
ગાંધીનગરઃ રાજ્યમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વાર્ષિક અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ-9થી 12 શાળાઓમાં વાર્ષિક અભ્યાસક્રમ નિયત કરેલા સમય મર્યાદામાં પૂર્ણ થાય. તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા માસવાર અને સાયન્સના વિષયોનું આયોજન કરીને શાળાઓને મોકલવામાં આવ્યું છે. ઉપરાંત પ્રિલિમરી અને દ્વિતિય પરીક્ષા ક્યારે લેવાનું તેમાં કેટલો અભ્યાસક્રમ રાખવો સહિતનું કેલેન્ડર તૈયાર કરાયું છે.
શિક્ષણ બોર્ડ દ્વારા સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વાર્ષિક અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ધોરણ-9 અને 10ના ગણિત તથા વિજ્ઞાન તેમજ ધોરણ-11 અને 12માં ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌત્તિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયોને આવરી લેવામાં આવ્યા છે. માસવાર તૈયાર કરેલા અભ્યાસક્રમમાં ગણિત અને વિજ્ઞાનનું કયું પ્રકરણ કેટલા તાસમાં અને કયા માસમાં પૂર્ણ કરવું તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે શૈક્ષણિક કેલેન્ડર મુજબ અભ્યાસક્રમ પૂર્ણ કરવાનું મુશ્કેલરૂપ પણ બની રહ્યું છે. જે તે કોર્ષના નાના પ્રકરણો હોય તે એક માસમાં બે પ્રકરણો પૂર્ણ કરવાનો આયોજન કરાયું છે. જ્યારે બાકીના પ્રકરણો એક માસમાં એક જ સમાવેશ કરાયો છે. જોકે ધોરણ-9 અને 11નો અભ્યાસક્રમ માર્ચ માસમાં પૂર્ણ થશે આથી વાર્ષિક પરીક્ષા પહેલાં એપ્રિલ માસમાં પૂનરાવર્તનનો સમય વધારે મળવાથી તેની સીધી અસર વિદ્યાર્થીઓના પરિણામ ઉપર પડશે.એવું શિક્ષણવિદોનું માવું છે. કેલેન્ડર મુજબ માસવાર અભ્યાસક્રમ નક્કી કરાતા રાજ્યભરની શાળાઓમાં એક સૂત્રતા જળવાય રહેશે. (FILE PHOTO)