1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં બે મહિનાથી રેશનિંગ કાર્ડ પર તુવેરદાળનું વિતરણ ન કરાતાં કાર્ડધારકોમાં અસંતોષ

અમદાવાદઃ રાજ્યમાં ગરીબ પરિવારોને રેશનિગનું અનાજ આપવામાં આવતું હોય છે. સસ્તાદરે અપાતું અનાજ ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ બનતું હોય છે. રેશનિગમાં અનાજ ઉપરાંત કઠોળનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે છેલ્લા બે મહિનાથી તુવેરદાળનું વિતરણ કરાયું નથી. રાજયનાં પુરવઠા તંત્રનાં ઉચ્ચ સતાધીશોએ રેશનીંગમાં લાભાર્થીઓને અપાતી તુવેરદાળનું વિતરણ હજુ ચાલુ જ રાખવામાં આવનાર હોવાની જાહેરાત […]

ગુજરાતમાં 11.78 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર, કપાસના વાવેતરમાં વધારો

ગાંધીનગર: ગુજરાતમાં મોટેભાગે ખેડુતો ભીમ અગિયારસથી વાવણી માટેની આગોતરી તૈયારી કરી લેતા હોય છે. અને અષાઢી મેઘાના આગમન સાથે વાવણીના શ્રીગણેશ કરતા હોય છે. આ વખતે બિપરજોય વાવાઝોડાને લીધે મેઘાનું વહેલું આગમન થતાં એટલે કે, વાવાણી લાયક વરસાદ વરસી જતાં અષાઢના પ્રારંભ પહેલા જ મોટાભાગના ખેડુતોએ ખરીફ પાકની વાવાણીના કાર્યનો પ્રારંભ કર્યો હતો. રાજ્યમાં અત્યાર […]

ગુજરાતઃ આરટીઈ હેઠળ વધુ 1386 બાળકોને ધો-1માં પ્રવેશ ફળવાયો

અમદાવાદઃ RTE એક્ટ-2009 પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. 04મી મે અને બીજો રાઉન્ડ  તા. 29મી મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં બંન્ને રાઉન્ડમાં 59,869 જેટલા બાળકોને પ્રવેશ અપાયો હતો. જેમાંથી 51,520 જેટલા વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલી શાળાઓમાં પ્રવેશ નિયત કરી લીધો છે. RTE પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજા રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વધુ 1,386 જેટલા […]

ગુજરાતમાં પુસ્તકો અને સ્ટેશનરીના ભાવમાં તોતિંગ વધારાને લીધે ભણતર બન્યું મોંધું

અમદાવાદઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. ત્યારે સ્કૂલો ખૂલતા વાલીઓ દ્વારા પુસ્તકો, સ્ટેશનરી અને યુનિફોર્મ વગેરેની ખરીદી ચાલી રહી છે. જે દરેકમાં સરેરાશ 20થી 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે શિક્ષણ ફી સિવાય એક બાળકદીઠ વાલીને પાઠ્ય પુસ્તકનો અંદાજે 3600 રૂ.નો ખર્ચ થઇ રહ્યો હતો. […]

ગુજરાતમાં 1લી જુલાઈથી વાહનોના રજિસ્ટ્રેશન અને નંબરની ફાળવણી શો-રૂમમાંથી જ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં નવા વાહનોની ખરીદી સાથે ડિલર્સના શો-રૂમમાંથી જ રજિસ્ટ્રેશન અને નવા વાહનના નંબરની ફાળવણી કરી દેવાશે. એટલું જ નહીં વાહનોને નંબર પ્લેટ પણ ડિલર્સ દ્વારા લગાવી અપાશે. આગામી 1 જુલાઇથી તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી […]

ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધી રહેલું ચોમાસુ, ગરમી અને બફારાથી લોકો પરેશાન

અમદાવાદઃ ગુજરાતમાં નેઋત્યનું ચોમાસુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. પણ મેઘરાજાના વિધિવત આગમનમાં વિલંબ થવાની શક્યતા છે. જો કે તાજેતરમાં બિપરજોય વાવાઝોડાને કારણે સારોએવો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ રાજ્યમાં બફારા સાથે તાપમાનમાં વધારો થયો છે. ગરમી અને બફારાથી લોકો પરેશાન બની ગયા છે. હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ મોચા વાવાઝોડાના કારણે કેરળમાં ચોમાસું મોડું […]

ગુજરાતમાં આઠ નગરપાલિકા નિયમિત વીજ બિલ ભરે છે, વીજ કંપનીની ગુજરાત હાઈકોર્ટમાં રજુઆત

અમદાવાદ: ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકાની આર્થિક હાલત ડામાડોળ હોવાથી વીજળીના બિલો પણ ભરી શકતી નથી. તલાળામાં હીરણ નદીમાં છોડાતા દુષિત પાણી અંગેની રિટમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટને વીજ જોડાણ નહીં મળતુ હોવાના મુદ્દે રજુઆત થતા તેના જવાબમાં વીજ કંપનીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર આઠ નગરપાલિકા જ નિયમિત વીજ બિલો ભરે છે. તલાળા નરપાલિકાનું રૂપિયા 7 કરોડનું વીજ […]

ગુજરાતમાં મેડિકલ PG પ્રવેશ માટે 23મીથી 30મી જુન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે

અમદાવાદઃ  ગુજરાતમાં મેડિકલની પ્રવેશ સમિતિ દ્વારા તબીબી કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એમડી,એમએસ, ડિપ્લોમાં, સીપીએસ અને એમડીસી કોર્સિસમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી. સમિતિ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ તા. 23થી 30મી જૂન સુધીમાં ઓનલાઈન પીન ખરીદી રજિસ્ટ્રેશન કરી શકશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થયાના ત્રણ દિવસ બાદ નિયત હેલ્પ સેન્ટર […]

ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2022ની બેચના 9 પ્રોબેશનરી IAS અધિકારીઓએ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ર૦રરની બેચના 9 પ્રોબેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી. આ 9 યુવા પ્રોબેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ ઇન્સ્ટીટયુશનલ ટ્રેનિંગ અન્વયે સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન-સ્પીપામાં પાંચ સપ્તાહની તાલીમ પૂર્ણ કરી છે. આ અધિકારીઓ સ્પીપા સહિતની તાલીમ અંતર્ગત બાવન અઠવાડિયા સુધી વિવિધ જિલ્લાઓમાં તાલીમ માટે જવાના છે.  તદ્દઅનુસાર, […]

ગુજરાતીઓમાં શેર બજારનો વધતો ક્રેઝ, એક દાયકામાં રોકાણકારોની સંખ્યામાં ત્રણગણો વધારો

અમદાવાદઃ ગુજરાતના લોકોનું શેર બજારમાં રોકાણ વધતું જાય છે. અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતીઓનું શેર બજારમાં રોકાણ વધુ હોય છે. આમે ય ગુજરાતીઓ સાહસિક ગણાય છે. અને પોતાની કોઠા સુઝથી શેર ખરીદીને વધુ નફો મેળવી લેતા હોય છે.શેરબજારમાં તગડા નફા તથા બચતની અનિવાર્યતા પ્રત્યે વધેલી જાગૃતિને પગલે ગુજરાતમાં રોકાણકારોની સંખ્યામાં મોટો વધારો થવા લાગ્યો છે. છેલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code