1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં 77 હજારથી વધુ શિક્ષકોને આજે અપાશે CPR તાલીમ, શિક્ષણ મંત્રી શુભારંભ કરાવશે

ગાંધીનગરઃ  રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસને CPRથી તાલીમબદ્ધ કર્યા બાદ રાજ્યના શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવા ત્રણ તબક્કામાં એક-એક દિવસીય CPR તાલીમ આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું હતું. જે અંતર્ગત તા.3જી ડિસેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં 88 હજારથી વધુ શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. આવતી કાલે તા. 17 ડિસેમ્બરે બીજા તબક્કાની તાલીમ યોજાશે જેમાં 77 હજાર […]

ગુજરાતઃ સુરત એરપોર્ટને મળ્યો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકેનો દરજ્જો

કેન્દ્રની મોદી સરકારે દરખાસ્તને આપી મંજુરી સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવા કરાઈ હતી દરખાસ્ત સુરતના વેપાર-ઉદ્યોગને મળશે નવો વેગ અમદાવાદઃ ગુજરાતના ડાયમન્ડ સિટી ગણાતા સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેથી સુરતના પ્રવાસીઓને હવે વિદેશ જવા માટે અમદાવાદ અને મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે […]

ગુજરાતમાં એટીએમમાં ચોરી કરતી ગેન્ગના બે શખસો રાજકોટથી પકડાયા, 10 ગુનાનો ભેદ ઉકેલાયો

રાજકોટ:  શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એટીએમ તોડીને ચોરી કરતી ગેન્ગના બે શખસોને પકડી લેવાયા છે. રાજકોટ સુરત વડોદરા તેમજ મોરબી જિલ્લામાં એટીએમ તોડીને રૂપિયાની ચોરી કરતી ગેંગના બે સભ્યોને ચોરાયેલી મોટરસાયકલ સાથે દબોચી લેવાયા હતા. બન્ને શખસોના નામ બલવીર ઉર્ફે બિરબલ ચૌહાણ (ઉવ.34) અને દિનેશ ભાટી (ઉવ.30) હોવાનું જાણવા મળ્યું છે. બંને વ્યક્તિઓ મૂળ રાજસ્થાનના […]

ગુજરાતમાં વર્ષ 2022માં 27837 કિલો ડ્રગ્સ પકડાયું, યુવાનોમાં વધતું જતું ડ્રગ્સનું દૂષણ

અમદાવાદઃ રાજ્યમાં યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ વધતું જાય છે. સાથે જ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. વર્ષ 2022માં જ 27837 કિલોગ્રામ કોઈન-અફીણ સહિતનું ડ્રગ્સ પકડાયુ હતુ.. વર્ષ 2020માં ગુજરાતમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) દ્વારા 11725 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું. આમ છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણગણું ડ્રગ્સ પકડાયુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં વર્ષ 2022માં […]

ગુજરાતમાં 49 ટોલનાકા પર વર્ષે 4520 કરોડની આવક છતાંયે નેશનલ હાઈવેની ભંગાર હાલત કેમ?

અમદાવાદઃ  ગુજરાતમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના 49 ટોલબુથ પરથી વાહનચાલકો પાસેથી 4520 કરોડ જેટલો વાર્ષિક તગડો ટોલટેક્સ વસુલવામાં આલે છે. છતાયે નેશનલ હાઈવેની ભંગાર હાલત જોવા મળી રહી છે. નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં જોવા મળી રહ્યા છે. હાઈવે ઓથોરિટીના અધિકારીઓને હાઈવે પર પડેલા ખાડાઓ પણ દેખાતા નથી. હાઈવે પર સાઈન બોર્ડના પણ ઠેકાણા […]

ગુજરાતમાં મહેસુલી વિભાગે સર્વેની કામગીરી પૂર્ણ કરતા હવે જંત્રીના નવા દર જાહેર કરાશે

ગાંધીનગરઃ રાજ્યના તમામ વિસ્તારોમાં જંત્રીના દર નક્કી કરેલા છે. અને જંત્રી મુજબ દસ્તાવેજો કરવા પડે છે. દરમિયાન ગુજરાત સરકારે ગત એપ્રિલ મહિનામાં એકાએક જંત્રીના ભાવ ડબલ કરી નાંખ્યા હતા. વૈજ્ઞાનિક રીતે સર્વે કર્યા વગર જ આ જાહેરાત કરી દેતા તત્કાલિન સમયે અનેક ફરિયાદો થઈ હતી અને બિલ્ડરોએ જોરદાર વિરોધ કર્યો હતો.  ત્યારબાદ રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરો અને […]

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા એક જ દિવસમાં એક લાખ કરોડના MOU થયાં

ગાંધીનગરઃ આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે બુધવારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં  વધુ 23 MoU કરાયા હતા. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં રૂપિયા એક લાખ કરોડના સંભવિત રોકાણ માટે એમઓયુ કર્યા હતા, તેની સાથે જ આ રોકાણથી 70 હજાર રોજગાર સર્જન […]

રાજ્યમાં માર્ગ અકસ્માતના વિવિધ બનાવમાં 9 વ્યક્તિના મોત

અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ઉત્તર ગુજરાતના પાટણમાં સર્જાયેલી ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થયાં હતા. જ્યારે પાદરામાં હાઈવે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના અને અરવલ્લીના ધનસુરા નજીક સર્જાયેલા રોડ અકસ્માતના બનાવમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પાટણના સાંતલપુર નજીક […]

ગુજરાતમાં હવામાનમાં આંશિક પલટાને લીધે ઠંડી પર બ્રેક લાગી, 5 દિવસ વાતાવરણ યથાવત રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના પ્રારંભથી સમયાંતરે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેમાં માવઠા બાદ ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો હતો. ત્યારે જ વાતાવરણમાં ફરી આંશિક પલટા આવતા ઠંડી પર બ્રેક લાગી ગઈ છે. એટલે કે આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત છે. રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતભરમાં શિયાળાની ઋતુ જામી છે, […]

ચક્રવાત બિપરજોયથી પ્રભાવિત ગુજરાતને કેન્દ્ર સરકારે રૂ. 338.24 કરોડની નાણાકીય સહાય મંજૂર કરી

નવી દિલ્હીઃ ચક્રવાત બિપરજોયથી ખરાબ રીતે પ્રભાવિત ગુજરાતને કેન્દ્ર સરકારે રૂ. 338.24 કરોડની નાણાકીય સહાય મંજૂર કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલયે આજે હિમાચલ પ્રદેશને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) માંથી રૂ. 633.73 કરોડની વધારાની નાણાકીય સહાય બહાર પાડી છે, જે દક્ષિણમાં પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી ગંભીર રીતે પ્રભાવિત છે. પશ્ચિમ ચોમાસાને મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code