1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં 13 લાખ હેકટરમાં કપાસ અને 9 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર

રાજ્યમાં હાલની સ્થિતિએ 30 ટકા વાવેતર પૂર્ણ ડાંગર સહિતના પાકનું પણ કરાયું વાવેતર વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ ખેડૂતોએ વાવેતર શરુ કર્યું છે. દરમિયાન હાલ રાજ્યમાં સૌથી વધારે કપાસનું અને મગફળીનું વાવેતર થયું છે. આ ઉપરાંત ડાંગરી અને બાજરી સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ રાજ્યમાં લગભગ 30 ટકા […]

રાજ્યમાં વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવકઃ 5 ડેમ છલકાયાં

કચ્છના 4 અને સૌરાષ્ટ્રનો એક ડેમ સંપૂર્ણ ભરાયો સરદાર સરોવર ડેમમાં 51.61 ટકા જળસંગ્રહ ઉત્તર ગુજરાતના જળાશયોમાં 47 ટકા પાણી સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 21 ટકા પાણીનો સંગ્રહ અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના આરંભ સાથે સતત વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યના 206 જેટલા જળાશયોમાં હાલ લગભગ 40 ટકા […]

ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો.6થી 12માં માસવાર સિલેબર્સ નક્કી કરાયો

ગાંધીનગરઃ રાજ્યમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વાર્ષિક અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ-9થી 12 શાળાઓમાં વાર્ષિક અભ્યાસક્રમ નિયત કરેલા સમય મર્યાદામાં પૂર્ણ થાય. તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા માસવાર અને સાયન્સના વિષયોનું આયોજન કરીને શાળાઓને મોકલવામાં આવ્યું છે. ઉપરાંત પ્રિલિમરી અને દ્વિતિય પરીક્ષા ક્યારે લેવાનું […]

રાજ્યના 23 લાખ વિદ્યાર્થીઓને ટિટેનસ અને ડિપ્થેરીયાની રસીથી સુરક્ષિત કરાશે

અમદાવાદઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી TD-ટિટેનસ(ધનુર) અને ડિપ્થેરીયા રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરની જે.એમ. ચૌધરી કન્યા વિદ્યાલયમાં વર્ષ 2023 ના TD રસીકરણ અભિયાનના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બાળકોનું રસીકરણ કરીને સશક્ત અને તંદુરસ્ત ભારતના પાયાનું મજબૂતીકરણ કરવામાં આવી રહ્યું છે. ઘોરણ 5 અને 10 મા […]

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ઉમરગામમાં 6 ઈંચ મેધમહેર, રાજ્યમાં 12 ટકાથી વધારે વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ વરસાદી માહોલ જામ્યો છે અને રાજ્યભરમાં મેઘમહેર થઈ રહી છે. દરમિયાન આજે સવારે ચાર કલાકના સમયગાળામાં 45 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન ઉમરગામમાં છ કલાકમાં 6 ઈંચ જોટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં વરસી રહેલા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર […]

ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભાજપની જેમ કોંગ્રેસ દ્વારા આધૂનિક કાર્યાલયો બનાવાશે

અમદાવાદઃ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિયુક્તિ બાદ હવે સંગઠનમાં પણ નવી નિમણૂંકો માટે કવાયત ચાલી રહી છે. તેમજ કોંગ્રેસ દ્વારા ભાજપની માફક ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં પોતાના આધુનિક કાર્યાલયો શરૂ કરાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના 18 નેતાઓ થોડા સમય પહેલાં દિલ્હી ગયા હતા, જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ સાથે […]

ગુજરાતમાં 94 તાલુકામાં વરસાદ, ઘોઘામાં 3 ઈંચ, રાજકોટમાં ઘોઘમાર, વીજળી પડતા શ્રમિકનું મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. રવિવારે સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના ઘોઘા તાલુકામાં ત્રણ ઈંચ,  તથા અમરેલી, બરવાળા,  ભાવનગર શહેર, સહિત 94 તાલુકામાં વરસાદી ઝાપટાંથી લઈને બે ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટમાં સાંજે 4થી 6 વાગ્યા ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને રાજકોટ […]

ગુજરાતમાં આજે રવિવારે 225 કેન્દ્રો પર ટેટની મુખ્ય પરીક્ષા લેવાશે, 60 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે

અમદાવાદઃ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટની મુખ્ય પરીક્ષા આજે તા. 25મીને રવિવારે અમદાવાદ સહિત કેન્દ્રોમાં લેવાશે. આ પરીક્ષામાં 60,000 ઉમેદવારો નોંધાયા છે. પરીક્ષા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રિલિમ પરીક્ષામાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થી આજે મુખ્ય પરીક્ષા આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં  રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી TET-2ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ […]

ગુજરાતમાં બે મહિનાથી રેશનિંગ કાર્ડ પર તુવેરદાળનું વિતરણ ન કરાતાં કાર્ડધારકોમાં અસંતોષ

અમદાવાદઃ રાજ્યમાં ગરીબ પરિવારોને રેશનિગનું અનાજ આપવામાં આવતું હોય છે. સસ્તાદરે અપાતું અનાજ ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ બનતું હોય છે. રેશનિગમાં અનાજ ઉપરાંત કઠોળનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે છેલ્લા બે મહિનાથી તુવેરદાળનું વિતરણ કરાયું નથી. રાજયનાં પુરવઠા તંત્રનાં ઉચ્ચ સતાધીશોએ રેશનીંગમાં લાભાર્થીઓને અપાતી તુવેરદાળનું વિતરણ હજુ ચાલુ જ રાખવામાં આવનાર હોવાની જાહેરાત […]

ગુજરાતમાં 11.78 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર, કપાસના વાવેતરમાં વધારો

ગાંધીનગર: ગુજરાતમાં મોટેભાગે ખેડુતો ભીમ અગિયારસથી વાવણી માટેની આગોતરી તૈયારી કરી લેતા હોય છે. અને અષાઢી મેઘાના આગમન સાથે વાવણીના શ્રીગણેશ કરતા હોય છે. આ વખતે બિપરજોય વાવાઝોડાને લીધે મેઘાનું વહેલું આગમન થતાં એટલે કે, વાવાણી લાયક વરસાદ વરસી જતાં અષાઢના પ્રારંભ પહેલા જ મોટાભાગના ખેડુતોએ ખરીફ પાકની વાવાણીના કાર્યનો પ્રારંભ કર્યો હતો. રાજ્યમાં અત્યાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code