1. Home
  2. Tag "gujarat"

વાઈબ્રન્ટ ગુજરાતમાં અંબાણી, અદાણી, ટાટા, સુઝુકી સૌએ ખોલ્યો રાજ્ય માટે ખજાનો, 200000 કરોડથી માંડી 35000 કરોડના રોકાણો થશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે યુએઈના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન જાયદની સાથે દુનિયાભરના વર્લ્ડ લીડર્સ અને ટોપ ઈન્ડસ્ટ્રી લીડર્સ સામેલ થયા છે. દેશના દિગ્ગજ કારોબારી મુકેશ અંબાણી, પંકજ પટેલ, ગૌતમ અદાણી, ટાટા સમૂહના કે. એન. ચંદ્રશેખરન, લક્ષ્મી મિત્તલ, નિખિલ કામત જેવા ઉદ્યોગપતિ પણ સામેલ થયા છે. વાઈબ્રન્ટ ગુજરાત […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે વિદેશી પ્રતિનિધિ મંડળનું આગમન

અમદાવાદઃ ગુજરાતમાં વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના પ્રતિનિધિ મંડળનું આગમન થઈ રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા ગુજરાતના પ્રવાસે પધારેલા મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ જેકિન્ટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર શહેરના […]

માલદીવ કેવી રીતે બન્યું હિંદુથી મુસ્લિમ રાષ્ટ્ર, બિહાર-ગુજરાત સાથે શું છે કનેક્શન?

નવી દિલ્હી: પુરાતત્વવિદો અને ઈતિહાસકારો એકમત છે કે માલદીવમાં વસવાટ કરનારા પહેલા નિવાસીઓ મુસ્લિમ ન હતા. તેમના પ્રમાણે, સૌથી પહેલા અહીં વસવાટ કરનારા સંભવત ગુજરાતી હતા. ચીનના ઈશારે ભારત વિરુદ્ધ હાલના દિવસોમાં ઝેર ઓકી રહેલું માલદીવ પોતાનો ઈતિહાસ અને પોતાના ખરાબ દિવસો ભૂલી રહ્યું છે. જ્યારે પણ મદદની જરૂર પડી છે, ભારતે સૌથી પહેલા આ […]

ગુજરાતમાં સોમવારથી બે દિવસ કમોસમી વરસાદના ઝાપટાં પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતના હવામાનમાં વારંવાર ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે. ત્યા જ સોમવારથી બે દિવસ માવઠું પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 8-9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  છેલ્લા કેટલાક દિવસોથી અરબ […]

ઉત્તરભારતમાં કાતિલ ઠંડી, ગુજરાતમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું

નવી દિલ્હીઃ હાલમાં સમગ્ર ઉત્તર ભારતમાં કોલ્ડવેવના કારણે તીવ્ર ઠંડીની અસર વર્તાઈ રહી છે. ગાઢ ધુમ્મસના કારણે લોકોની અવરજવર પર પણ અસર પડી રહી છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં શનિવારે સવારે લઘુત્તમ તાપમાન 8.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ પ્રભાવિત થઈ હતી. આજે સવારે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન […]

ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં શિક્ષકો માટે પ્રાકૃતિક કૃષિ સંમેલનો યોજાશે

ગાંધીનગરઃ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવામાં શિક્ષકો પણ સંવાહક બનશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ખાસ શિક્ષકો માટે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ સંમેલનો યોજાશે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી શિક્ષકોને સંબોધન કરશે. રાજ્યના શિક્ષણ મંત્રી  ડૉ. કુબેરભાઈ ડીંડોરે રાજભવનમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી સાથે બેઠક કરીને જનસુખાકારી માટે અત્યંત અનિવાર્ય એવી પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવામાં શિક્ષણ વિભાગના સહયોગ માટે વિચાર-વિમર્શ […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારયાદીમાં 6.89 લાખ મતદારોનો થયો ઉમેરો

ગાંધીનગરઃ ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં તા.27 ઑક્ટોબરથી તા.09 ડિસેમ્બર, 2023 સુધી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 યોજાયો હતો. તા.27 ઑક્ટોબર, 2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં 2,51,54,900 પુરૂષ, 2,36,03,382 સ્ત્રી અને 1,427 ત્રીજી જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા હતા. તા.05 જાન્યુઆરી-2024ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 10 શહેરમાં ઠંડીનો પારો 13 ડિગ્રી ઉપર પહોંચ્યો

રાજ્યનું સૌથી ઠંડુ નગર નલિયા રહ્યું નલિયામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીની આસપાસ નોંધાયું લોકો ઠંડીથી બચલા લઈ રહ્યાં છે ગરમ વસ્ત્રોનો સહારો અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને જાન્યુઆરીના પ્રારંભ સાથે જ હાલ કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળતા લોકો ઠંડીથી ઠુઠવાયા છે. દરમિયાન રાજ્યના 10 શહેરમાં 13 ડિગ્રીની નીચે તાપમાન […]

ધરપકડની આશંકા વચ્ચે અરવિંદ કેજરીવાલનું મિશન-24, ગુજરાતથી કરશે પ્રારંભ

નવી દિલ્હી: કથિત શરાબ ગોટાળામાં ઈડીની તપાસનો સામનો કરી રહેલા અરવિંદ કેજરીવાલ મિશન લોકસભા ચૂંટણીનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. ધરપકડની આશંકા વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવવાના છે. પાર્ટી સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે કેજરીવાલ 6 જાન્યુઆરીથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવશે અને લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધાર આપશે. આમ આદમી પાર્ટીના સૂત્રો […]

ગુજરાતમાં PSI, PI, સહિત પોલીસ અધિકારીઓએ મિલ્કતોની માહિતી ફરજિયાત આપવી પડશે,

ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચ-રૂશ્વતના કેસ વધતા જાય છે. સૌથી વધુ મહેસુલ અને ગૃહ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગે એક પરિપત્ર જારી કરીને તમામ પીએસઆઈ, પીઆઈ, સહિત એસીપી, ડીવાયએસપી અધિકારીઓની સ્થાવર તથા જંગમ મિલ્કતો, એફડી સહિતની વિગતો માંગવામાં આવી છે. તમામ પોલીસ અધિકારીઓએ ઓનલાઈન વિગતો આપવી પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં  ભ્રષ્ટાચાર માટે બદનામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code