1. Home
  2. Tag "gujarat"

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃ સોમવારે ગુજરાતમાં સરકારી કચેરીઓમાં અડધો દિવસ રજા

ગાંધીનગરઃ અયોધ્યામાં 22મી જાન્યુઆરીને સોમવારે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઊજવણી કરાશે. ગુજરાતના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર તા. 22/01/2024 સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2.30 સુધી બંધ રહેશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. દેશભરમાં રામમય માહોલ […]

ગુજરાતના વડનગરમાં 2800 વર્ષ જૂના માનવ વસવાટનાં અવશેષો મળ્યાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2800 વર્ષ જૂના માનવ વસવાટનાં પુરાવા મળી આવ્યા છે. આ સંશોધન મુજબ 800 ઇસા પૂર્વ એટલે કે ખ્રિસ્તી યુગ પહેલાના માનવ વસવાટ અવશેષો હોવાનું તારણ નીકળી રહ્યું છે. જેમાં IIT ખડગપુર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ-ASIના નેતૃત્વમાં છેલ્લાં 7 વર્ષથી અહીં ખોદકામ ચાલી રહ્યું છે, જે દરમિયાન 20 મીટરની ઊંડાઈ […]

ગુજરાતમાં સરકારી તંત્રની લાપરવાહીથી આદિવાસી વિદ્યાર્થીઓ દોઢ વર્ષથી સ્કોલરશીપથી વંચિત

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે બજેટમાં કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ સરકારના આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓની આળસ અને નબળી કામગીરીને કારણે યોજનાનો લાભથી વંચિત રહેવું પડે છે. સરકાર દ્વારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. પણ તંત્રની લાપરવાહીને કારણે છેલ્લા દોઢ વર્ષથી સ્કોલરશીપ ન મળતા ગરીબ આદિવાસી પરિવારના વિદ્યાર્થીઓ આર્થિક […]

ગુજરાતમાં વન નેશન વન ચલણ’ પ્રોજેક્ટનો પ્રારંભ, હવે વાહનચાલકો સ્થળ પર દંડ ભરી શકશે,

અમદાવાદઃ દેશમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. વાહનચાલકોમાં ટ્રાફિકની સેન્સ કેળવાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે એની જાગૃતિ માટે 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત ગુજરાત સરકારે NICના સહયોગથી વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મોબાઈલમાં ઇ-ચલણ એપ્લિકેશન શરૂ કરવામાં આવી […]

ગુજરાતને સ્ટાર્ટઅપ નેશનલ રેન્કિંગમાં સતત ચોથીવાર બેસ્ટ પર્ફોર્મરનો એવોર્ડ મળ્યો

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા 16 જાન્યુઆરી 2016ના શરૂ કરાવેલી નવતર પહેલ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અન્‍વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા […]

ગુજરાતમાં લોકોમાં જાગૃતિ માટે પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઊજવણીનો પ્રારંભ

ગાંધીનગરઃ રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.14 થી 31 જાન્યુઆરી-2024 સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડનો […]

ગુજરાતમાં મકરસંક્રાંતિના દિને પતંગ પકડવા જતાં પડવાના, અકસ્માતના અનેક બનાવો બન્યાં

અમદાવાદઃ ગુજરાતભરમાં ઉત્તરાણનું પર્વ રંગબેરંગી પતંગો ચગાવીને લોકોએ ભારે હર્ષોલ્લાસથી ઊજવ્યું હતું. સાથે પતંગની દોરીને લીધે દ્વીચક્રી વાહનો પરથી પડી જવાના, ધાબા પરથી પડવાના, પતંગો લૂંટવા જતાં અકસ્માત થયાના બનાવો પણ બન્યા હતા. ઉત્તરાણની  મજા કેટલાંક લોકો માટે સજા બની હતી. પ્રતિબંધિત ચાયનીઝ દોરીથી ઘણાં લોકોનો જીવ જાય છે. રવિવારે ચાઈનીઝ દોરીથી નવ લોકો ઘવાયાં […]

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી, આકાશ રંગબેરંગી પતંગોથી છપાયું

ગાંધીનગરઃ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે ઉત્તરરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. જ્યારે લપેટ અને કાઈપોની બુમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જ્યારે પક્ષીઓને ઈજા ન થાય તે માટે પતંગરસિયાઓએ વિશેષ ધ્યાન રાખ્યું હતું. જ્યારે પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર માટે જીવદયા પ્રેમીઓએ વિવિધ સ્થળો […]

ગુજરાતમાં આજથી તમામ ધાર્મિક સ્થળોની સફાઈ માટે સફાઈ અભિયાનનો પ્રારંભ થશે

અમદાવાદઃ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી 22 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જે સંદર્ભે પ્રધાનમંત્રીએ 14 થી 22 જાન્યુઆરી સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જેના ભાગરૂપે રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા 14 […]

ગુજરાતના રાજ્યપાલની શ્રીલંકાના ઉચ્ચાયુક્ત ક્ષેણુકા સેનેવિરત્ને લીધી શુભેચ્છા મુલાકાત

ગાંધીનગરઃ શ્રીલંકાના ઉચ્ચાયુક્ત શ્રીમતી ક્ષેણુકા સેનેવિરત્ને રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની શિષ્ટાચાર મુલાકાતે પધાર્યા હતા. ભારતમાં ઉચ્ચાયુક્તનો પદભાર સંભાળ્યા પછીથી તેમની કોઈ રાજ્યની આ પહેલી મુલાકાત હતી. વાઇબ્રન્ટ ગુજરાત માટે તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. દરમિયાન રાજ્યપાલ દેવવ્રતજીએ શ્રીલંકાના કૃષિ નિષ્ણાતોના પ્રતિનિધિ મંડળને ભારતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની વિસ્તૃત તાલીમ લેવા અનુરોધ કર્યો હતો. જ્યારે શ્રીલંકાના ઉચ્ચાયુક્તે સૌથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code