1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં આંગણવાડી મહિલા વર્કરોએ સરકાર સામે માંડ્યો મોરચો, બે દિવસની હડતાળ

રાજકોટઃ રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ રાજ્યના આંગણવાડીના મહિલા વર્કરોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. આંગણવાડી વર્કરોને લઘુતમ વેતન ચૂકવવા ઉપરાંત કાયમી કરવા તેમજ સારો મોબાઇલ આપવા સહિતની માંગણીઓને લઈને રાજ્યભરમાં છેલ્લા 2 દિવસ એક લાખ આંગણવાડી બહેનો હડતાલ પર ઊતરી ગયા હતા. જેમાં રાજકોટ જિલ્લાની 5 હજારથી વધુ આંગણવાડી મહિલા વર્કરોએ હડતાલ પર ઊતરી […]

બાળ વિજ્ઞાનીની નાની વયે મોટી સિદ્ધિ: વાઈલ્ડ લાઈફ રેસ્કયુ માટે બનાવી અદ્ભૂત ડિઝાઇન

અમદાવાદઃ અમરેલીના એક બાળ વિજ્ઞાની કાવ્ય ગોંડલિયાએ નાની વયે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ વિદ્યાર્થીએ ચિખલકૂબ પ્રકૃતિ શિક્ષણ શિબિર ખાતે પ્રકૃતિ શિક્ષણથી પ્રેરિત થઈને વાઈલ્ડ લાઈફ રેસ્કયુ માટે એક અદ્ભુત ડિઝાઇન બનાવી છે. જેની મદદથી કૂવા કે અન્ય ઉંડાણ વાળા જોખમી સ્થળોએ ફસાયેલા વન્યજીવોને બચાવવા માટે લિફ્ટ માફક કામ કરી પાંજરામાં પરિવર્તિત થઈને વન્યજીવોને […]

ગુજરાતમાં હવે ઠંડી વિદાય લેશે, 20મી ફેબ્રુઆરીથી તાપમાનમાં વધારો થવાની શક્યતા

અમદાવાદઃ ઉનાળાના આગમનને હવે એક મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. રાજ્યમાં હાલ ગરમી-ઠંડી મિશ્રિત ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં થેલ્લા બે દિવસથી પવનની દિશા બદલાતા સાથે જ લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતાં લોકો રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. જો કે ઠંડી હવે વિદાય લેવાની તૈયારીમાં છે. અને 20મી […]

ગુજરાતના 13 જિલ્લા-શહેરના કોંગ્રેસ પ્રમુખોની નિમણુંક, OBC વિભાગના ચેરમેનની પણ વરણી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે બે-ત્રણ મહિના બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે 13 જિલ્લાના પ્રમુખોની નિમણુંકો કરી છે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ તેમજ ઓબીસી ડિપાર્ટમેન્ટમાં વર્કીંગ ચેરમેન તરીકે  રમેશભાઈ કાનજીભાઈ દેસાઈ, એડવોકેટ (પાટણ), તથા મહેશભાઈ રાજપુત (રાજકોટ) અને  રાજેશભાઈ આહીર(મોરબી)ની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાતમાં 13 […]

નાબાર્ડે ગુજરાત માટે મહત્વાકાંક્ષી ₹3.53 લાખ કરોડની ધિરાણ ક્ષમતા નું અનાવરણ કર્યું

અમદાવાદઃ ગુજરાતના મુખ્ય સચિવ, રાજ કુમાર, IAS એ આજે નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-1, સચીવાલય, ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં, નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા અત્યંત અપેક્ષિત સ્ટેટ ફોકસ પેપર 2024-25 નું અનાવરણ કર્યું હતું. નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ વાર્ષિક દસ્તાવેજમાં ગુજરાત જેવા એક વાઇબ્રન્ટ રાજ્યમાં અગ્રતા ક્ષેત્રો માટે ₹3.53 લાખ કરોડની પ્રભાવશાળી ધિરાણ ક્ષમતા […]

ગુજરાતઃ બે વર્ષમાં વીજળી ખરીદવા ફિક્સ કોસ્ટ પેટે રૂ. 29 હજાર કરોડની રકમ ચૂકવાઇ

અમદાવાદઃ ગુજરાતમાં 24 હજાર મેગાવોટની જરૂરિયાત સામે 5 હજાર મેગાવોટ વીજળી ઉત્પાદન થાય છે. નાગરિકો, ખેડૂતો, ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં વીજળીની સુવિધા મળી રહે તેવા હેતુથી તા. 31-12-2023ની સ્થિતિએ ગુજરાત સરકાર દ્વારા કુલ 15 કંપનીઓને ફિક્સ કોસ્ટ પેટે વર્ષ 2022માં રૂ.14058 કરોડ તેમજ વર્ષ ૨૦૨૩(પ્રોવિઝનલ)માં 15065 કરોડ એમ કુલ રૂ. 29123 કરોડની રકમ ચૂકવાઇ છે. રાજ્યના ખેડૂતોને […]

ગુજરાતમાં 10 વર્ષમાં 1.56 લાખ ખાલી જગ્યાઓ ભરવા સામે 1,67,255 જગ્યાઓ ભરાઈઃ પટેલ

ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2014 થી 2023  દરમિયાન દસ વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ 1,56,417  જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું. જેની સામે ફેબ્રુઆરી 2023  સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2024 થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા હાલ ચાલુ છે, […]

ગુજરાતમાં 7 જેટલી વેન દ્વારા મતદારોને EVMના ડેમોસ્ટ્રેશન સાથે મતદાન અંગે અપાતી માહિતી

ગાંધીનગરઃ વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ ભારતની સક્ષમ લોકતાંત્રિક વ્યવસ્થાના મૂળમાં મતદાર રહેલો છે. મતાધિકારના ઉપયોગ થકી સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનતા મતદારો તેને મળેલા આ અધિકાર, ચૂંટણી વ્યવસ્થા અને મતદાનની પ્રક્રિયા અંગે જાગૃત હોય તે આવશ્યક છે. રાજ્યના મતદારોને ચૂંટણીલક્ષી શિક્ષણ મળે અને મતદાન અંગે જાગૃતિ કેળવાય તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વર્ષ […]

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતની ચાર બેઠકો માટે ભાજપાએ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

અમદાવાદઃ રાજ્યસભાના 56 સભ્યો આગામી દિવસોમાં નિવૃત્ત થઈ રહ્યાં છે. જેને લઈને આ બેઠકો માટે ફેબ્રુઆરી મહિનાના અંતમાં ચૂંટણી યોજાશે. ગુજરાતના ચાર સભ્યો પણ નિવૃત્ત થઈ રહ્યાં છે. આ બેઠકો માટે ભાજપાએ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતમાંથી ઉમેદવારી કરશે. ભાજપાએ આજે રાજ્યસભા ચૂંટણીને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રના સાત ઉમેદવારોના […]

ગુજરાતઃ પ્રાથમિક શાળાઓને સ્વચ્છ બનાવવા સરકાર દ્વારા રૂ. 57.07 કરોડની ફાળવણી

અમદાવાદઃ મહાત્મા ગાંધીના મંત્ર ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ને સાકાર કરવા રાજ્યની પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ- સુખડ બનાવવાના ઉમદા હેતુથી માસિક ધોરણે સ્વચ્છતા ગ્રાન્ટ આપવામાં આવે છે. આ અંતર્ગત તા. 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ યોજના હેઠળ રાજ્યની પ્રાથમિક શાળાઓને વર્ષ 2023-24માં રૂ. 57.07કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું.  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code