતસિંહ રાજપુત

અમદાવાદઃ ગુજરાતને વિકાસનું ‘ગ્રોથ એન્જિન’ બનાવ્યા બાદ હવે રાજ્ય સરકાર ઔદ્યોગિક વિકાસનો લાભ જિલ્લા અને સ્થાનિક સ્તર સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આ લક્ષ્ય સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વાયબ્રન્ટ ગુજરાત’ના વિઝનને આગળ ધપાવતા, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સાબરકાંઠાના હિંમતનગર ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ અંતગૅત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code